Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ચૂંટણી પહેલાં મોદીને ગાળો બોલવાની અને પછી EVMને’: પાટણમાં પીએમ મોદીના કોંગ્રેસ...

    ‘ચૂંટણી પહેલાં મોદીને ગાળો બોલવાની અને પછી EVMને’: પાટણમાં પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- તેમણે જ નક્કી કરી લીધું છે કે ભાજપ જીતે છે

    પહેલાં કોંગ્રેસના શાસનમાં રૂપિયાના 15 પૈસા પહોંચતા હતા, મેં આવીને બધાં બૂચ મારી દીધાં: પીએમ મોદી

    - Advertisement -

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફૂલ એક્શનમાં આવીને સભાઓ સંબોધી રહ્યા છે. આજે પણ પીએમ મોદીએ ચાર જાહેર સભાઓ સંબોધી હતી. દરમિયાન, સોજીત્રામાં સભા સંબોધતાં તેમણે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ માને છે કે પહેલાં મોદીને ગાળો દેવાની અને મતદાન પૂરું થાય પછી EVMને ગાળો બોલવાની.

    પીએમ મોદીએ પાટણમાં બોલતી વખતે કહ્યું કે, “ગઈકાલે કચ્છ-કાઠિયાવાડ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું એમાં કોંગ્રેસે જ નક્કી કરી લીધું છે કે ભારતીય જનતા પાર્ટી જીતી જશે. આનું કારણ શું? કોંગ્રેસે આવું કેમ કહ્યું? કોંગ્રેસ જ્યારે ઈવીએમને કોસવાનું ચાલુ કરે, એ એમ કહે કે ઈવીએમમાં ગડબડ છે, એટલે તમારે સમજી જવાનું કે કોંગ્રેસે ઉચાળા ભરી લીધા છે.” તેમણે કહ્યું કે, કોંગ્રેસે મતદાન પૂરું થવાની પણ રાહ ન જોઈ અને તે પહેલાં જ આ ચાલુ કરી દીધું હતું. 

    કોંગ્રેસ નેતાઓની પીએમ મોદી વિશેની અપમાનજનક ટિપ્પણીઓનો આડકતરો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસની વિશેષતા એ છે કે ચૂંટણી ચાલતી હોય ત્યારે મોદીને ગાળો બોલવાની, અને ચૂંટણીનું મતદાન આવે ત્યારે EVMને ગાળો દેવાની. આ જ સીધો સબૂત છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસે હાર સ્વીકારી લીધી છે. વડાપ્રધાને ઉમેર્યું કે, “કોંગ્રેસ હારે એટલે ઈવીએમ પર માછલાં ધૂએ છે અને ઈવીએમને જ ગાળો બોલવા માંડે છે.” 

    - Advertisement -

    તેમણે કહ્યું, “પહેલાં લોકોને ખુશ કરવા મોદીને ગાળો બોલવાની અને પછી ઈવીએમને ગાળો દેવાની. કોંગ્રેસને ચૂંટણીમાં આ બે જ રસ્તા સૂઝે છે.”

    પહેલાં રૂપિયાના 15 પૈસા પહોંચતા હતા, મેં આવીને બધાં બૂચ મારી દીધાં: પીએમ  

    આગળ કોંગ્રેસની પૂર્વ સરકારોને આડેહાથ લેતાં પીએમ મોદીએ કહ્યું, (NDA) સરકારે ગરીબ અને મધ્યમવર્ગ માટે ખજાના ખોલી નાંખ્યા હતા, કારણ કે આ દેશ જ તેમનો છે. તેમણે આગળ કહ્યું, “કોંગ્રેસનું એક જ કામ હતું, અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ મોટી કરો, ગરીબને કાયમ નિર્ભર રહેવા દો અને જે પૈસા દિલ્હીથી મોકલે એ લૂંટી લો.” 

    તેમણે આગળ કહ્યું, “કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે દિલ્હીથી રૂપિયો નીકળે તો 15 પૈસા પહોંચે છે. ત્યારે તો પંચાયતથી સંસદ સુધી તેમનું જ શાસન હતું, અમે ભાજપવાળા તો ક્યાંય હતા જ નહીં. તો આ કયો પંજો રૂપિયો ઘસી નાંખતો હતો? આ 85 પૈસા જતા હતા ક્યાં? આ મેં બધાં બૂચ મારી દીધાં. આ કોંગ્રેસના બધા કારોબાર બંધ કર્યા, ગરીબની ચિંતા અમે કરી અને પૂરી ઈમાનદારીથી કામ કરી રહ્યા છીએ.”

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે. જોકે, બીજા તબક્કાની બેઠકો પર આવતીકાલ સાંજ સુધી પ્રચાર ચાલશે.  

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં