Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહતું જાનવરનું મળ, ‘ઈંડા જેવો ગોળો’ ગણાવીને ટ્વિટર પર સનસનાટી ફેલાવવાનો પ્રયાસ...

    હતું જાનવરનું મળ, ‘ઈંડા જેવો ગોળો’ ગણાવીને ટ્વિટર પર સનસનાટી ફેલાવવાનો પ્રયાસ કર્યો: કાનપુર પોલીસના ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર NBTના પત્રકારની મજાક ઉડી

    નવભારત ટાઈમ્સના એક પત્રકારે ટ્વિટર ઉપર કાનપુરના એક ગામને લઈને સમાચાર આપ્યા હતા, જોકે તેની સત્ય હકીકત જુદી જ બહાર આવતાં તેઓ હાંસીપાત્ર ઠર્યા હતા.

    - Advertisement -

    નવભારત ટાઈમ્સના એક પત્રકારે તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના કાનપુરના એક ગામને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ત્યાં એક ઈંડાના આકારના ગોળા મળી આવ્યા છે અને ગામલોકો તેને લઈને જાતજાતની ચર્ચા કરી રહ્યા છે. જોકે, સાચી વિગતો સામે આવ્યા બાદ આ NBTના પત્રકારની સોશિયલ મીડિયા પર બહુ મજાક ઉડી હતી.

    આ પત્રકારનું નામ છે સુમિત શર્મા. તેઓ નવભારત ટાઈમ્સ માટે કામ કરે છે. તેમણે યુપી પોલીસને ટેગ કરીને આ વિડીયો અપલોડ કર્યો હતો અને લખ્યું કે, “કાનપુરના બિલ્હૌરમાં એક ગામમાં ઈંડા આકારના ગોળા મળ્યા… ગ્રામજનોમાં જાતજાતની ચર્ચાઓ… પોલીસના આગમન પર ચોંકાવનારા ખુલાસા થયા.”

    તેણે આ ટ્વીટમાં યુપી પોલીસને ટેગ કર્યા હોવાથી કાનપુર પોલીસ કમિશનરે પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે વીડિયો પર જે જવાબ આપ્યો તેના કારણે હવે NBTના પત્રકારની મજાક ઉડી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે દરેક વાતને સનસનાટી કહીને પ્રસ્તુત ન કરવી જોઈએ.

    - Advertisement -

    કાનપુર પોલીસ કમિશનરે આ બાબતે ખુલાસો કરતા કહ્યું હતું કે, “આમાં કંઈ પણ શંકાસ્પદ નથી, તે કોઈ પ્રાણીનું મળ છે.”

    આ ટ્વીટ આવતાંની સાથે જ ટ્વીટર પર પ્રતિક્રિયાઓનું ઘોડાપૂર આવ્યું હતું. ઇકોનોમિક ટાઇમ્સની પત્રકાર અનુરાધા શુક્લાએ લખ્યું, “આ કંઈક વધારે પડતું જ હાસ્યાસ્પદ હતું.”

    રતનલાલે કહ્યું, “મારા દાદાનું અવસાન થયું છે. તેમની અર્થી હું મારા ખભા પર લઈ જઈ રહ્યો છું. પરંતુ આ ટ્વીટ જોયા બાદ હવે મને હસવું આવે છે.

    વિષ્ણુએ કહ્યું, “કદાચ તે ડાયનાસોરનું મળ હશે. મને નથી લાગતું કે કોઈ પ્રાણી આટલું મોટું, નક્કર, ગોળ મળ કરી શકે.”

    એક યુઝરે કાનપુર પોલીસ કમિશનરને ઉલ્લેખીને કહ્યું, “આપે તો ખુલાસો કરી દીધો. ઉપરવાળા સાહેબ તો સનસનાટી ફેલાવવાની તૈયારી કરી રહ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં