Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટન વંદે માતરમ માટે શ્રદ્ધા, ન ભારતીય સેનાને સલામી: સવાલ પૂછવા પર...

    ન વંદે માતરમ માટે શ્રદ્ધા, ન ભારતીય સેનાને સલામી: સવાલ પૂછવા પર આમિર ખાનની ટીમે રિપોર્ટરને આપી ધમકી

    આ ફિલ્મી કલાકારોનું કેટલું સન્માન છે હિંદુસ્તાનમાં, પરંતુ તેઓ તેનો વારંવાર ફાયદો ઉઠાવે છે.

    - Advertisement -

    એક અભિનેતા તરીકે આમિર ખાન મને હંમેશા પસંદ આવ્યા છે. તેમની સારી-નરસી, હિટ-ફ્લૉપ કદાચ જ એવી કોઈ ફિલ્મ હશે જેને મેં ન જોઈ હોય. પરંતુ ગત રવિવારે અમિતાભ બચ્ચનના શૉ કૌન બનેગા કરોડપતિમાં આમિર ખાનની કેટલીક હરકતોથી હું અચંબિત રહી ગયો.

    કેબીસીના પહેલા શૉમાં આમિર ખાન ઉપરાંત કારગિલ યુદ્ધના યોદ્ધા મેજર ડીપી સિંહ અને સેના પદક મેળવનાર પહેલા મહિલા અધિકારી કર્નલ મિતાલી મધુમિતા પણ આવ્યાં હતાં. થયું એવું કે કર્નલ મિતાલી મધુમિતાના શૌર્ય પર વંદે માતરમના નારા લાગ્યા અને તમામ લોકોએ હાથ ઉઠાવીને વંદે માતરમ કહ્યું. 

    તે સમયે સ્વયં અમિતાભ બચ્ચને વંદે માતરમ કહેતા ઘણીવાર હાથ ઉઠાવ્યો, પરંતુ આમિર ખાન હાથ લટકાવતા બેસી રહ્યા. વંદે માતરમ પણ ન બોલ્યા. માત્ર એક વખત ‘માતરમ’ કહ્યું અને એ પણ હસતાં-હસતાં. વાત માત્ર આટલી જ ન હતી. 

    - Advertisement -

    સેનાના સન્માનમાં બધાએ ઉભા થઈને સલામી પણ આપી હતી. અમિતાભ બચ્ચન, મેજર ડીપી સિંહ સહિતના તમામ લોકો સલામીની મુદ્રામાં હતા, પરંતુ આમિર ખાનનો હાથ ઉપરની તરફ ઉઠ્યો જ નહીં. તેઓ આમ જ બધું જોતા રહ્યા. તો આને આપણે શું માનીએ, આમિરના મનમાં દેશની સેના પ્રત્યે સન્માન નથી કે તેઓ લાપરવાહ છે કે પછી કટ્ટર મુસલમાન છે જેઓ માને છે કે હાથ ઉઠાવીને વંદે માતરમ કહેવા અને દેશને સલામી આપવાથી તેમના ઇસ્લામ સામે જોખમ ઉભું થશે. 

    અહીં સ્પષ્ટતા કરવી જરૂરી છે કે આમિર ખાને જે હરકત કરી તે કાયદા વિરુદ્ધ નથી. વંદે માતરમ તમે કોઈ પણને બળજબરીથી કહેવડાવી શકતા નથી કે ન સલામી ન આપીને તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો છે. પરંતુ સંવેદના કે ભાવના નામની પણ કોઈ ચીજ હોય છે. ખાસ કરીને આમિર માટે કારણ કે તેઓ અભિનેતા છે અને ફિલ્મોમાં ભાવનાઓ જ સૌથી વધુ વેચવામાં આવે છે. 

    ફિલ્મ પીકેએ લાખ વિરોધ છતાં જો કરોડોની કમાણી કરી તો તેની પાછળ કારણ એ છે કે ફિલ્મે અનેક વખત ભાવનાઓ સ્પર્શી હતી. ક્યારેક હાસ્ય હતું તો ક્યારેક ફિલ્મ જોતાં આંખ પણ ભીની થઇ હતી. આમિર તો આવી ભાવનાઓના માહિર ખેલાડી છે. તો પછી તેમણે દેશવાસીઓની ભાવના સાથે ખિલવાડ કેમ કરી? તેમનાથી આ ચૂક કેમ થઇ? આ તેમની ચૂક છે કે પછી બેદરકારી કે પછી જાણીજોઈને કરવામાં આવેલ હરકત. નિર્ણય આમિરે કરવાનો છે. 

