નવરાત્રિના પ્રથમ દિવસથી દેશમાં બચત-ઉત્સવ, 22 સપ્ટેમ્બરના સૂર્યોદય સાથે લાગુ થશે GST રિફોર્મ: રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ મોદી

રવિવારે (21 સપ્ટેમ્બર) સાંજે 5 કલાકે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. જેમાં તેમણે દેશવાસીઓને પવિત્ર નવરાત્રિના પર્વને લઈને શુભકામનાઓ આપી. આ સાથે જ તેમણે GST રિફોર્મ વિશે પણ વાત કરી. 

તેમણે કહ્યું કે નવરાત્રિના પ્રથમ દિવસથી દેશ આત્મનિર્ભર ભારત તરફ મોટું પગલું ભરવા જઈ રહ્યો છે, 22 સપ્ટેમ્બરના સૂર્યોદય સાથે જ દેશમાં નેક્સ્ટ જનરેશન GST રિફોર્મ લાગુ થઈ જશે. પીએમ મોદીએ આ GST રિફોર્મને ‘બચત મહોત્સવ’ ગણાવ્યો છે. 

પીએમ મોદીએ આગળ કહ્યું છે કે, બચત મહોત્સવથી દરેક દેશવાસીના પૈસા બચશે. નવરાત્રિના પ્રથમ દિવસથી દરેક ઘરમાં ખુશીઓ વધશે અને મીઠાઈઓ પણ વહેંચાશે. તેમણે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોના કારણે આ GST રિફોર્મ સંભવ બની શક્યો છે. તેમણે GST પહેલાંની દેશની સ્થિતિ વિશે પણ વાત કરી હતી. 

તેમણે કહ્યું કે પહેલાં અનેક પ્રકારના ટેક્સ લેવામાં આવતા હતા અને ટેક્સનું માળખું પણ ખૂબ ગૂંચવણભર્યું હતું. GST આવ્યા બાદ આ તમામ ગૂંચવણો દૂર થઈ છે.