
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં હિંદુ વિદ્યાર્થીની છરાના ઘા ઝીંકીને હત્યા કરનારા મુસ્લિમ સગીરે જામીન માટે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં અરજી દાખલ કરી હતી. જોકે, બોર્ડે આરોપી મુસ્લિમ સગીરને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. આરોપીની જામીન અરજીનો સરકારે વિરોધ કર્યો હતો અને દલીલ પણ કરી હતી કે આરોપી એસ્કોબાર નામના કુખ્યાત ગુનેગારને પોતાનો આદર્શ માને છે.
જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ સામાન્ય રીતે સગીરોને કાઉન્સેલિંગ બાદ જામીન આપવા પર વિચાર કરવામાં આવે છે. જોકે, આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એકે તિવારીએ ગુનાની ગંભીરતા અને આરોપીના મનોવૈજ્ઞાનિક સ્વરૂપનો હવાલો આપીને જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તિવારીએ દલીલ કરી હતી કે આરોપી શાળામાં હથિયાર લઈને ગયો હતો, જેનાથી પૂર્વનિયોજિત કાવતરાનો સંકેત મળે છે.
વધુમાં તેમણે મુસ્લિમ સગીરની માનસિકતા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, આરોપી પોતાને ‘એસ્કોબાર’ કહેતો હતો, એસ્કોબાર એક કુખ્યાત ગુનેગાર હતો. પોતાના શાળાના પુસ્તકોમાં પણ આરોપી એસ્કોબારનો ઉલ્લેખ કરતો હતો. તેમણે આગળ દલીલ આપી કે જામીન આપવાથી અન્ય બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે
એકે તિવારીએ આ ઘટના પર આરોપીના વાલીની ગુનાહિત બેદરકારી પણ છતી કરી હતી. બંને પક્ષોની દલીલોની સમીક્ષા કર્યા બાદ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપાલ મેજિસ્ટ્રેટ એમવી પંડ્યાએ સગીર મુસ્લિમ આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી અને જામીન નામંજૂર કર્યા હતા.

