Wednesday, December 4, 2024
More
    હોમપેજગુજરાતબાંગ્લાદેશના સંત ચિન્મય પ્રભુનો કેસ લડી રહેલા વકીલ રમણ રોય પર જીવલેણ...

    બાંગ્લાદેશના સંત ચિન્મય પ્રભુનો કેસ લડી રહેલા વકીલ રમણ રોય પર જીવલેણ હુમલો: કટ્ટરપંથી મુસ્લિમોએ ઘર ફૂંકી માર્યું; ICUમાં ભરતી, જીવ જોખમમાં

    વકીલ રમણ રોય હાલ ICUમાં ભરતી છે. કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ તેમની હત્યા કરવાના ઈરાદે તેમના ઘર પર હુમલો કરી દીધો હતો. તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે. રમણ રોયની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    ISKCON કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે પોતાના સત્તાવાર X હેન્ડલ પર એક પોસ્ટ કરીને દાવો કર્યો છે કે, બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસના (Chinmoy Krishna Das) વકીલ રમણ રોય (Ramen Roy) પર કટ્ટરપંથી મુસ્લિમોએ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે પોસ્ટમાં વકીલનો ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં વકીલની હાલત ગંભીર જણાઈ રહી છે. તેઓ ICUમાં સારવાર હેઠળ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

    હિંદુ સંત ચિન્મય કૃષ્ણ દાસના વકીલ રમણ રોય પર કટ્ટરપંથી મુસ્લિમોએ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી શેર કરતા રાધારમણ દાસ લખે છે કે, “કૃપા કરીને વકીલ રમણ રોય માટે પ્રાર્થના કરો, તેમનો ‘વાંક’ માત્ર એટલો હતો કે તેઓ કોર્ટમાં ચિન્મય કૃષ્ણ પ્રભુનો કેસ લડીને તેમનો બચાવ કરી રહ્યા હતા. મુસ્લિમ કટ્ટરપંથીઓએ તેમના ઘરમાં તોડફોડ કરી અને તેમના પર ક્રુરતાપૂર્વક હુમલો કરી દીધો. તેઓ ICUમાં ભરતી છે અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે.”

    નોંધનીય છે કે વકીલ રમણ રોય હાલ ICUમાં ભરતી છે. કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ તેમની હત્યા કરવાના ઈરાદે તેમના ઘર પર હુમલો કરી દીધો હતો. તેમના ઘરમાં તોડફોડ કરવામાં આવી છે. રમણ રોયની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ ISKCONના સંત અને બાંગ્લાદેશના હિંસા પીડિત હિંદુઓનો અવાજ બનેલા અને દેશદ્રોહના આરોપોનો સામનો કરી રહેલા ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીનો કેસ લડી રહ્યા છે.

    - Advertisement -

    નોંધનીય છે કે આ હુમલો એવા સમયમાં કરવામાં આવ્યો છે, જયારે ચિન્મય દાસની જામીન અરજી પર સુનાવણી થવાની છે. ગત 26 ઓકટોબરના રોજ સ્થાનીય કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ મંગળવારે (3 ડિસેમ્બર 2024) તેમની ઉપલી કોર્ટમાં અરજી પર સુનાવણી થનાર છે. ત્યારે આ સુનાવણી પહેલા જ તેમના વકીલને મારી નાખવાની ગણતરીથી તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. હાલ આ ઘટનાથી બાંગ્લાદેશના હિંદુઓમાં રોષ અને ભયની લાગણી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં