
દુબઈથી ઇઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ‘ફ્લાયદુબઈ’ની ફ્લાઇટમાં એક ગંભીર દુર્ઘટના ઘટી હતી, પરંતુ ભારતીય અને ગુજરાતી મૂળના પાયલટની બહાદુરી અને સમયસૂચકતાને કારણે વિમાનમાં સવાર તમામ લોકોના જીવ બચી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેમણે દર્શાવેલી હિંમતની આજે દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે અને મોટી હોનારત ટળતાં સહુ કોઈ આ વીર પાયલટને વંદન કરી રહ્યા છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે છરીના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થવા છતાં પાયલટે હિંમત હારી નહીં અને સાહસપૂર્વક કોકપિટનો દરવાજો ખોલી આપ્યો. તેમના આ નિર્ણયને કારણે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ અંદર આવીને હુમલાખોરને પકડી શક્યા, જેનાથી આકાશમાં એક બહુ મોટી ઘટના બનતાં ટળી ગઈ.
My salute to the Indian pilot Captain Smit Machchhar for his extraordinary bravery.
— Benjamin Netanyahu – בנימין נתניהו (@netanyahu) September 30, 2026
Despite being stabbed and seriously injured, he fought back, resisted, opened the cockpit door, and enabled passengers and crew to overpower the attacker — preventing a catastrophic mid-air…
નેતન્યાહુએ વધુમાં ઉમેર્યું કે કેપ્ટન મચ્છરે ઇઝરાયલી નાગરિકો સહિત વિમાનમાં સવાર તમામ 174 લોકોના જીવ બચાવ્યા છે. તેઓ એક સાચા હીરો છે. અંતમાં તેમણે આ બહાદુર પાયલટ ઝડપથી અને પૂરેપૂરા સાજા થઈ જાય તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કેપ્ટન સ્મિત મચ્છરને એક સાચા ‘હીરો’ ગણાવતાં તેમની બહાદુરીના વખાણ કર્યાં છે. તેમણે જણાવ્યું કે પોતાનો જીવ જોખમમાં હોવા છતાં અને ગંભીર ઈજાઓ પહોંચી હોવા છતાં પાયલટે અદ્ભુત હિંમત દાખવીને બીજા લોકોના જીવ બચાવ્યા. તેમની આ સમયસૂચકતા અને સાહસને કારણે વિમાનમાં સવાર સેંકડો લોકો સુરક્ષિત રહ્યા અને એક મોટી હોનારત ટળી ગઈ.
Captain Smit Machchhar is a HERO.
— Narendra Modi (@narendramodi) October 1, 2026
In the face of the gravest danger and despite being seriously injured, he showed immense courage and an unwavering resolve to protect the lives of others.
His valour helped save hundreds of lives and avert a great tragedy.
India is proud of…
PM મોદીએ વધુમાં કહ્યું કે કેપ્ટન મચ્છરની આ વીરતા બદલ આખા ભારત દેશને તેમના પર ભારોભાર ગર્વ છે. અંતમાં તેમણે પાયલટ ઝડપથી સાજા થઈ જાય અને તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તે માટે પ્રાર્થના કરી હતી.
શું હતી સમગ્ર ઘટના
આ ઘટના બુધવારે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં બની હતી, જેમાં કોકપિટની અંદર જ એક પાયલટે બીજા પાયલટ કેપ્ટન સ્મિત મચ્છર પર છરી વડે હુમલો કરી દીધો હતો. હુમલા બાદ વિમાન અચાનક ખૂબ જ ઝડપથી નીચે જવા લાગ્યું હતું, જેના કારણે વિમાનમાં સવાર 174 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ તાળવે ચોંટી ગયા હતા.
ગંભીર રીતે લોહીલુહાણ હોવા છતાં કેપ્ટન મચ્છરે હિમ્મત ન હારી અને અંતિમ ક્ષણોમાં કોકપિટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યા. દરવાજો ખુલતા જ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ કોકપિટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોરને કાબૂમાં લીધો હતો. વિમાનમાં સવાર બે અન્ય પાયલટોએ ફ્લાઇટનું નિયંત્રણ સંભાળ્યું અને વિમાનને તાત્કાલિક સાઉદી અરેબિયાના તબુક તરફ વાળીને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
વિમાનમાં મુસાફરી કરી રહેલા એક ડેન્ટિસ્ટે ઘાયલ પાયલટને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી હતી. સાઉદી અરેબિયાના તાબુકની હોસ્પિટલમાં દાખલ કરાયેલા કેપ્ટન સ્મિત મચ્છરની સ્થિતિ હાલ સ્થિર હોવાનું ભારતીય દૂતાવાસે જણાવ્યું છે. કેપ્ટન મચ્છર અગાઉ ભારતીય એરલાઇન સ્પાઇસજેટમાં લાંબો અનુભવ ધરાવતા હતા અને હાલ ફ્લાયદુબઈ સાથે બોઇંગ 737 વિમાન ઉડાવતા હતા. હાલ આ સમગ્ર ઘટનાનાં ચોક્કસ કારણો જાણવા માટે સત્તાવાર તપાસ ચાલી રહી છે.