    આ દ્રશ્યનો વિડીયો લાઈન મેં મારા એન્ટરટેનમેન્ટ રિપોર્ટર સૌરભ શર્માને મોકલ્યો હતો. દિલ્હીમાં કાલે આમિર ખાનની પ્રેસ કોન્ફરન્સ હતી. અમારા રિપોર્ટરે આમિરને આ પ્રશ્ન પૂછ્યો તો તેઓ આમતેમ જોવા માંડ્યા. પહેલાં તો તેમણે કહ્યું કે તેઓ સોશિયલ મીડિયા પર નથી તેથી તેમણે આ વિડીયો જોયો નથી. અમારા રિપોર્ટરે કહ્યું, “આ વિડીયો વાયરલ નથી, મારી પાસે છે.”

    ત્યારે આમિરે કહ્યું, “ઓહ અચ્છા. મને યાદ નથી કે તે એપિસોડમાં સલામીનું પણ કોઈ દ્રશ્ય હતું. મેં પણ કર્યું હશે. મને યાદ નથી, સૉરી. વંદે માતરમ પર મેં પણ સલામી આપી હતી. બની શકે કે જ્યારે હું સલામી આપતો હતો ત્યારે કેમેરાનું ફોકસ મારી તરફ ન હોય.”

    મારા રિપોર્ટરે કહ્યું કે જો તેઓ પરવાનગી આપે તો તેઓ વિડીયો તેમની પાસે જઈને બતાવી શકે છે. પ્રેસ કોન્ફરન્સ પૂરી થઇ પછી આમિર ખાનની પીઆર ટીમનો એક સભ્ય અમારા રિપોર્ટરને જ ધમકાવવા માંડ્યો અને કહ્યું કે આ પ્રશ્ન હટાવી દો. ખેર, અમારા રિપોર્ટરે પણ તેને જવાબ આપ્યો. 

    આમિર ખાનને હું સજગ વ્યક્તિ માનું છું. સારી ફિલ્મો આપવા ઉપરાંત તેમણે સત્યમેવ જયતે જેવા મેગા શૉ કર્યા છે, જેણે સમાજ પર અસર કરી છે. જ્યારે તેઓ ભગવાન શિવ પર દૂધ ચડાવવાની જગ્યાએ 20 રૂપિયાનું દૂધ ગરીબ બાળકોને આપવાની વાત કરે છે ત્યારે હું સહમત હોઉં છું, પરંતુ વંદે માતરમ પર મૌન અને દેશના નામે એક સલામી આપવા માટે તેમનો હાથ ન ઉઠ્યો, આને હું એક યોગાનુયોગ કઈ રીતે માની લઉં?

    આમિર આમ પણ 2015માં તેમની પત્નીને દેશમાં રહેવાનો ડર લાગે છે કહીને હિંદુત્વવાદીઓના નિશાન પર છે. હમણાં લાલ સિંઘ ચઢ્ઢામાં પણ એક આતંકવાદીને બચાવીને તેની સારવાર કરવાના દ્રશ્યને લઈને તેઓ ફરી એકવાર લોકોના નિશાને આવવાના છે. 

    શાહરૂખ ખાન હોય, આમિર ખાન હોય કે સલમાન ખાન. સાચી વાત એ છે કે આ ત્રણેયમાં હું આમિરને સારા વ્યક્તિ સમજતો હતો, પરંતુ સત્ય એ છે કે આ ત્રણેય બદમાશ છે. બહારથી કેટલા પણ જન-જનના હીરો બને, પરંતુ અંદરથી તેઓ કટ્ટર મુસલમાન જ છે. 

    યાદ કરો શાહરૂખ ખાન અને ફરા ખાનની ફિલ્મ ‘ૐ શાંતિ ૐ’નું એ દ્રશ્ય જેમાં એક ફિલ્મનું પ્રીમિયર હોય છે અને જેમાં દેશભરકતીની ફિલ્મ બનાવનાર મનોજ કુમાર જાય છે. ગાર્ડ તેમની પાસે આઈકાર્ડ માંગે છે અને આઈકાર્ડમાં જે તસ્વીર હોય છે તે હાથથી સંતાડી રાખેલી હોય છે. ગાર્ડ મનોજ કુમારને દંડ મારીને ભગાડી દે છે. 

    મનોજ કુમારની અદાકારીનું એક રૂપ એ પણ હતું કે હંમેશા તેઓ પોતાના ચહેરા પર હાથ રાખી લેતા હતા, પરંતુ શાહરૂખ-ફરાએ તેની બહુ ખરાબ રીતે મજાક ઉડાવી. હવે આ દ્રશ્યના માધ્યમથી શાહરૂખ-ફરા શું સાબિત કરવા માંગતા હતા? મનોજ કુમાર, જેને લોકો ભારત કુમાર કહીને સંબોધતા હતા, તેમના માટે આટલું અપમાનજનક દ્રશ્ય રાખવા પાછળ શું માનસિકતા હતી? શું મનોજ કુમારનું દેશભક્ત હોવું અને દેશભક્તિપૂર્ણ ફિલ્મ બનાવવી તેમને પસંદ નહીં આવ્યું?

    સલમાન ખાનન જ લઇ લો, દર વર્ષે તેમની ગણપતિ પૂજાની તસવીરો આવે છે, પરંતુ જ્યારે કાળા હરણ શિકાર મામલે ફસાયા ત્યારે પોલીસ હિરાસતમાં ગોળ ટોપી પહેરીને ગયા હતા. સંદેશ આપ્યો કે મુસલમાન હોવાના કારણે કાયદો પ્રતાડિત કરી રહ્યો છે. તેમનાથી પણ આગળ સંજય દત્ત હતા, જેમણે સમાજવાદી પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કરતા એક વિલક્ષણ વાત કહી હતી, “હું જેલમાં બંધ હતો ત્યાં લોકો મને મારતા હતા, કારણ કે મારી મા એક મુસલમાન હતી.”

    હવે આવી વાહિયાત વાત પર કોઈ પણ માથું પછાડવા માંડશે. આ ફિલ્મી કલાકારોનું કેટલું સન્માન છે હિંદુસ્તાનમાં, પરંતુ તેઓ તેનો વારંવાર ફાયદો ઉઠાવે છે. મારી પત્ની સલમાન ખાનની ફેન છે. દેશનાં જાણીતાં એન્કર શ્વેતા સિંહ પણ સલમાન ખાનનાં ફેન છે અને અંજના ઓમ કશ્યપ પણ શાહરૂખ ખાનનાં ફેન છે. હું સ્વયં આ ત્રણેયની તમામ ફિલ્મોનો પ્રશંસક છું.

    આમિર ખાનની ફિલ્મ ‘ફના’ જોઈને એક આતંકવાદીની પ્રેમ કહાનીને કબૂલ કરનાર કે ‘ચક દે ઇન્ડિયા’માં હૉકી કોચ કબીર ખાન (શાહરૂખ ખાન) સાથે એક થનાર હિંદુસ્તાની ફિલ્મપ્રેમીઓ જ છે. આજે હું આ પોસ્ટ ભારે મનથી લખી રહ્યો છું કારણ કે હું રાજનીતિક કે હિંદુ-મુસ્લિમ પોસ્ટ લખવાથી દૂર રાહુ છું. મારા મિત્રો હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી પણ છે. 

    મારા ગામમાં મુસ્લિમોની સારી એવી વસ્તી છે અને મારુ ગામ હળીમળીને રહે છે. ગામ પર તો હું ક્યારેય મજહબી આંચ આવવા પણ નહીં દઉં. હું એ સિદ્ધાર્થનગર જિલ્લાનો રહેવાસી છું, જ્યાં સામસામે બે ગામ છે. એક અલ્લાપુર અને બીજું ભગવાનપુર. ભગવાનપુરમાં કોઈ હિંદુ નથી અને અલ્લાપુરમાં કોઈ મુસલમાન નથી. 

    આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાનની સમય-સમય પર વાહિયાત હરકતો જોઉં છું તો મહેસૂસ થાય છે કે તેઓ તેમના મુસ્લિમ સમાજના પણ દુશમન છે. સમાજને કોઈ શિખામણ નથી આપતા કે કોઈ ઉદાહરણ પ્રસ્તુત નથી કરતા તેમજ કટ્ટરતાનો પણ વિરોધ નથી કરતા. લગ્ન હિંદુ મહિલા સાથે કરે છે, પરંતુ સન્માન કોઈ પણ ધર્મનું નથી કરતા. 

    (સમાચાર માટે સાભાર: વિકાસ મિશ્રા. 10 વર્ષ આજતકમાં રહ્યા બાદ તેમણે નવી ઇનિંગની શરૂઆત ન્યૂઝ નેશનલ ચેનલથી એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કરી છે. ફેસબુક પર તેમણે લખેલી પોસ્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં