પોતાને ‘આમ આદમી’ ગણાવતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ઘરમાં 44 કરોડ રૂપિયાનું રિનોવેશન કરાવ્યું હોવાના ઘટસ્ફોટ બાદ હવે આ મામલે નવી-નવી વિગતો સામે આવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે કેજરીવાલ પોતાના ઘરનો વિસ્તાર વધારવા માંગતા હતા અને આ માટે સીએમ હાઉસની નજીક આવેલા સરકારી બંગલા અને ફ્લેટ્સને ખાલી કરી અન્યત્ર ખસેડવાના આદેશ પણ જારી કરવામાં આવ્યા હતા.
#OperationSheeshMahal
— TIMES NOW (@TimesNow) April 28, 2023
Times Now has accessed eviction notices served to IAS officers & judges residing in 2 bungalows & 8 flats which were reportedly being razed to turn the CM mansion into a Chief Ministerial complex: @DEKAMEGHNA explains details of #AAP's plans@aakaaanksha pic.twitter.com/Kk2ToEmm09
મીડિયા રિપોર્ટ્સમાં આ બાબત સામે આવી છે. જે અનુસાર, હાલ અરવિંદ કેજરીવાલનું મુખ્યમંત્રી આવાસ 4.7 એકરમાં ફેલાયેલું છે, જેને 7.3 એકરમાં વિસ્તારવાની તેઓ યોજના બનાવી રહ્યા છે અને આ માટે આ બાકીના વિસ્તારમાં આવતા 2 બંગલા અને 8 ફ્લેટ્સમાં રહેતા IAS અધિકારીઓ અને ન્યાયાધીશોને ઘર ખાલી કરવા માટે નોટિસ પણ આપી દેવામાં આવી છે.
જાણવા મળ્યા અનુસાર, સીએમ હાઉસનો વિસ્તાર કરવાનો આ નિર્ણય 28 જુલાઈ, 2021ના રોજ કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઓગસ્ટ, 2021માં બે બંગલા અને 8 ફ્લેટ્સના રહેવાસીઓને નોટિસ પાઠવીને ઘરો ખાલી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે તેમનાં નિવાસસ્થાન અન્યત્ર ખસેડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 2021નો આ એ સમય હતો જ્યારે ભારત દેશ કોરોના સામે લડી રહ્યો હતો.
ટાઈમ્સ નાઉના રિપોર્ટ અનુસાર, આ બંગલા અને ફ્લેટ્સ તોડી પાડીને બાંધકામ ચાલી રહ્યું છે. જેના નિર્માણ બાદ 7 એકર જમીનમાં માત્ર અરવિંદ કેજરીવાલનું નિવાસસ્થાન જ રહેશે, જેમાં બેડમિન્ટન કોર્ટથી માંડીને મોટા ગાર્ડન સહિતની સુવિધાઓ હશે.
44 કરોડ ખર્ચે રિનોવેશન કરાવ્યું
આ પહેલાં સામે આવ્યું હતું કે કઈ રીતે કોરોનાના સમયમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ્યાં રહે છે નિવાસસ્થાનનું 44 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જેમાં લાખોના પડદા તેમજ ઊંચી કક્ષાના માર્બલ્સ, લાખોની કાર્પેટ અને કરોડોનાં બાથરૂમ બનાવવામાં આવ્યાં હોવાનું સામે આવ્યું હતું.
તાજા રિપોર્ટમાં સામે આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલના ઘરમાં 15 જેટલાં ટોયલેટ-બાથરૂમ બનાવવામાં આવ્યાં છે અને આ દરેકને બનાવવા પાછળ 15 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાંથી 10.78 લાખ રૂપિયા સેનિટરી ઈન્સ્ટોલેશન (કમોડ) માટે, 91 લાખ સ્પેશિયલ શાવર ટૂલ્સ માટે, હોટ વોટર જનરેટર માટે 25 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.