પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર સઈદ અનવરે એક મોટો દાવો કર્યો છે. દક્ષિણ આફ્રિકન ક્રિકેટર હાશિમ આમલાને લઈને તેમણે કહ્યું કે, તેમણે અનેક હિંદુઓનું ધર્માંતરણ કરાવ્યું હતું અને મુસ્લિમ બનાવ્યા હતા. અનવરનો આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
India invites Hashim Amla to make money in IPL. Amla returns favour by converting Hindus to Islam.
— Pakistan Untold (@pakistan_untold) January 12, 2023
Reveals Pak captain Saeed Anwar
Check our thread on #CricketJihad in next tweet pic.twitter.com/C5jVAiSyGO
આ વિડીયો એક કાર્યક્રમનો છે, જેમાં અન્ય પણ ઘણા ક્રિકેટરો જોવા મળે છે. ભાષણ આપતાં સઈદ અનવર કહે છે કે, “વર્લ્ડ કપમાં કેટલા લોકો ઇસ્લામ કબૂલ કરી રહ્યા છે. અલ્લાહે વર્લ્ડ કપને માર્ગ બનાવ્યો. હાશિમ આમલા આપણા ક્રિકેટર છે…કેવા જબરદસ્ત…શાહિદ (આફ્રિદી) જાણે છે, કેટલા લોકોને તેમણે કલમા પઢાવ્યા. એક હિંદુ પરિવાર આખો મુસ્લિમ બની ગયો.”
તેઓ આગળ કહે છે કે, “અલ્લાહે તમને બહુ કૌશલ આપ્યું છે. જે કરવું હોય એ કરો, કારોબાર કરો, શાસન કરો. અલ્લાહને યાદ કરો અને નબીનું કામ અપનાવી લો.”
આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝર્સે ખૂબ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, બીજાને મુસ્લિમ બનાવવા કરતાં પાકિસ્તાનમાં જે મુસ્લિમો ભૂખના માર્યા મરી રહ્યા છે તેમને જ સાચવવા જોઈએ.
હાશિમ આમલા પૂર્વ ક્રિકેટર છે અને દક્ષિણ આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટમાં રમી ચૂક્યા છે. તેમના દાદા નવસારીના હતા. 1927માં તેઓ દક્ષિણ આફ્રિકા સ્થળાંતર કરી ગયા હતા.
હાશિમ આમલા અગાઉ પણ ઘણી વખત ક્રિકેટ સિવાયની બાબતોને લઈને પણ ચર્ચામાં રહ્યા છે. થોડાં વર્ષો પહેલાં તેમણે પોતાની જર્સી ઉપર આલ્કોહોલ કંપનીનો લોગો છપાવવાનો ઇનકાર કરી દીધો હતો કારણ કે ઇસ્લામમાં શરાબ વર્જ્ય છે. ઉલ્લેખનીય છે કે વિવિધ કંપનીઓ ક્રિકેટ ટીમોને સ્પોન્સર કરે છે અને જે બદલ તેમના લોગો ક્રિકેટરોની જર્સી પર છાપવામાં આવે છે.
પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને બહુ પ્રખ્યાત કોમેન્ટેટર ડીન જોન્સે એક મેચમાં કોમેન્ટ્રી કરતી વખતે આમલાને ‘આતંકવાદી’ પણ કહી દીધા હતા. 2006માં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા વચ્ચેની એક ક્રિકેટ મેચ દરમિયાન આમલાએ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારાનો કેચ પકડ્યો હતો. ત્યારબાદ જોન્સે કોમેન્ટ્રી બોક્સમાંથી કહ્યું હતું કે, “ધ ટેરેરિસ્ટ ગેટ્સ અનધર વિકેટ. (આતંકવાદીને વધુ એક વિકેટ મળી ગઈ.)” જોકે, પછીથી તેમણે કહ્યું હતું કે, તેમનો આશય અપમાન કરવાનો ન હતો.