
બૉલીવુડ એક્ટર આમિર ખાનના ભાણેજ અને અમેરિકન નાગીર્ક ઈમરાન ખાનને ભારત છોડવાના મામલે બૉમ્બે હાઇકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. નોંધનીય છે કે ઈમરાન ખાન કોકરોચોના પ્રદર્શનમાં હજાર રહ્યો હતો ત્યારબાદ FRROએ ઈમરાનને 28 ઑક્ટોબર સુધીમાં દેશ છોડી દેવા માટે નોટિસ આપી હતી, કારણ કે ઈમરાન ભારતીય નાગરિક નથી. આ નોટિસ સામે ઇમરાન ખાને હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેના આધારે સમયમર્યાદા પૂરી થવાના એક દિવસ પહેલાં જ કોર્ટે કાર્યવાહી પર રોક લગાવી દીધી છે.
શું છે સમગ્ર મામલો?
આ વિવાદની શરૂઆત 10 ઑક્ટોબરના રોજ મુંબઈમાં કોકોરોચોના પ્રદર્શનથી થઈ હતી. ઈમરાન ખાન આ પ્રદર્શનમાં હાજર રહ્યો હતો તેથી પોલીસે તેની અટકાયત કરી હતી. નોંધનીય છે કે ઈમરાન ભારતીય નાગરિક નથી પણ તેની પાસે OCI કાર્ડ છે. જોકે OCI કાર્ડ ધારકોને ભારતીય નાગરિક જેટલા અધિકારો મળતા નથી અને તે પ્રદર્શન પણ કરી શકતો નથી.
આ ઘટના બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાએ રજૂઆત કરી હતી કે ઈમરાન ખાન અમેરિકી નાગરિક હોવા છતાં ભારતમાં રાજકીય વિરોધ પ્રદર્શનમાં સામેલ થયો છે. તેના આધારે FRROએ 14 ઑક્ટોબરે ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ ઈમરાનને 28 ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવાની નોટિસ આપી હતી.
The Bombay High Court has adjourned the hearing on actor Imran Khan’s petition challenging his "Leave India Notice" until Monday, 2 November. The Foreign Regional Registration Office (FRRO) had previously ordered Imran Khan to leave India by 28 October. The Additional Solicitor General (ASG), appearing for the Central Government, gave an oral assurance to the court that no action will be taken against him until the next hearing. (File pic)
— ANI (@ANI) October 27, 2026
ઈમરાનની દલીલો
ઈમરાને બૉમ્બે હાઇકોર્ટમાં દલીલ કરી હતી કે FRROએ ભારત છોડવાનો આદેશ આપતાં પહેલાં તેને પોતાનો પક્ષ રજૂ કરવાની કોઈ તક આપી નથી. નોટિસમાં કયા ચોક્કસ કાયદા કે નિયમનો ભંગ થયો છે તેની સ્પષ્ટતા પણ નથી. તેણે એવી પણ દલીલ કરી કે તે અમેરિકી નાગરિક છે પરંતુ 1985થી (બે વર્ષની ઉંમરથી) ભારતમાં રહે છે અને 2006થી OCI કાર્ડધારક છે.
વિરોધ પ્રદર્શન અંગે વધુમાં તેણે એવું કહી દીધું કે તે તો પ્રદર્શનનો ભાગ જ નહોતો, તે ત્યાં શું ચાલી રહ્યું છે તે જોવા માટે ગયો હતો! એટલે આ આરોપોના આધારે તેની સામે દેશ છોડવા જેવી આકરી કાર્યવાહી ન કરવી જોઈએ.
કોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખીને કોર્ટે હાલ પૂરતી કેન્દ્ર સરકારની નોટિસ પર રોક લગાવી દીધી છે. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં મૌખિક ખાતરી આપવામાં આવી છે કે આગામી સુનાવણી સુધી ઈમરાન સામે કોઈ આકરાં પગલાં લેવામાં નહીં આવે. જોકે, કાયદાકીય પ્રક્રિયા હજુ ચાલુ છે અને આ બાબતે અંતિમ નિર્ણય આવવાનો બાકી છે. હવે આગામી સુનાવણી 2 નવેમ્બરે થશે.

