
‘કોકરોચ જનતા પાર્ટી’ના કોકરોચોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને એક મહિલાની આપત્તિજનક ડીપફેક તસવીરો અને વિડીયો બનાવી વાયરલ કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન AI ટૂલ્સનો ઉપયોગ કરીને મહિલાના ચહેરાને પીએમ મોદી સાથે અશ્લીલ રીતે મોર્ફ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પીડિત મહિલાએ દિલ્હી હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા, જેના પર કોર્ટે કડક વલણ અપનાવ્યું છે.
મહિલાની અરજી અનુસાર CJPના સૌરવ દાસ, અભિજીત દીપકે, આશુતોષ રંકા અને રત્ના સિંઘએ જંતર-મંતર પરના પ્રદર્શન દરમિયાન મહિલાની પરવાનગી વગર તેની તસવીરનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ AIની મદદથી આ તસવીરોને મોર્ફ કરીને બેનરો પર છાપવામાં આવી અને જાહેરમાં આપત્તિજનક નારાબાજી કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા તેમજ પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પર પણ વાયરલ કરી દેવાયા હતા.
CJPના કોકરોચોને નોટિસ
દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ ગિરીશ કઠપાલિયાની બેન્ચે આ કેસની સુનાવણી કરતી વખતે ખૂબ જ આકરી ટિપ્પણી કરી હતી. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, “આ કોઈ સામાન્ય બાબત નથી પરંતુ દેશના વડા પ્રધાનના પદ અને ગરિમા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે. જો સંબંધિત પક્ષો આ બાબતે સંવેદનશીલ નથી તો હું ખાતરી કરીશ કે તેઓ સંવેદનશીલ બને.” આ સાથે જ કોર્ટે CJPના તમામ આરોપી કોકરોચોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે.
આ અશ્લીલ સામગ્રી વાયરલ થયા બાદ પીડિત મહિલાને બળાત્કાર, ગેંગરેપ, એસિડ એટેક અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી, જેના કારણે તે પોતાના ઘરમાં કેદ થવા મજબૂર બની હતી. મહિલાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ફરિયાદ છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી. તેથી હવે હાઇકોર્ટે તાત્કાલિક ધોરણે મહિલાને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો આદેશ આપ્યો છે.
વધુમાં દિલ્હી હાઇકોર્ટે Metaને આ તમામ વાંધાજનક અને મોર્ફ કરેલી સામગ્રીને 24 કલાકની અંદર તમામ પ્લેટફોર્મ પરથી તાત્કાલિક હટાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ દિલ્હી પોલીસને પણ આ મામલે અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ અને એક્શન અંગે એક સપ્તાહની અંદર સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે.

