Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં TLP મૌલાનાનો ક્રૂર ફતવો: 'ગર્ભવતી અહમદી મહિલાઓ પર હુમલો કરો, બાળકની...

    પાકિસ્તાનમાં TLP મૌલાનાનો ક્રૂર ફતવો: ‘ગર્ભવતી અહમદી મહિલાઓ પર હુમલો કરો, બાળકની હત્યા કરી દો’

    સોશિયલ મીડિયા પર એક વિડિયો સામે આવ્યો છે જેમાં TLP મૌલવી મુહમ્મદ નઈમ ચથા કાદરીએ તેમના સમર્થકોને "કોઈ નવા અહમદીઓ જન્મે નહીં તેની ખાતરી કરવા માટે અહમદી સગર્ભા સ્ત્રીઓ પર હુમલાઓ શરૂ કરવા માટે હાકલ કરી છે."

    - Advertisement -

    પાકિસ્તાનમાં દિવસેને દિવસે કટ્ટરપંથી મુસ્લિમોનું વર્ચસ્વ વધી રહ્યું છે અને આ મુસ્લિમ દેશ ધાર્મિક ઉન્માદમાં કચડાઈ રહ્યો છે. પાકિસ્તાનની કટ્ટરપંથી પ્રતિબંધિત જમાત તહરીક-એ-લબૈક પાકિસ્તાન (TLP) ના એક મૌલવીએ તેમના અનુયાયીઓને અહમદી સગર્ભા સ્ત્રીઓ પર હુમલો કરવા માટે “કોઈ નવા અહમદીનો જન્મ ન થાય તેની ખાતરી કરવા” માટે આહવાન કરતો ફતવો બહાર પાડ્યો છે.

    સોશિયલ મીડિયા પર પાકિસ્તાનનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં TLP મૌલવી મુહમ્મદ નઈમ ચથા કાદરીએ તેમના સમર્થકોને “કોઈ નવા અહમદીઓ જન્મે નહીં તેની ખાતરી કરવા માટે અહમદી સગર્ભા સ્ત્રીઓ પર હુમલાઓ શરૂ કરવા માટે હાકલ કરી છે.”

    તેમણે ભારપૂર્વક કહ્યું કે, “નિંદા કરનારાઓ માટે એક જ સજા છે, શિરચ્છેદ.” ધાર્મિક સ્વતંત્રતા અને માનવાધિકાર પરના મેગેઝિન બિટર વિન્ટરના એક અહેવાલ મુજબ, મુસ્લિમ ઉપદેશકે કહ્યું કે, જો હુમલા સફળ ન થાય, તો “જે બાળકો જન્મ લઈ રહ્યા છે તેમને મારી નાખવા જોઈએ”. ઇટાલિયન સમાજશાસ્ત્રી માસિમો ઇન્ટ્રોવિગ્ને, મેગેઝિનમાં લખતા જણાવ્યું હતું કે TLP ખ્રિસ્તીઓ અને અહમદીઓ સહિત ધાર્મિક લઘુમતીઓ સામેના હુમલાઓ માટે કુખ્યાત છે. અહેવાલ મુજબ કાદરીએ પોલીસને ટીએલપી દ્વારા અહમદીઓની ધાર્મિક સફાઈમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસ સામે ચેતવણી પણ આપી છે.

    - Advertisement -

    તેમણે વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે, “તમારામાંથી જેઓ પોલીસમાંથી છે, અથવા જો કોઈ જિલ્લા પોલીસ અધિકારીઓ અથવા ડેપ્યુટી કમિશનર અથવા પોલીસ સ્ટેશન હાઉસ ઓફિસર છે, તો તેઓએ સમજવું જોઈએ કે અમને રોકી શકાય નહીં.” 12 ઓગસ્ટના રોજ, 3 વર્ષીય છોકરીના 62 વર્ષીય અહમદી પિતા, નસીર અહેમદ, અહમદી પ્રભુત્વ ધરાવતા શહેર રબવાહમાં મુખ્ય બસ સ્ટોપ પર TLP કાર્યકર દ્વારા છરી મારી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારના અહમદી મુસ્લિમોમાં ભયનો માહોલ છે અને મૌલવીના ફરમાન બાદ આવી ઘટનાઓમાં ભારે વધારો થવાની આશંકા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં