દુનિયાભરના દેશોની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરવા માટે પંકાયેલા અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF)એ 13 નવેમ્બરે પોતાના સત્તાવાર એક્સ હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં કટ્ટરપંથી ઇસ્લામી શરજીલ ઇમામને ભારતમાં ધાર્મિક સતામણીનો ભોગ બનનાર વ્યક્તિ તરીકે ચીતરવામાં આવ્યો. કમિશને લખ્યું કે, ‘શરજીલ ઇમામ એક મુસ્લિમ વ્યક્તિ છે, જેને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની હિમાયત કરવા બદલ અટકાયતમાં રાખવામાં આવ્યો છે.’ આ સાથે USCIRFની વેબસાઇટ પર 2 ઓગસ્ટે પ્રકાશિત થયેલા ઇમામના પરિચય લેખની લિંક પણ શેર કરવામાં આવી હતી.
Sharjeel Imam is a Muslim man detained in India for his religious freedom advocacy. Read his profile: https://t.co/Cj44GwlIj0 https://t.co/vyRTmG70Wf
— USCIRF (@USCIRF) November 13, 2026
USCIRFની આ પોસ્ટમાં ઇમામની CAAવિરોધી પ્રવૃત્તિઓ અને તેની ધરપકડને ધાર્મિક સ્વતંત્રતાના સંઘર્ષ તરીકે રજૂ કરવામાં આવી છે. પરંતુ ઇમામનાં ભાષણો અને તેની સામેના ગંભીર આરોપોનો તેમાં કોઈ ખાસ ઉલ્લેખ નથી. ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણોમાં 53 લોકોનાં મોત થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ રમખાણોનું કાવતરું ઘડવાના કેસમાં ઇમામ આરોપી છે. તેના પર અલગાવવાદી ભાષણો આપવા અને હિંસા ભડકાવનારી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપો છે અને પોલીસ તપાસ બાદ કોર્ટમાં પુરાવાઓ રજૂ કરી ચૂકી છે.
આ બધી જ બાબતો અવગણીને USCIRFએ ઈમામને ધાર્મિક સ્વતંત્રતા માટે લડતો ક્રાંતિવીર ગણાવી દીધો છે, પણ એ જણાવ્યું નથી કે વાસ્તવમાં તેણે શું કારસ્તાન કર્યાં હતાં, કેવાં ભાષણો આપ્યાં હતાં.
USCIRFની પોસ્ટ પછી ભારતના રાજદૂતે પણ આ જ બાબતે વાંધો ઉઠાવ્યો.
અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાએ USCIRFની ચંચૂપાત પર ટિપ્પણી કરતાં લખ્યું કે USCIRFને ભારતીય નાગરિકોના બંધારણીય અધિકારો અંગે ચુકાદો આપવાનો કોઈ કાનૂની કે નૈતિક અધિકાર નથી. સાથે લખ્યું કે સંસ્થાની વારંવારની પક્ષપાતી, અધૂરી જાણકારી પર આધારિત અને પૂર્વગ્રહયુક્ત ટિપ્પણીઓ તમામ ધર્મોના લોકો માટે ધાર્મિક સ્વતંત્રતા અને સમાન અધિકારોની ભારતની બંધારણીય પ્રતિબદ્ધતાને બદલી શકે નહીં.
USCRIF has no locus standi to sit in judgment over the constitutional rights of Indian citizens. Its habitual partisan, ill-informed, and jaundiced assessments cannot diminish India’s constitutional commitment to religious freedom and equal rights for all faiths. India flourishes defying the agenda-driven partisan narratives of the USCIRF. Taking the same liberty that USCIRF so readily assumes, a word of advice: introspect on your own prejudices and stop lecturing others.
— Amb Vinay Mohan Kwatra (@AmbVMKwatra) November 14, 2026
તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત USCIRFના વારંવારના પ્રયાસો છતાં આગળ વધી રહ્યું છે. સંસ્થાએ બીજાને ઉપદેશ આપવાને બદલે પોતાના પૂર્વગ્રહો પર આત્મમંથન કરવું જોઈએ.
