Sunday, April 28, 2024
More
    હોમપેજદેશકપડા ફાડ્યા, મોઢા પર થૂંક્યા અને માર્યો ઢોરમાર: ઔરંગાબાદના એક મદરેસામાં સુરતના...

    કપડા ફાડ્યા, મોઢા પર થૂંક્યા અને માર્યો ઢોરમાર: ઔરંગાબાદના એક મદરેસામાં સુરતના તરુણને અપાઈ તાલિબાની સજા, ઘડિયાળ ચોરીનો હતો આરોપ

    પીડિત તરુણના પરિવારે જણાવ્યું કે, તેઓ જયારે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવા જતા હતા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ તેમણે ઘેરી લીધા હતા, અને ધમકી આપી હતી કે તેઓ તેમણે ત્યાંથી નીકળવા નહિ દે.

    - Advertisement -

    મહારાષ્ટ્રમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઔરંગાબાદના એક મદરેસામાં સુરતના એક તરુણને ઘડિયાળ ચોરીની શંકાએ બર્બરતાપૂર્વક માર મારવામાં આવ્યો છે. તરુણને તાલિબાની સજા આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ઘટનાની જાણ બાદ ફરિયાદ નોંધાઈ છે.  

    મળતી માહિતી મુજબ સુરતથી એક મુસ્લિમ પરિવારે તેમના તરુણ વયના પુત્રને આલીમ બનવા માટે મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદની એક મદરેસામાં મોકલ્યો હતો. જે પછી અચાનક મદરેસામાં કિશોને માર મારવાનો વિડીયો સામે આવ્યા બાદ તરુણના પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પિતાએ જણાવ્યું કે, પોલીસ અધિકારીઓએ તેમની ફરિયાદના આધારે એફઆઈઆર નોંધી છે. સાથે એમ પણ કહ્યું કે, ભવિષ્યમાં અન્ય કોઈ બાળક સાથે આવો વ્યવહાર ન થાય તે માટે તેમણે કાર્યવાહી કરી છે.

    હાલ તરુણ યુવકને માર મારતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, તરુણને અર્ધનગ્ન અવસ્થામાં જમીન પર ઘૂંટણિયે બેસાડવામાં આવેલો હોય છે. જે પછી ત્યાં રહેલા 10 જેટલા સગીરો વારે-વારે આવે છે અને કિશોરની ખુલ્લી પીઠ પર જોરથી મુક્કા મારે છે. તેઓ યુવકને મારતા પહેલા તેના પર થુંકે છે. મારના કારણે યુવક રડતો-તડફડતો દેખાય છે. તે જોર જોરથી રડી રહ્યો હોય છે, પરંતુ આસપાસ ઉભેલા લોકો માત્ર જોઈ રહ્યા હોય છે. તેને બચાવવા કોઈ આગળ આવતું નથી.

    - Advertisement -

    સમગ્ર ઘટનાક્રમ વિશે તરુણના કાકાએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ખુલદાબાદ 25 કિલોમીટર દૂર છે. જ્યાંના એક મદરેસામાં તેનો 16 વર્ષનો ભત્રીજો આલીમ બનવાની શિક્ષા લેવા ગયો હતો. ગત રવિવારે (25 ફેબ્રુઆરી) તેમના મોબાઈલ પર એક વિડીયો આવ્યો હતો, જે જોઇને તેઓ ચોંકાવી ઉઠ્યા હતા. વિડીયોમાં તેમના ભત્રીજાને તાલિબાની સજા આપવામાં આવી રહી છે. તેના માથા પર થૂંકવામાં આવી રહ્યું છે અને 10 જેટલા સગીરો તેને એક પછી એક મુક્કા મારી રહ્યા છે. 

    તેઓએ આગળ જણાવ્યું, “આ જોયા બાદ, અમે સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસને ઘટનાની જાણ કરતા તેમણે યુવકને હેમખેમ ઘરે લઇ આવવાની બાહેધરી આપી હતી. જે પછી મદરેસામાં પણ ફોન કરી સંપર્ક કરવામાં આવ્યો. જ્યાં મદરેસામાંથી કહેવામાં આવ્યું કે તેઓ શિક્ષકની ભૂલ સ્વીકારે છે. આ પછી અમે જાતે ખુલદાબાદ મદરેસામાં ગયા અને ટ્રસ્ટીઓને મળ્યા. જ્યાં ટ્રસ્ટીઓએ જણાવ્યું કે મૌલાનાએ ચોરીની આશંકાથી માર માર્યો હતો, જેથી હાલ તેને મદરેસામાંથી કાઢી મુકવામાં આવ્યો છે.”

    વધુમાં પીડિત તરુણના પરિવારે જણાવ્યું કે, તેઓ જયારે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશને આ અંગે ફરિયાદ નોંધાવા જતા હતા ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ તેમણે ઘેરી લીધા હતા, અને ધમકી આપી હતી કે તેઓ તેમણે ત્યાંથી નીકળવા નહિ દે. જે પછી પરિવાર ગભરાઈ ગયો હતો અને બચવા માટે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને જોતા ફરિયાદ નોંધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં