Friday, November 15, 2024
More
    હોમપેજદેશમદરેસાના મુસ્તકિને 10 વર્ષના બાળક પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: જાનથી મારી...

    મદરેસાના મુસ્તકિને 10 વર્ષના બાળક પર આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય: જાનથી મારી નાખવાની આપી ધમકી, POCSO હેઠળ નોંધાયો ગુનો

    10 વર્ષના પીડિત બાળકની આપવીતી જાણ્યા બાદ બરગૌંડા પોલીસે મુસ્તકિન ઉર્ફે ગોલુ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યો કરવાનો કેસ નોંધ્યો છે. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ હેઠળ પણ કેસ નોંધ્યો છે.

    - Advertisement -

    મધ્યપ્રદેશના (Madhya Pradesh) ઈન્દોર (Indore) જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈન્દોર ખાતેના એક મદરેસામાં કામ કરતાં મુસ્તકિને 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચારવાનું સામે આવ્યું છે. સોમવારે 12 ઓગસ્ટે આ મામલે કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ અધિકારીએ માહિતી આપેલી છે.

    10 વર્ષનો બાળક પોતાના ઘરથી દૂર મદરેસામાં (Madarsa) રહેતો હતો. 2 મહિનાથી બાળક મહુ સ્થિત એક મદરેસમાં રહેતો હતો. ત્યાં મદરેસાના બીજા બાળકો તેને પરેશાન કરતાં હતા. જેની ફરિયાદ તેણે મદરેસાના મૌલાનાને કરી હતી. ફરિયાદ બાદ બાળકને મદરેસાના દેખરેખ કરવાવાળા મુસ્તકિન નામક વ્યક્તિના ઘરે મોકલવામાં આવ્યો હતો.

    બાળકના જણાવ્યા અનુસાર ગયા અઠવાડિયે શુક્રવારે (9 ઓગસ્ટે) મદરેસામાં જઈને આવ્યા બાદ બાળક બપોરે સૂઈ રહ્યો હતો. તે દરમિયાન મુસ્તકિન આવ્યો અને તેણે બાળકનું મોઢું દબાવીને તેનું શોષણ કર્યું. એ જ દિવસે રાત્રે ફરીથી મુસ્તકિને બાળકનું મોઢું દબાવીને શોષણ કર્યું. આ દરમિયાન બાળકે ચીસ પાડવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેણે બાળકને માર્યો ઝૂડયો. જો બાળકે કોઈને આ વાત કહી તો તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    - Advertisement -

    બીજા દિવસે જ્યારે બાળક મદરેસામાંથી છૂટ્યો ત્યારે તે મુસ્તકિનના ઘરે ન ગયો. બાળકે એક રાહદારીની મદદથી તેની માતાને ફોન કરીને સમગ્ર ઘટના વિશે જણાવ્યું. ઘટનાની જાણ થતાં જ માતા બાળકને આવીને ઘરે લઈ ગયા. ઘરે જઈને તેણે સમગ્ર ઘટના પરિવારના તમામ સભ્યોને જણાવી, અને પરિવારે પોલીસમાં ફરિયાદ કરી.

    10 વર્ષના પીડિત બાળકની આપવીતી જાણ્યા બાદ બરગૌંડા પોલીસે મુસ્તકિન ઉર્ફે ગોલુ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ સૃષ્ટિવિરુદ્ધના કૃત્યો કરવાનો કેસ નોંધ્યો છે. સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપ હેઠળ પણ કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મદરેસાના આરોપી કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડી હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

    આ અગાઉ પણ ઔરંગાબાદના મદરેસામાં સુરતના એક તરુણ સાથે પણ અત્યાચારની ઘટના બની હતી. તરુણના કપડાં ફાડી તેના પર થૂંકયા અને ઢોર માર માર્યો હતો. આ સિવાય પણ એક મદરેસાનો મૌલવી એક સગીરાને નોકરીની લાલચ આપી દિલ્હી લઈ ગયો, અને જામા મસ્જિદ પાસે દુષ્કર્મ કર્યું હોવાની ઘટના પણ સામે આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં