
ઝારખંડના હજારીબાગમાં સરસ્વતી પૂજાની વિસર્જન યાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉપદ્રવીઓએ યાત્રા પર પથ્થરમારો કર્યો, જેનાથી અફરાતફરી મચી ગઈ. સ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસકર્મી સહિત અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી છે અને વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે.
માહિતી અનુસાર શનિવારે (24 જાન્યુઆરી 2026) રાત્રે મોડે કેરેડારી પ્રખંડ અંતર્ગત બેલ્તુ ગામમાં માતા સરસ્વતીની પ્રતિમાનાં વિસર્જન માટે યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે અચાનક ઇસ્લામી કટ્ટરપંથીઓએ યાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો. બચાવ કરવા માટે યાત્રામાં સામેલ કેટલાક લોકોએ પણ જવાબી પથ્થરમારો કર્યો.
हजारीबाग : सरस्वती पूजा विसर्जन जुलूस के दौरान दो समुदाय के बीच झड़प, झड़प के दौरान दोनों ओर से जमकर पत्थरबाजी, कई लोगों के घायल होने की खबर | pic.twitter.com/BfESeCBlmc
— News18 Jharkhand (@News18Jharkhand) January 24, 2026
કહેવામાં આવી રહ્યું છે કે વિસર્જન યાત્રા દરમિયાન ભડકાઉ ગીત વગાડવાથી વિવાદ શરૂ થયો હતો. પથ્થરમારાની ઘટનામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થિતિને જોતાં વધારાનું સુરક્ષાદળ તહેનાત કરવામાં આવ્યું છે. પોલીસ પ્રશાસને સ્થિતિ નિયંત્રણમાં લઈ લીધી છે.
હજારીબાગ પોલીસ અધિક્ષક અંજની અંજનએ જણાવ્યું કે બે સમુદાયો વચ્ચે ઝઘડો થયો છે. જિલ્લા પ્રશાસન ઘટના પર નજર રાખી રહ્યું છે અને આ ઘટનામાં જે પણ દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે.