સિલિગુડી કોરિડોર કાપી નાખવાની વાત કરનાર શરજીલ ઇમામ
USCIRFએ પોતાની વેબસાઇટ પર ઇમામ અંગે જે લેખ મૂક્યો છે તેમાં પણ તેની ધરપકડને CAA વિરોધી શાંતિપૂર્ણ દેખાવોમાં ભાગ લેવા સાથે જોડવામાં આવી છે. લેખમાં જણાવાયું છે કે ડિસેમ્બર 2019 અને જાન્યુઆરી 2020માં નાગરિકતા સંશોધન કાયદા સામે થયેલાં પ્રદર્શનોમાં ભાગ લેવા બદલ જાન્યુઆરી 2020માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ લખતી વખતે ઇમામનાં ભાષણો અને તપાસ એજન્સીઓ દ્વારા તેની સામે મૂકવામાં આવેલા આરોપોની ચર્ચા કરવામાં આવી નથી.
પોતાની વાતને સમર્થન આપવા માટે USCIRFએ Scroll, The Quint અને Article 14 જેવા ડાબેરી ઝુકાવ ધરાવતા મીડિયા પ્લેટફોર્મ્સના અહેવાલોનો આધાર લીધો છે.
ઇમામ સામે તપાસ શરૂ થવાનું મુખ્ય કારણ CAA વિરોધી આંદોલન દરમિયાન જુદાં-જુદાં સ્થળોએ આપેલાં તેનાં ભાષણો હતાં. ખાસ કરીને પૂર્વોત્તર ભારતનો દેશના બાકીના ભાગો સાથેનો સંપર્ક કાપી નાખવાની તેની વાત જે-તે સમયે ચર્ચામાં આવી હતી અને વિવાદનું કારણ બની હતી.
Key excerpts from Sharjeel Imam’s ‘anti-national speech’ at Aligarh Muslim University in 2020: "1. If we have five lakh organized Muslims,we can permanently divide India and the Northeast. 2. If not permanently,then at least for a month. 3. Put so much filth on the tracks and roads that it will take a month or two to remove it. 4. It is our responsibility to divide Assam.Assam and India will be separated." On what basis are Indian Muslims supporting Sharjeel Imam? On what grounds are Indian liberals defending Sharjeel Imam? On what grounds do Indian leftists demand Sharjeel Imam’s release? According to Article 1 of the Indian Constitution,India is a Union of States. No State or Union Territory has the right to secede from India. At Article 19(1) , Article 19(2) of the Constitution Freedom of speech and expression is restricted in the interest of the country’s sovereignty and integrity. I want to ask my countrymen: 1. Isn’t Sharjeel Imam’s call for the separation of the Northeast from India anti-national? 2. Isn’t Sharjeel Imam’s taking responsibility for the separation of Assam from India anti-national? 3. Isn’t Sharjeel Imam’s call for harming the country’s unity and integrity treason? Sharjeel Imam is an Islamic fundamentalist who delivered an anti-national speech at AMU with the intention of harming India’s sovereignty and integrity. Anyone who talks about harming the country’s sovereignty and integrity is not a citizen of the country,but a traitor. Why has the central BJP government been feeding this Islamic fundamentalist biryani and mutton for the last six years? Why is the central BJP government not getting Sharjeel Imam hanged? Is it? Those who are supporting Sharjeel Imam,in reality also have the same anti-national thinking and mentality as Sharjeel Imam.
— पवन (@Voiceofpavan) October 22, 2026
જાન્યુઆરી 2020માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં આપેલા ભાષણમાં ઇમામે સિલિગુડી કોરિડોર કાપી નાખવાની વાત કરી હતી. પશ્ચિમ બંગાળમાં આવેલો આ સાંકડો ભૂમિભાગ પૂર્વોત્તરનાં રાજ્યોને દેશના બાકીના ભાગો સાથે જોડે છે. જેને ભારતનું ‘ચિકન્સ નેક’ પણ કહેવામાં આવે છે.
આ ભાષણના વાયરલ થયેલા વીડિયોમાં ઇમામ કહેતો સંભળાય છે કે જો પાંચ લાખ મુસ્લિમોને સંગઠિત કરવામાં આવે તો પૂર્વોત્તર ભારતનો દેશ સાથેનો સંપર્ક કાયમી અથવા અસ્થાયી રીતે કાપી શકાય તેમ છે.
આટલું મહત્ત્વનું ભાષણ હોવા છતાં USCIRFની પ્રોફાઇલમાં તેનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઇમામને માત્ર CAA વિરોધી દેખાવોમાં ભાગ લેનાર વિદ્યાર્થી કાર્યકર તરીકે રજૂ કરવામાં આવ્યો છે.
હિંદુ ધર્મ અંગે ઇમામની ટિપ્પણીઓ અને ભારતીય બંધારણ વિશેના વિચારો
ઇમામના વિવાદાસ્પદ વિચારો માત્ર તેનાં ભાષણો પૂરતા મર્યાદિત નથી. સોશિયલ મીડિયા પરની તેની જૂની પોસ્ટ્સ અને સપ્ટેમ્બર 2026માં ‘ધ ક્વિન્ટ’ને આપેલો ઇન્ટરવ્યૂ પણ તેની વિચારધારા અંગે ઘણું કહી જાય છે.
29 સપ્ટેમ્બરે પ્રકાશિત થયેલા આ ઇન્ટરવ્યુમાં ઇમામે ભારતીય રાજ્યવ્યવસ્થા, લોકશાહી અને બંધારણીય બિનસાંપ્રદાયિકતા પર સારું એવું ઝેર ઠાલવ્યું છે. તેણે ભારતીય બંધારણને ‘ફાસીવાદી’ ગણાવ્યું હતું અને તેને મુસ્લિમોના ગૌરવપૂર્ણ અસ્તિત્વના માર્ગમાં અવરોધ તરીકે ઓળખાવ્યું હતું. બિનસાંપ્રદાયિકતા અંગે તેણે કહ્યું હતું કે તે સદંતર જૂઠાણું છે.
હિંદુઓ અંગે પણ તેણે વિવાદાસ્પદ દલીલો કરી હતી. તેના મતે હિંદુઓ ભલે અલગ-અલગ રાજકીય વિચારધારા ધરાવતા હોય, પરંતુ મુસ્લિમોને રાજકીય સત્તાથી દૂર રાખવાના મુદ્દે તેઓ એકમત છે. તેણે બિનસાંપ્રદાયિકતા અને હિંદુત્વને પણ મુસ્લિમો તથા અન્ય વંચિત સમુદાયોના દૃષ્ટિકોણથી લગભગ સમાન ગણાવ્યાં હતાં.
આ ઇન્ટરવ્યુમાં શરજીલ પાકિસ્તાન ચળવળના વૈચારિક ઘડવૈયા મુહમ્મદ ઇકબાલનાં લખાણોની પ્રશંસા કરવાનું ચૂકતો નથી. તેણે ભારતીય ઉપખંડમાં મુસ્લિમોની સ્થિતિ સમજવા માટે ઇકબાલના વિચારોને મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. બીજી તરફ, જવાહરલાલ નેહરુના પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ની ટીકા કરતાં તેમાં ભારતીય સભ્યતાનું વર્ણન પૌરાણિક કથાઓ રચવા જેવું હોવાનું કહ્યું હતું. આ દરમિયાન તેણે ઇકબાલ અને મુહમ્મદ અલી ઝીણાના વિચારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ભારતના ભાગલા અંગે પણ ઇમામે પોતાનો અલગ મત રજૂ કર્યો હતો. તેણે ભાગલા માટે કોંગ્રેસની અંદર રહેલી કહેવાતી બ્રાહ્મણવાદી શક્તિઓને જવાબદાર ગણાવી હતી અને ભાગલા પહેલાંની વાટાઘાટોમાં મુસ્લિમ લીગના વલણનો બચાવ કર્યો હતો. તેણે એક સહિયારી ભારતીય રાષ્ટ્રીય ઓળખના વિચાર સામે સવાલ ઉઠાવીને ભારતને અલગ-અલગ ધાર્મિક ઓળખના આધારે સમજવાની દલીલ કરી હતી.
હિંદુ ધાર્મિક પરંપરાઓ અંગેની તેની જૂની ફેસબુક પોસ્ટ્સ પણ વિવાદમાં રહી છે. 22 સપ્ટેમ્બર, 2019ની એક પોસ્ટમાં શરજીલે દુર્ગાપૂજાની ઉજવણીની ટીકા કરી હતી. આ તહેવારને અંધશ્રદ્ધા ગણાવીને હિંદુ ધાર્મિક રીતરિવાજો માટે ‘બુતપરસ્તી’ અને ‘હુસ્ન-એ-બુતાન’ જેવા શબ્દો વાપર્યા હતા.
7 નવેમ્બર, 2019ની બીજી એક પોસ્ટમાં તેણે ‘શિર્ક’નાં વિવિધ સ્વરૂપોની ચર્ચા કરી હતી. ઇસ્લામિક માન્યતા મુજબ શિર્ક એટલે અલ્લાહ સાથે શક્તિઓમાં અન્ય કોઈને ભાગીદાર માનવા. ઇમામે આ યાદીમાં મૂર્તિપૂજા ઉપરાંત દેશપ્રેમ, માનવતાવાદ અને બિનસાંપ્રદાયિકતાનો પણ સમાવેશ કર્યો હતો. તેના માટે તેણે ‘બુતપરસ્તી’, ‘વતનપરસ્તી’, ‘ઇન્સાનપરસ્તી’ અને ‘દહરપરસ્તી’ જેવા શબ્દો વાપર્યા હતા.
Came across a tweet by a Bong Didi, who said we should engage with Sharjeel Imam’s ideas. So I wanted to understand from his Junooni followers, that in this post, is Imam showing his hate for Hinduism and Hindus or both? Thank you in advance for your engagement. https://t.co/6brZNvumXe
— Khalid Baig (@KhalidBaig85) October 21, 2026
દિલ્હી રમખાણોના કાવતરામાં ઇમામની ભૂમિકા
ફેબ્રુઆરી 2020નાં ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના મોટા કાવતરાના કેસમાં શરજીલ ઇમામ UAPA હેઠળ આરોપી છે અને અન્ડરટ્રાયલ કેદી તરીકે હાલ જેલમાં છે. આ રમખાણોમાં 53 લોકોનાં મોત થયાં હતાં અને સેંકડો લોકો ઘાયલ થયા હતા.
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલના જણાવ્યા અનુસાર, ઇમામનાં ભાષણો અને તેની પ્રવૃત્તિઓએ રસ્તાઓ પર ચક્કાજામ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ નાકાબંધી આગળ જતાં કોમી હિંસામાં ફેરવાઈ ગઈ હતી.
ડિસેમ્બર 2019 અને જાન્યુઆરી 2020 દરમિયાન ઇમામે દિલ્હી સ્થિત જામિયા મિલિયા ઇસ્લામિયા, ઉત્તર પ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી, પશ્ચિમ બંગાળના આસનસોલ અને બિહારના ચકંદ સહિત અનેક સ્થળોએ ભાષણો આપ્યાં હતાં.
દિલ્હી પોલીસની તપાસ અનુસાર ઇમામે ‘મુસ્લિમ સ્ટુડન્ટ્સ ઑફ JNU’ નામના વોટ્સએપ ગ્રૂપ દ્વારા મુસ્લિમોને સંગઠિત કર્યા હતા. CAA વિરોધી આંદોલનને લગતાં પેમ્ફલેટ તૈયાર કરવામાં અને તેનું વિતરણ કરવામાં પણ તેણે મદદ કરી હતી.
28 જાન્યુઆરી, 2020ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ UAPA અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ભારત સામે પ્રતિબંધોની ભલામણ કરતું USCIRF
શરજીલ ઇમામ અંગેની પોસ્ટ USCIRFના ભારતવિરોધી વલણનું વધુ એક ઉદાહરણ છે. આ કમિશન અનેક વર્ષોથી ભારત અંગે આવા અહેવાલો અને ભલામણો કરતું આવ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા, ધર્માંતરણ, નાગરિકતા અને ધાર્મિક મિલકતોના સંચાલનને લગતા ભારત સરકારના નિર્ણયો પર કાયમ તે જ્ઞાન આપતું રહે છે.
2026ના વાર્ષિક અહેવાલ અને ઓગસ્ટ 2026ના કન્ટ્રી બ્રીફમાં પણ USCIRFએ અમેરિકાના વિદેશ મંત્રાલયને ભારતને ‘કન્ટ્રી ઑફ પર્ટિક્યુલર કન્સર્ન’ (CPC) જાહેર કરવાની ભલામણ કરી હતી. આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ (IRFA) હેઠળ આપવામાં આવતા આ દરજ્જા માટે પંચે ભારત પર ધાર્મિક સ્વતંત્રતાના વ્યવસ્થિત, સતત અને ગંભીર ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે.
આ કમિશને ભારતીય અધિકારીઓ, ભારતની બાહ્ય ગુપ્તચર સંસ્થા રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સંપત્તિ જપ્ત કરવા તથા તેમના પર લક્ષિત પ્રતિબંધો મૂકવાની ભલામણ પણ કરી છે. ભારત સાથેના વેપાર અને સુરક્ષા સહાયને ધાર્મિક સ્વતંત્રતાના માપદંડો સાથે જોડવા, અમેરિકાની સંસ્થાઓને ભારતમાં આવીને તપાસ કરવાની મંજૂરી આપવા દબાણ કરવા અને વિદેશોમાં ભારતની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ‘ટ્રાન્સનેશનલ રિપ્રેશન રિપોર્ટિંગ એક્ટ’ પસાર કરવાની પણ તેની માગણી છે.
USCIRFના અહેવાલોમાં અમુક સિલેક્ટિવ ઘટનાઓને સ્થાન આપવામાં આવે છે, જ્યારે બહુમતી હિંદુ સમુદાય સામે થતી હિંસા અને ભેદભાવની અવગણના થાય છે.
તેનું ઉદાહરણ એપ્રિલ 2025માં કાશ્મીરના પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો છે. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે જોડાયેલા આતંકવાદીઓએ મુખ્યત્વે હિંદુ એવા 26 પ્રવાસીઓને નિશાન બનાવ્યા હતા. આતંકવાદીઓએ તેમને ઇસ્લામિક કલમા પઢવા કહ્યું હતું. ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી.
ધાર્મિક ઓળખના આધારે પ્રવાસીઓને પસંદ કરીને કરવામાં આવેલી આ હત્યાઓ અંગે USCIRFના અહેવાલોમાં આતંકવાદી હુમલાની નિંદા કરતાં તેના પછી ભારતમાં મુસ્લિમો સામે ઊભી થયેલી પ્રતિક્રિયાઓને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું હતું અને આતંકવાદીઓએ હિંદુઓને તેમની ધાર્મિક ઓળખના કારણે નિશાન બનાવ્યા હોવાની હકીકત પાછળ છૂટી ગઈ હતી.
ભારતના કાયદાઓ અંગે પણ USCIRF કાયમ પ્રોપગેન્ડા ફેલાવતું રહ્યું છે.
2025માં પસાર થયેલા વકફ સુધારા કાયદાને USCIRFએ મુસ્લિમોનાં ધાર્મિક સ્થળોને સરકારી નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. પરંતુ 1995ના વકફ કાયદાની કલમ 40 હેઠળ વકફ બોર્ડને મિલકતો પર માલિકીનો દાવો કરવાની મળેલી સત્તા અને તેના કારણે ઊભા થયેલા વિવાદો અંગે કોઈ ચર્ચા કરી નહોતી.
આ જોગવાઈનો ઉપયોગ કરીને વકફ બોર્ડ દ્વારા આખાં હિંદુ ગામો, તમિલનાડુના આશરે 1,500 વર્ષ જૂના સુંદરેશ્વર મંદિર અને જાહેર માળખાં પર પણ માલિકીના દાવા કરવામાં આવ્યા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળમાં વકફ વિરોધી હિંસા દરમિયાન શમશેરગંજમાં હિંદુ રહેવાસી હરગોવિંદ દાસ અને તેમના પુત્ર ચંદન દાસની ટોળાએ હત્યા કરી હતી. ડિસેમ્બર 2025માં આ કેસમાં 13 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જોકે, USCIRFએ આ હત્યાનો ઉલ્લેખ પોતાના અહેવાલમાં કર્યો નહોતો.
ગેરકાયદે ધર્માંતરણનો પણ આ સંસ્થા સતત બચાવ કરતી રહી છે. ભારતનાં 13 રાજ્યોમાં અમલમાં રહેલા ધર્માંતરણ વિરોધી કાયદાઓ USCIRFને સતત ખૂંચતા રહે છે. અરુણાચલ પ્રદેશના 1978ના કાયદાને ફરી અમલમાં લાવવાના પ્રયાસનો પણ તેણે વિરોધ કર્યો છે. કમિશન આ કાયદાઓને પોતાની મરજીથી ધર્મ બદલવાના અધિકાર પર પ્રતિબંધ તરીકે રજૂ કરતું રહ્યું છે, જે હકીકત નથી.
આ રીતે લાલચ અને દબાણ દ્વારા થતાં ધર્માંતરણના મુદ્દાને અવગણવામાં આવે છે. ગરીબ અને નબળા વર્ગના લોકોને નિશાન બનાવતી કહેવાતી ચંગાઈ સભાઓ હોય કે હિંદુ મહિલાઓને દબાણપૂર્વક ધર્માંતરણ માટે નિશાન બનાવવાના કિસ્સા, USCIRF આવા મુદ્દાઓને મહત્ત્વ આપતું નથી. ‘લવ જેહાદ’ જેવા શબ્દોને અપમાનજનક ગણાવીને તેની સાથે જોડાયેલા નોંધાયેલા કિસ્સાઓની પણ અવગણના કરવામાં આવે છે.
RSS પર પ્રતિબંધ મૂકવાની ભલામણ પણ USCIRFના એજન્ડાનો એક ભાગ છે. RSS દેશભરમાં શિક્ષણ, ગ્રામીણ વિકાસ અને આપત્તિ રાહત સહિતની પ્રવૃત્તિઓ કરતી દાયકાઓ જૂની સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થા છે. આવી મુખ્યધારાની રાષ્ટ્રવાદી સંસ્થાની સરખામણી હિંસક કટ્ટરપંથી જૂથો સાથે કરવી એ તેને બદનામ કરવાનો સ્પષ્ટ પ્રયાસ છે.
USCIRFના અધ્યક્ષ આસિફ મહમૂદ અને તેમનું ભારતવિરોધી વલણ
USCIRFના ભારતવિરોધી વલણને સમજવા માટે તેના અધ્યક્ષ આસિફ મહમૂદની ભૂમિકા સમજવી પણ મહત્ત્વપૂર્ણ છે. પાકિસ્તાની મૂળના અમેરિકન ડૉક્ટર અને માનવાધિકાર કાર્યકર મહમૂદે 2026માં કમિશનના અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી.
તેમણે અનેક વખત પોતાના સત્તાવાર મંચનો ઉપયોગ ભારત અંગેના પાયાવિહોણા દાવા કરવા અને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરવા માટે કર્યો છે.
એપ્રિલ 2025માં મહમૂદે અમેરિકા, કેનેડા અને પાકિસ્તાનમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓની હત્યામાં ભારતની સંડોવણી હોવાની કાવતરાની થિયરીને આગળ ધપાવી હતી. પણ પોતાના દાવાને સમર્થન આપવા માટે તેમણે કોઈ પુરાવા આપ્યા નહોતા.
જમ્મુ-કાશ્મીરમાં ભારત સરકાર પર અતિક્રમણનો આરોપ મૂકવાથી લઈને CAAને ભેદભાવપૂર્ણ ગણાવવા અને અયોધ્યામાં રામમંદિરના નિર્માણ તથા પ્રાણપ્રતિષ્ઠાને ધાર્મિક સ્વતંત્રતા માટે જોખમ ગણાવવા સુધી, મહમૂદે ભારતના અનેક આંતરિક મુદ્દાઓ પર પોતાનું જ્ઞાન આપ્યું છે અને કાયમ પક્ષપાતી જ્ઞાન આપ્યું છે.

તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર ચૂંટણીમાં લાભ મેળવવા માટે 25,000 મદરેસા બંધ કરાવવાનો આરોપ પણ મૂક્યો હતો. જોકે, આ મામલો 2004ના મદરેસા શિક્ષણ અધિનિયમની બંધારણીય માન્યતા અંગે અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદા સાથે જોડાયેલો હતો, જેના પર પાછળથી સુપ્રીમ કોર્ટે પણ વિચાર કર્યો હતો. મહમૂદે પોતાના દાવામાં આ કાનૂની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો નહોતો.
આવી નેતાગીરી હેઠળ USCIRF દ્વારા UAPA હેઠળ આરોપી શરજીલ ઇમામને ધાર્મિક સ્વતંત્રતાનો હિમાયતી ગણાવવો તેના ભારતવિરોધી વલણનું વધુ એક ઉદાહરણ છે. પાકિસ્તાનના સત્તાવાર સ્ટેન્ડ સાથે મળતી આવતી વાતોને સ્થાન આપવું અને ખાલિસ્તાની તથા ઇસ્લામિક કટ્ટરપંથી તત્ત્વોને અનુકૂળ આવે તેવું ચિત્ર રજૂ કરવું– આ બધું દર્શાવે છે કે USCIRFની મૂળ કામગીરી શું અને કેવી છે.
ભારતની સાર્વભૌમત્વ અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે વિરોધી વલણ ધરાવતી આવી સંસ્થાનો તાજો શરજીલ ઇમામ અંગેનો પ્રયાસ તેના અગાઉના ભારતવિરોધી અપપ્રચારની જ વધુ એક કડી છે.


