
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM અને ચંદ્રશેખર આઝાદ રાવણની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) વચ્ચે ગઠબંધનનું એલાન થયું છે. બંને નેતાઓએ ગુરુવારે (12 નવેમ્બર) લખનૌમાં આ ગઠબંધનની જાહેરાત કરી હતી.
આ ગઠબંધનને ‘સામાજિક પરિવર્તન મોરચા’ નામ આપવામાં આવ્યું છે. બંને નેતાઓએ કહ્યું છે કે તેઓ સાથે મળીને ઉત્તર પ્રદેશની તમામ બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડશે. ઓવૈસીનું કહેવું છે કે મુખ્યમંત્રીનો ચહેરો ચંદ્રશેખર રહેશે.
#WATCH | Uttar Pradesh | Azad Samaj Party-Kanshiram President and MP, Chandrashekhar Azad and AIMIM chief Asaduddin Owaisi announce ‘Samajik Parivartan Morcha’ for UP polls Azad Samaj Party-Kanshiram President Chandrashekhar Azad says, "This is not a ‘Third Front’, but a front for social change. It is strong, and it will grow even stronger. As more people from the marginalized, deprived, oppressed, exploited, and downtrodden sections join, this front will become an even more formidable force for those who are oppressed, helpless, and exploited….They promised to eradicate our poverty and helplessness, and to put an end to the oppression, caste-based violence, and atrocities inflicted upon us. But it turned out to be a deception—those who spoke of uplifting us, of bringing us into the mainstream, went on to become MLAs, MPs, Chief Ministers, and even Prime Ministers. Yet, this marginalised community remains exactly where it has always been. The truth is that governments kept changing, announcements kept being made, and even today, the Bahujan community remains deprived of basic amenities…"
— ANI (@ANI) November 12, 2026
ઓવૈસીએ ગઠબંધનની જાહેરાત કરતાં કહ્યું કે અહીં બરાબરી અને ભાગીદારીની વાત થઈ રહી છે. અખિલેશ યાદવ વિશે કહ્યું કે તેમને 90% મુસ્લિમ મતો મળે છે તેમ છતાં તેઓ ભાજપને હરાવી શકતા નથી. પરંતુ હવે તેમનો સામાજિક પરિવર્તન મોરચો ભાજપ અને સંઘને રોકવામાં સફળ થશે. તેમણે કહ્યું કે તેમનું ગઠબંધન ભાજપને ત્રીજી વખત સત્તા મેળવતો રોકવા માટે એક મજબૂત વિકલ્પ પૂરો પાડશે.
બીજી તરફ ચંદ્રશેખર આઝાદ રાવણે પ્રેસ કૉન્ફરન્સમાં વર્તમાન સરકારમાં દલિત અને મુસ્લિમ સમુદાયના માણસોનું ઉત્પીડન થતું હોવાની વાતો કહી દીધી અને ભાજપ પર અનામત ખતમ કરવાનો આરોપ લગાવ્યો. સાથે તેમનો મોરચો 2027માં સત્તા પરિવર્તન કરશે તેવી વાતો પણ કહી દીધી.
રાવણે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીને પણ ગઠબંધનમાં આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે ભાજપને હરાવવા માટે જે કોઈ સાથે આવવા માગે તેમનું સ્વાગત કરવામાં આવશે. વળી એમ પણ કહ્યું કે આ ત્રીજો મોરચો નથી પરંતુ સામાજિક પરિવર્તન માટેનો મજબૂત મોરચો છે અને ભવિષ્યમાં વધુ મજબૂત બનશે.

