Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટયુવાન દેખાવા પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદી રહ્યું છે ચીન, ક્રુરતાથી હથોડાના ફટકો...

    યુવાન દેખાવા પાકિસ્તાન પાસેથી ગધેડા ખરીદી રહ્યું છે ચીન, ક્રુરતાથી હથોડાના ફટકો મારી ધીમું અને પીડાદાયક મોત આપીને બનાવે છે Ejiao દવા

    ચીન પાકિસ્તાનથી ગધેડા ખરીદવા માંગે છે કારણ કે ત્યાંના ગધેડાઓની ચામડા ઉતારીને તેમાંથી વિવિધ દવાઓ અને ક્રીમ બનાવવામાં આવે છે.

    - Advertisement -

    ચીન આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસેથી ગધેડા અને કૂતરા ખરીદવા માંગે છે. કારણકે પાકિસ્તાની ગધેડાઓથી ચીનની જવાની વધશે, ચીન આ ગધેડાઓને મારીને તેમાંથી સૌન્દર્ય પ્રસાધનો બનાવવા માંગે છે. પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ સંસદીય સમિતિને આ અંગે માહિતી આપી હતી. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ પાકિસ્તાનના વાણિજ્ય મંત્રાલયની સ્થાયી સમિતિના અધિકારીઓ અને આયાત અને નિકાસ પર સેનેટના અધિકારીઓ વચ્ચે એક બ્રીફિંગ યોજાઈ હતી. દરમિયાન, વાણિજ્ય મંત્રાલયના અધિકારી દિનેશ કુમારે જણાવ્યું હતું કે ચીન પાકિસ્તાનમાંથી ગધેડા અને કૂતરાઓની આયાત કરવામાં રસ દાખવી રહ્યું છે, પણ શું ખરેખર પાકિસ્તાની ગધેડાઓથી ચીનની જવાની વધશે?

    સેનેટર અબ્દુલ કાદિરે પણ કમિટીને જણાવ્યું કે ચીનના રાજદૂતે અગાઉ પણ ઘણી વખત પાકિસ્તાનમાંથી માંસની નિકાસ કરવાની વાત કરી હતી. સમિતિના એક સભ્યએ એવું પણ સૂચન કર્યું હતું કે પાકિસ્તાન કરતાં અફઘાનિસ્તાનમાં પ્રાણીઓ સસ્તા હોવાથી પાકિસ્તાન ત્યાંથી ગધેડા અને કૂતરાઓની આયાત કરી શકે છે અને પછી તેનું માંસ ચીનમાં નિકાસ કરી શકે છે.

    આ સૂચન પર વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓએ સમિતિને જણાવ્યું કે અફઘાનિસ્તાનથી પ્રાણીઓની આયાત પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાકિસ્તાને આ પગલું એટલા માટે લીધું કારણ કે અફઘાનિસ્તાનના પ્રાણીઓમાં લમ્પી સ્કિન ડિસીઝના કેસ હતા .

    - Advertisement -

    અહેવાલો અનુસાર ચીન પાકિસ્તાનથી ગધેડા ખરીદવા માંગે છે કારણ કે ત્યાંના ગધેડાઓની ચામડા ઉતારીને તેમાંથી વિવિધ દવાઓ અને ક્રીમ બનાવવામાં આવે છે. તે ચહેરા પરથી કરચલીઓ દૂર કરવામાં મદદ કરે છે. આ દવાઓ ઘણી મોંઘી છે. તેમાં ઔષધીય ગુણો છે તેવું તેમનું માનવું છે. આ માટે ચીનમાં ગધેડાને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે.

    કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન દુનિયાનો ત્રીજો દેશ છે, જ્યાં સૌથી વધુ ગધેડા છે. હાલમાં પાકિસ્તાનમાં 5700000 લાખ (5.7 મિલિયન) ગધેડા છે. આ પહેલા પણ તે ચીનમાં પ્રાણીઓની નિકાસ કરી ચૂક્યું છે.

    માથા પર હથોડાનો ફટકો મારવામાં આવે છે

    નોંધનીય છે કે 2019માં પણ પાકિસ્તાનનો આવો જ અમાનવીય ચહેરો સામે આવ્યો હતો. એવા સમાચાર હતા કે દેવાથી ડૂબી ગયેલું પાકિસ્તાન પોતાની તિજોરી ભરવા માટે ચીનને ગધેડાઓની નિકાસ કરશે. પાકિસ્તાન આ યોજનાથી પોતાના વિદેશી મુદ્રા ભંડારને ભરવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

    ચીનમાં દવા બનાવવાના નામે 5 વર્ષનો ગધેડો હોય કે 5 મહિનાનું બચ્ચું, કોઈને બક્ષવામાં આવતું નથી. તે તમામની નિર્દયતાથી સામૂહિક હત્યા કરવામાં આવે છે. ઇજિયાઓ નામની દવા બનાવવા માટે, ગધેડાને જમીન પર સુવડાવવામાં આવે છે અને તેમના માથા પર હથોડા વડે ફટકો મારવામાં આવે છે, જેના કારણે તે ધીમે ધીમે અને પીડાદાયક રીતે મૃત્યુ પામે છે. એટલું જ નહીં ગધેડાને તેમના જ મળમૂત્ર વચ્ચે મરવા માટે છોડી દેવામાં આવે છે. ચીનમાં એવી પણ માન્યતા છે કે ગધેડાની ચામડીમાંથી બનેલી દવા લેવાથી વ્યક્તિનું આયુષ્ય પણ વધે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં