Saturday, November 23, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજનહિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું, રમખાણો-બાબરી ધ્વંસને લઈને પણ પ્રોપેગેન્ડા ફેલાવ્યો: પાકિસ્તાની વેબસિરીઝનો...

    હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓક્યું, રમખાણો-બાબરી ધ્વંસને લઈને પણ પ્રોપેગેન્ડા ફેલાવ્યો: પાકિસ્તાની વેબસિરીઝનો થઇ રહ્યો છે વિરોધ, લોકોએ ગણાવી ‘કચરો’

    એક યુઝરે લખ્યું કે, પાકિસ્તાનને પૈસા માટે IMF, અમેરિકા, ચીન અને અરબ દેશો પાસે ભીખ માંગવી પડી રહી છે, પરંતુ ભારત-વિરોધી ફાલતૂ ફિલ્મો બનાવવા માટે પૈસા વેડફવામાં કોઈ તકલીફ નથી. 

    - Advertisement -

    પાડોશી દેશ પાકિસ્તાનમાં હિંદુઓની શું સ્થિતિ છે એ જગજાહેર છે. હિંદુઓ, શીખો, ખ્રિસ્તીઓ સહિતના લઘુમતીઓ સાથે થતા અત્યાચારોના મામલાઓ અવારનવાર સામે આવતા રહે છે. તેવામાં હાલ એક પાકિસ્તાની વેબ સિરીઝ ચર્ચામાં છે, જેમાં હિંદુઓ અને ભારત સામે ભરપૂર દુષ્પ્રચાર ફેલાવવામાં આવ્યો છે. લોકો તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. 

    આ વેબ સિરીઝનું નામ છે ‘સેવક- ધ કન્ફેશન.’ તે 26 નવેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ સિરીઝની વાર્તા 1984નાં રમખાણો, ગુજરાત રોફણો અને બાબરી મસ્જિદના વિધ્વંસ પર આધારિત હોવાનું કહેવાય છે. સિરીઝમાં ભારત અને હિંદુઓ વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું છે અને એવું દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થાય છે. 

    સિરીઝમાં હિંદુ સાધુઓને મુસ્લિમોને નફરત કરનારા બતાવવામાં આવ્યા છે. ઉપરાંત, તેમાં દીપ સિદ્ધુ, હેમંત કરકરે, ગૌરી લંકેશ અને જુનૈદ ખાનના જીવન વિશે પણ દર્શાવવામાં આવ્યું છે. ભારત વિરોધી પ્રોપેગેન્ડા ફેલાવવા માટે બનાવવામાં આવેલ આ શૉમાં હિંદુઓને ખરાબ ચીતરવામાં આવ્યા છે. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા ઉપર આ સિરીઝનો ભારે વિરોધ થઇ રહ્યો છે. એક યુઝરે લખ્યું કે, પાકિસ્તાનને પૈસા માટે IMF, અમેરિકા, ચીન અને અરબ દેશો પાસે ભીખ માંગવી પડી રહી છે, પરંતુ ભારત-વિરોધી ફાલતૂ ફિલ્મો બનાવવા માટે પૈસા વેડફવામાં કોઈ તકલીફ નથી. 

    એક યુઝરે કહ્યું કે, પાકિસ્તાનમાં હિંદુઓ, શીખો અને ખ્રિસ્તીઓની 2 કરોડની વસ્તીને નષ્ટ કરી દીધા બાદ હજુ પણ તેમને આવી પ્રોપેગેન્ડા સિરીઝ બનાવવાની હિંમત કેવી રીતે ચાલે છે? 

    પ્રવેશ યાદવ નામના યુઝરે સિરીઝને પ્રોપેગેન્ડા ગણાવીને કહ્યું કે, આમ કરીને પાકિસ્તાનીઓ તેમના જ લોકોને વધુ કટ્ટર મજહબી બનાવી રહ્યા છે. 

    કેટલાક યુઝરોએ આ સિરીઝની ખીલ્લી પણ ઉડાવી હતી. જેમાં એક યુઝરે ઓવર એક્ટિંગ માટે 50 રૂપિયા કાપવા માટે કહ્યું હતું. 

    અંકિત શર્મા નામના યુઝરે આ સિરીઝને કચરો ગણાવી હતી. અન્ય એક યુઝરે પણ સસ્તી પ્રોપેગેન્ડા સિરીઝ ગણાવી હતી. 

    ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં એક સમયે હિંદુઓ કુલ વસ્તીના 12.9 ટકા જેટલા હતા. આજે માત્ર 2 ટકા જેટલા હિંદુઓ રહી ગયા છે. એ જ સ્થિતિ શીખો અને ખ્રિસ્તીઓની પણ છે. આ સમુદાયોની સ્થિતિ સુધારવા માટે કોઈ નક્કર પ્રયાસો કરવાને બદલે હવે પાકિસ્તાનીઓએ સસ્તી સીરીઝો બનાવીને ભારત અને હિંદુઓ સામે પ્રોપેગેન્ડા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં