Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબે બાળકોને લાલચ આપીને બોલાવ્યાં, ઘર બંધ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું:...

    બે બાળકોને લાલચ આપીને બોલાવ્યાં, ઘર બંધ કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું: રાજકોટના ધોરાજીની કોર્ટે 83 વર્ષીય અકબર અહમદ કાદરીને સંભળાવી 20 વર્ષની સજા

    સપ્ટેમ્બર, 2021માં અકબર કાદરી સામે ધોરાજીના ઉપલેટા પોલીસ મથકે IPCની કલમ 377 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

    - Advertisement -

    રાજકોટના ધોરાજીની સેશન્સ કોર્ટે બે સગીર બાળકોને ઘરે બોલાવીને વારાફરતી બંને સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા બદલ એક 80 વર્ષીય ઈસમને 20 વર્ષની કેદની સજા ફટકારી છે. ગુનેગારની ઓળખ અકબર અહમદ કાદરી તરીકે થઇ છે. શનિવારે (15 એપ્રિલ, 2023) કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. 

    આ મામલો વર્ષ 2021નો છે. સપ્ટેમ્બર, 2021માં અકબર કાદરી સામે ધોરાજીના ઉપલેટા પોલીસ મથકે IPCની કલમ 377 અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. દોઢ વર્ષ કેસ ચાલ્યા બાદ કોર્ટે તેને દોષી ઠેરવીને સજા સંભળાવી છે. 

    લેઝર લાઈટ આપવાના બહાને બંનેને બોલાવ્યા હતા 

    ભોગ બનનાર બાળકો પૈકીના એકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવવામાં આવ્યા અનુસાર, અકબરે બંનેને લેઝર લાઈટ આપવાના બહાને તેના ઘરે બોલાવ્યા હતા. ત્યારબાદ વારાફરતી બંને સાથે તેણે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને સાથે કોઈને પણ કહેશો તો યતીમખાનામાં મોકલી આપીશ તેવી ધમકી પણ આપી હતી. આ જ સમય દરમિયાન એક બાળકે અકબરના આ કૃત્યનો વિડીયો ઉતારી લીધો હતો, જે કોર્ટની કાર્યવાહી દરમિયાન પણ અગત્યનો પુરવાર થયો હતો. 

    - Advertisement -

    ધરપકડ બાદ આરોપીને મેડિકલ તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે બાળકો સાથે આ કૃત્ય આચર્યાની કબૂલાત કરી લીધી હતી. બીજી તરફ, બાળકોએ તેને ઓળખી બતાવ્યો હતો અને ચાર્જશીટમાં પણ તેમનાં નિવેદનો ટાંકવામાં આવ્યાં હતાં તેમજ જે મોબાઈલ ફોનથી બાળકે વિડીયો ઉતાર્યો હતો તેને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. 

    વિડીયો અગત્યનો પુરવાર થયો 

    મોબાઈલ ફોનની તપાસમાં તેમાં કોઈ પણ જાતની છેડછાડ કરવામાં ન આવી હોવાનું અને વિડીયો સાચો હોવાનું પુરવાર થયું હતું. ઉપરાંત કોર્ટ સમક્ષ પણ બંને પીડિત બાળકોએ આરોપીને ઓળખી બતાવ્યો હતો તેમજ સમગ્ર ઘટનાનું વિવરણ કર્યું હતું. 

    સરકાર પક્ષેથી પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ મૂકી હતી કે આરોપીને સજા સંભળાવતી વખતે તેની ઉંમર જોવી જોઈએ નહીં અને તેના કૃત્યને જોતાં કડકમાં કડક સજા કરવામાં આવવી જોઈએ. જે દલીલો ગ્રાહ્ય રાખી ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આરોપી અકબર અહમદ કાદરીને 20 વર્ષની સજા અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 

    નવેમ્બરમાં કોર્ટે જામીન ફગાવ્યા હતા 

    આરોપી અકબર કાદરીએ નવેમ્બર 2021માં ધોરાજી કોર્ટમાં જામીન અરજી કરી હતી અને ઉંમરનું કારણ આપીને મુક્તિની માંગ કરી હતી તેમજ ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી છે જેથી તેને જામીન પર મુક્ત કરવામાં આવે તેવી દલીલો કરી હતી. પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ નોંધ્યું હતું કે જો તેને જામીન પર મુક્ત કરવામાં આવે તો તે પીડિતોને ડરાવે-ધમકાવે તેવી શક્યતાઓ છે. જેને લઈને ધોરાજીની કોર્ટે અરજી નામંજૂર કરી હતી. હવે તેને સજા કરી દેવામાં આવી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં