
રાજસ્થાનના જયપુર જિલ્લામાં આવેલા રામપુરા કંવરપુરા ગામમાં 21 ઑગસ્ટે એક સરકારી શાળા તરફ જઈ રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ના વંદાઓનો સ્થાનિક ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો અને કોકરોચોને ધક્કા મારીને ગામની બહાર કાઢી મૂક્યા હતા. આ ટીમમાં સીજેપીનો સહ-સંયોજક આશુતોષ રાંકા પણ સામેલ હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે તણાવનો માહોલ સર્જાયો છે.
સ્થાનિ કગ્રામજનોનો આક્ષેપ છે કે CJPના કાર્યકર્તાઓ ગામમાં શાળાના વિકાસ કે સુધારાના બહાને આવ્યા હતા, પરંતુ તેમનો સાચો હેતુ માત્ર પોતાનું રાજકારણ ચમકાવવાનો અને દેશવિરોધી એજન્ડા આગળ વધારવાનો હતો. ગ્રામજનોના મતે આ પક્ષ શાળાના બહાને ગામમાં પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
વંદાઓ 200-250નું ટોળું લઈને ઘૂસ્યા હોવાનો આરોપ
ઘટના અંગે વિગતો આપતાં સ્થાનિક ગ્રામજન જુગલ કિશોર શર્માએ જણાવ્યું હતું કે સીજેપીના લોકો 200થી 250 જેટલા સમર્થકોને સાથે લઈને ગામમાં ઘૂસ્યા હતા. ગામના લોકોએ તેમની સાથે કોઈ હિંસા કે મારપીટ કરી નથી, પરંતુ તેમને ખૂબ શાંતિથી અને પ્રેમથી સમજાવીને પાછા જવાનું કહ્યું હતું.
#WATCH | Rajasthan: A Cockroach Janta Party (CJP) team, which was visiting a government school in Rampura Kanwarpura in Jaipur district, attacked by the people. The team alleges that they were attacked by BJP's people at the spot.
— ANI (@ANI) August 21, 2026
A villager, Jugal Kishore Sharma, says, "We did… pic.twitter.com/gFrj9cUQEb
ગ્રામજનોએ એવો દાવો પણ કર્યો છે કે CJPના સમર્થકો પોતાની સાથે હથિયારો લઈને આવ્યા હતા અને તેમની સાથે આવેલી મહિલાઓએ ગામના લોકો સાથે અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું. વધુમાં, ગામના લોકોને ખોટા કેસમાં ફસાવવા માટે સીજેપીના કાર્યકર્તાઓએ પોતાની ગાડીઓના કાચ પોતે જ લાકડીઓ મારીને તોડી નાખ્યા હતા.
‘દિલ્હીમાં લગાવતા દેશવિરોધી નારાઓ’: ગ્રામજનો
બીજા એક ગ્રામજન લાલ ચંદ શર્માએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, “અમે દિલ્હીમાં પણ આ લોકોનાં વિરોધ પ્રદર્શનો જોયાં છે, જ્યાં દેશવિરોધી નારા લગાવવામાં આવતા હતા. જે લોકો દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય અને દેશ સામે નારા લગાવે, તેમને અમે અમારા ગામમાં ક્યારેય ઘૂસવા નહીં દઈએ.”
શાળાના નવીનીકરણ અંગે સ્પષ્ટતા કરતા ગ્રામજનોએ ઉમેર્યું કે સીજેપીના લોકો જે શાળાને સુધારવાનો દાવો કરી રહ્યા છે, તેના માટે સ્થાનિક ધારાસભ્ય દ્વારા પહેલેથી જ ₹12 લાખનું ફંડ મંજૂર કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ શાળાનું કામ ધારાતલ પર શરૂ થઈ જશે, તેથી સીજેપીને આમાં કોઈ નાટક કરવાની જરૂર નથી.
ગ્રામજનોનો આરોપ છે કે આ પાર્ટીને બહારથી ફંડિંગ મળે છે અને તેઓ દેશ સાથે ગદ્દારી કરનારા તત્વો છે. ભારત દેશ અને પોતાના ગામના હિત સામે રમનારા આવા કોઈ પણ દેશવિરોધી સંગઠનને ગામમાં એન્ટ્રી નહીં મળે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભાજપ અને કોંગ્રેસ સિવાય ગામમાં બીજી કોઈ પણ રાજકીય પાર્ટીને એન્ટ્રી નહીં આપવામાં આવે.

