
IIT બૉમ્બેમાં બીજા વર્ષના એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધા બાદ ચાલી રહેલાં પ્રદર્શનો વચ્ચે સંસ્થાએ એક નિવેદન બહાર પાડીને માફી માંગી છે. સંસ્થાએ કહ્યું કે ઘટના કઈ પરિસ્થિતિમાં બની એ તપાસને આધીન છે અને પૂરતી તપાસ પહેલાં તેના વિશે જણાવવું કે નિષ્કર્ષ કાઢવો ઉચિત ન હતો.
વાસ્તવમાં સાહિલ વાકોડે નામના એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધા બાદ IIT બૉમ્બેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે મધ્ય-સત્ર પરીક્ષામાં ચોરી કરતાં પકડાઈ ગયો હતો. જોકે સંસ્થાએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી ન હતી પરંતુ પછીથી તેણે હોસ્ટેલ જઈને ગળેફાંસો ખાઈ લીધો હતો.
We apologise for the statements contained in our earlier communication concerning the circumstances surrounding the unfortunate demise of Sahil.
— IIT Bombay (@iitbombay) September 21, 2026
The details and circumstances leading up to the incident remain subject to investigation by the appropriate authorities. In view of…
પછીથી કૅમ્પસમાં શરૂ થયેલાં પ્રદર્શનો દરમ્યાન વિદ્યાર્થીઓએ પ્રશાસન સમક્ષ 18 મુદ્દાની માંગ મૂકી હતી, જેમાંથી એક માંગ એવી પણ હતી કે અગાઉના નિવેદન બદલ સંસ્થાએ માફી માગવી જોઈએ. તેમણે ચોરી કરતાં વિદ્યાર્થી પકડાઈ ગયો હતો એ જાણકારી આપવાને વિદ્યાર્થીનું ‘અપમાન’ ગણાવ્યું હતું.
IIT બૉમ્બેએ નિવેદનમાં કહ્યું, ‘અમે અગાઉ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં સહિતના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ સંબંધિત પરિસ્થિતિઓ વિશે જણાવવામાં આવેલી વાતો માટે માફી માગીએ છે. ઘટના પહેલાં શું થયું હતું અને કઈ પરિસ્થિતિમાં ઘટના બની એ તમામ બાબતો તપાસને આધીન છે. તપાસ ચાલી રહી હોવાના કારણે યોગ્ય પ્રક્રિયા બાદ તથ્યોની પુષ્ટિ થયા પહેલાં ઘટના સંબંધિત પરિસ્થિતિઓ વિશે જાણ કરવી કે નિષ્કર્ષ કાઢવો ઉચિત ન હતો.’
જોકે સંસ્થાએ એ પણ જણાવ્યું છે કે IIT બૉમ્બેના ડાયરેક્ટર શિરીષ કેદારેએ રાજીનામું આપ્યું નથી અને આવા મીડિયા અહેવાલોમાં અને સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવાઓમાં કોઈ હકીકત નથી.
પ્રોફેસર સામે પણ કાર્યવાહી
SOCIAL JUSTICE! pic.twitter.com/2A7ijVffZL
— Rahul Shivshankar (@RShivshankar) September 21, 2026
જે પ્રોફેસરે સાહિલને ચોરી કરતાં પકડ્યો હતો તેમની વિરુદ્ધ સાહિલના માતા-પિતાની ફરિયાદ પર એક FIR દાખલ કરવામાં આવી છે, જેમાં હેરાનગતિ અને દુષ્પ્રેરણાના આરોપ લગાવવામાં આવ્યા છે. FIRમાં એસસી/એસટી એક્ટની કલમો લગાડવામાં આવી છે.
બીજી તરફ IIT બૉમ્બેએ પ્રોફેસર સત્યનારાયણ દૂલાની ડિનશીપ સસ્પેન્ડ કરી દીધી છે. પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ પણ વિદ્યાર્થીઓએ કરી હતી.
આ માંગને લઈને રવિવારે (20 સપ્ટેમ્બર) રાત્રે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ અને પ્રશાસન વચ્ચે ત્રણ કલાક બેઠક યોજાઈ હતી અને ત્યારબાદ ડાયરેક્ટરે હસ્તાક્ષર કર્યા હતા.

