હોમપેજક્રાઈમરાજકોટના અફઝલે હિંદુ પરિણીતાને ફસાવી, ધર્માંતરણ માટે કર્યું દબાણ: પીડિતાએ આપઘાતનો પ્રયાસ...

રાજકોટના અફઝલે હિંદુ પરિણીતાને ફસાવી, ધર્માંતરણ માટે કર્યું દબાણ: પીડિતાએ આપઘાતનો પ્રયાસ કરતાં ઘટસ્ફોટ; અનિશા નામની મહિલા સામે પણ આરોપ

કેસમાં અનિશા નામની એક મુસ્લિમ મહિલાની પણ સંડોવણી, પીડિતાએ કહ્યું– તે પણ દબાણ કરતી હતી. હાલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

- Advertisement -

રાજકોટમાં મુસ્લિમ યુવકે હિંદુ પરિણીતાને સોશિયલ મીડિયાના માધ્યમથી ફસાવી, દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે દબાણ કરવાનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. આરોપીની ઓળખ અફઝલ સીદા તરીકે થઈ છે. તેના સતત બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસથી કંટાળીને પરિણીતાએ એસિડ પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવારની સૂચકતાના કારણે જીવ બચાવી લેવાયો હતો. ત્યારબાદ પીડિતાએ કૅમેરા સામે આવીને આપવીતી જણાવી હતી. આ મામલે મહિલાની ફરિયાદ પર પોલીસે FIR દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે.

પીડિત હિંદુ પરિણીતાનું કહેવું છે કે આશરે એક વર્ષ પહેલાં તે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અફઝલ સીદા નામના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી હતી. જેમાં તેની એક મિત્ર અનિશા કાશ્મીએ ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે. અનિશા અફઝલને ઓળખતી હતી અને તેણે જ હિંદુ મહિલાનો પરિચય અફઝલ સાથે કરાવ્યો હતો. પીડિત મહિલાનું કહેવું છે કે અફઝલે શરૂઆતમાં પોતાની સાચી ઓળખ જણાવી ન હતી અને 2 મહિના પછી હકીકત જાણવા મળી. ત્યારબાદ પીડિતાએ સંબંધ તોડી નાખવા માટે પ્રયાસ કર્યો પરંતુ અફઝલ અને અનિશાએ દબાણ શરૂ કરી દીધું હતું.

હિંદુ મહિલાનો આરોપ છે કે અનિશા તેને સમજાવીને મોરબીના એક ઉર્સમાં (દરગાહનો મેળો) અને ત્યારબાદ એક દરગાહ પર પણ લઈ ગઈ હતી. અહીં તેને કાળો દોરો બાંધવામાં આવ્યો અને કશુંક શંકાસ્પદ પાણી પણ પીવડાવવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિતાનું કહેવું છે કે ત્યારબાદ અફઝલ તેને ઈસ્લામ અંગીકાર કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો અને ધાકધમકીઓ પણ આપતો. સાથે અનિશા પણ પરિણીતાનું લગ્નજીવન તોડવા અને અફઝલ સાથે ભાગી જવા માટે સતત દબાણ કરતી હતી.

- Advertisement -

હિંદુ પરિણીતાએ જણાવ્યું કે એક વખત અનિશા તેને ગોંડલ રોડ પર આવેલી એક હોટેલમાં માત્ર બેસવા જવાના બહાને લઈ ગઈ હતી. અહીં અફઝલ પણ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ અનિશાએ પરિણીતાને અફઝલ સાથે રૂમમાં મોકલી દીધી હતી, જ્યાં અફઝલે પીડિતાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપ છે કે આ દરમિયાન અફઝલે પરિણીતાના વાંધાજનક ફોટા અને પણ વિડીયો ઉતારી લીધા હતા.

હિંદુ પરિણીતાનું કહેવું છે કે તેણે જ્યારે અફઝલ સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો નિર્ણય કર્યો ત્યારે આરોપીએ આ અંગત ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની અને પરિવારને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ શરૂ કરી દીધું હતું. આરોપી સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પણ ધમકીઓ આપતો હતો અને ઇસ્લામ અપનાવી ઘરે આવી જવા દબાણ કરતો હતો, જેના કારણે પરિણીતાનું કહેવું છે કે તે ભારે માનસિક તણાવમાં સરી પડી હતી.

પીડિતાએ આપઘાતનો પ્રયાસ કરતા થયો ઘટસ્ફોટ

ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે પરિણીતાએ પોતાના ઘરે એસિડ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેના પતિની નજર પડતાં જ તેણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી જીવ બચાવી લીધો હતો. આ ઘટના બાદ પરિવારના સહકારથી પીડિતાએ સામે આવીને ન્યાયની માંગ કરી છે અને જણાવ્યું છે કે અફઝલ અગાઉ પણ અન્ય 4 હિંદુ છોકરીઓને આ જ રીતે ફસાવી ચૂક્યો છે.

રાજકોટ પોલીસે આ મામલે અફઝલ સીદા વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. તેની વિરુદ્ધ અગાઉ પણ અમુક ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ સુસંગત ધારાઓ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં