હોમપેજગુજરાતહિંદુ બાળકનું અપહરણ કરી પેન્ટ ઉતાર્યું, પિતા સમજાવવા જતાં આદિમ-રેહાન સહિતનાઓએ કર્યો...

હિંદુ બાળકનું અપહરણ કરી પેન્ટ ઉતાર્યું, પિતા સમજાવવા જતાં આદિમ-રેહાન સહિતનાઓએ કર્યો હુમલો: POCSO હેઠળ ગુનો દાખલ- છોટાઉદેપુરની ઘટના

પોલીસે આદિમ કુરેશી, રેહાન કુરેશી અને તૌકીર વિરુદ્ધ BNSની કલમ 137(2), 115(2), 351(3), 296(b), 54 અને પોક્સો (POCSO) એક્ટની કલમ 12 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

- Advertisement -

છોટાઉદેપુરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે એક હિંદુ પરિવારે કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે આદિમ કુરેશી નામનો શખ્સ તેમના નાના પુત્રનું અપહરણ કરી નદી કિનારે લઈ ગયો હતો અને ત્યાં તેણે બાળકનું પેન્ટ પણ ઉતારી દીધું હતું. જે બાદ કહેવાયું છે કે ફરિયાદી આદિમને સમજાવવા જતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં બે સામસામે FIR નોંધવામાં આવી છે. એક હિંદુ પરિવાર દ્વારા નોંધાઈ છે તો બીજી તરફ આદિમ કુરેશીએ પણ મારામારીની ફરિયાદ નોંધાવી છે.

ભોગ બનનાર 7 વર્ષનાં બાળકના પિતાએ કવાંટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી, જેના આધારે પોલીસે POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને FIR નોંધી છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. ફરિયાદ અનુસાર છેલ્લા ત્રણ-ચાર દિવસથી ફરિયાદીનો નાનો દીકરો ઘરમાં ગભરાયેલો રહેતો હતો, જેના કારણે તેના પિતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. બાળકે પિતાને આપવીતી જણાવી હતી.

‘આદિમ કુરેશીએ અપહરણ કરી પેન્ટ ઉતાર્યું’

ફરિયાદમાં આગળ કહેવાયું છે કે ફરિયાદીનો નાનો દીકરો ટ્યુશન પતાવીને ઘરે આવી રહ્યો હતો તો વચ્ચે રસ્તામાં આદિમે તેને અટકાવ્યો અને બળજબરીથી તેને સ્કૂટી પર બેસાડીને નદી બાજુ લઈ ગયો. આરોપ છે કે આદિમે બાળકનું પેન્ટ ઉતાર્યું હતું. બાદમાં જેમ-તેમ બાળક ઘરે આવ્યું હતું અને ગભરાયેલું રહેવા લાગ્યું હતું. બાદમાં પિતાએ પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. ત્યારબાદ ફરિયાદીના મોટા પુત્રએ પણ જણાવ્યું હતું કે આદિમ નામનો શખ્સ તેને પણ હેરાન કરી રહ્યો છે અને અશ્લીલ ટિપ્પણી કરી રહ્યો છે.

આ ઘટનાને લઈને ફરિયાદી આદિમને સમજાવવા માટે તેની કટલેરીની લારી પર ગયા હતા. ત્યાં પહોંચીને તેમણે ‘મારા છોકરાઓ સાથે આવું કેમ કરે છે’ કહેતા આરોપી ઉશ્કેરાય ગયો હતો. આરોપ છે કે ત્યારબાદ આદિમ કુરેશી, રેહાન કુરેશી અને તૌકીરે ભેગા મળીને મારામારી કરી હતી. બીજી તરફ ફરિયાદીનો ભાણો પણ ઘટનાસ્થળે આવી પહોંચતા બંને પક્ષો દ્વારા મારામારી વણસી હતી, જેમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે.

આ મામલે બાદમાં સમાધાનનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જોકે તે નિષ્ફળ જતાં બંનેએ સામસામે ફરિયાદ નોંધાવી છે.

‘સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો કર્યો પ્રયાસ’- પરિવાર

ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં પીડિત બાળકના પરિવારે આરોપ લગાવ્યો હતો કે આદિમ કુરેશી તેમનાં બાળકને લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે એવું કશું થયું નથી, પણ તે વારંવાર બાળકોને હેરાન કરતો હતો. પીડિત પરિવારે એવું પણ કહ્યું છે કે મુસ્લિમ પક્ષની ફરિયાદ બાદ તરત જ બાળકના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી મુસ્લિમ આરોપીઓની ધરપકડ થઈ શકી નથી. 

- Advertisement -

આ મામલે પોલીસે આદિમ કુરેશી, રેહાન કુરેશી અને તૌકીર વિરુદ્ધ BNSની કલમ 137(2), 115(2), 351(3), 296(b), 54 અને પોક્સો (POCSO) એક્ટની કલમ 12 તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. જોકે, સામે પક્ષેથી પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને FIR પણ નોંધી દેવાઈ છે. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં