‘જમ્મુ, પઠાણકોણ અને ઉધમપુર પર પાકિસ્તાને ડ્રોન-મિસાઈલથી હુમલા કરવાનો કર્યો પ્રયાસ, તમામ નિષ્ફળ બનાવાયા’: રક્ષા મંત્રાલયે કહ્યું– નાગરિકોની રક્ષા માટે અમે સંપૂર્ણ સજ્જ

પાકિસ્તાનની નાપાક હરકત પર હવે રક્ષા મંત્રાલયનું નિવેદન પણ સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, રક્ષા મંત્રાલયે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા વિશે માહિતી આપી છે. મંત્રાલય તરફથી કહેવાયું છે કે, જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની મૂળના ડ્રોન અને મિસાઈલોથી જમ્મુ, પઠાણકોટ અને ઉધમપુરમાં સૈન્ય સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

આ સાથે જ કહેવાયું છે કે, ત્યાં સ્થાપિત સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર્સ (SOPs) અનુસાર, ગતિશીલ અને બિન-ગતિ ક્ષમતાઓનો ઉપયોગ કરીને જોખમને તરત જ બેઅસર કરી દેવામાં આવ્યું હતું. હાલ સ્થળો પર કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ નોંધાઈ ન હોવાનું સામે આવ્યું છે.

વધુમાં મંત્રાલયે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, ભારત પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા અને દેશનાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.