Saturday, November 23, 2024
More
    હોમપેજસ્પેશ્યલમહિલા, બાળકીઓ રમકડાં નથી... પ્રતિબંધ કટ્ટર ઇસ્લામી માનસિકતા પર લગાવો, ઑપઇન્ડિયા પર...

    મહિલા, બાળકીઓ રમકડાં નથી… પ્રતિબંધ કટ્ટર ઇસ્લામી માનસિકતા પર લગાવો, ઑપઇન્ડિયા પર નહીં: હજ દરમિયાન યૌન શોષણના સમાચારો 100% સાચા

    ઑપઇન્ડિયાએ બસ એક અહેવાલ લખ્યો, એ પણ 100% સાચો અને એમાં પણ પીડિતોની આપવીતી. એ જ આપવીતી જે પીડિત મહિલાઓ અને બાળકીઓએ CNNને કહી સંભળાવી. CNNના તે સમાચારની લિંક પણ ઑપઇન્ડિયાઈએ પૂરા સન્માન સાથે લગાવી. પણ ભૂસા ભરેલા મગજવાળા લોકો કદાચ તેને ખોલીને વાંચવાનું ભૂલી ગયા.

    - Advertisement -

    છેલ્લા કેટલાક સમયથી ઑપઇન્ડિયાને પ્રતિબંધિત કરવાની માંગ સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહી છે. કારણ? કારણ માત્ર એટલું જ, કે સત્ય વાંચીને કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું. તેઓ તેમને તેમના સમુદાય કે મઝહબના ઠેકેદાર માને છે. કોણ છે આ લોકો? અને કઈ વાત પર આટલી રોકકળ કરી રહ્યા છે? આ લોકો છે કટ્ટર ઇસ્લામી અને તેમના ભાઈચારાની પીપૂડી વગાડતા કેટલાક વામપંથીઓ. હજ પર ગયેલી મુસ્લિમ બાળાઓ અને મહિલાઓ સાથે થયેલા યૌન શોષણ થયાના સમાચાર વાંચીને તેમના ભૂસા ભરેલા મગજમાં ક્રોધ ઉતરી આવ્યો છે. પોતાના મજહબના કેટલાક ‘મર્દો’ની વાસ્તવિકતા પર શરમ કરવાની જગ્યાએ પોતાની જ બહેન-દીકરીઓ સાથે થયેલી છેડછાડ પર ઢાંકપિછોડો કરવા માંગે છે.

    ઑપઇન્ડિયાએ બસ એક અહેવાલ લખ્યો, એ પણ 100% સાચો અને એમાં પણ પીડિતોની આપવીતી. એ જ આપવીતી જે પીડિત મહિલાઓ અને બાળકીઓએ CNNને કહી સંભળાવી. CNNના તે સમાચારની લિંક પણ ઑપઇન્ડિયાઈએ પૂરા સન્માન સાથે લગાવી. પણ ભૂસા ભરેલા મગજવાળા લોકો કદાચ તેને ખોલીને વાંચવાનું ભૂલી ગયા. ‘ઇસ્લામને બદનામ’, ‘ખતરામાં ઇસ્લામ’ વગેરે-વગેરે વિશેષણો સાથે આખા રિપોર્ટને જ ખોટો સાબિત કરવાનો ખેલ સોશિયલ મીડિયા પર ખેલવામાં આવ્યો. હવે ખેલ શરૂ થઈ જ ગયો છે, તો તેનો વિસ્તાર થોડો વધારી દઈએ. માત્ર CNN જ કેમ? હજ પર માત્ર 5-6 યૌન શોષણની ખબર જ કેમ? અન્ય મોટા મીડિયા સંસ્થાનોમાં છાપેલા સમાચારોથી તેમની માનસિકતા સમજીએ.

    પત્રકારત્વની દુનિયામાં BBCને કટ્ટર ઇસ્લામી-વામપંથીઓ લગભગ પોતાના બાપ માને છે… મતલબ BBCએ કહ્યું એટલે ફાઈનલ! તેનાથી જ શરૂઆત કરીએ. વાત છે વર્ષ 2010ની. એંગી એગુંન્ની (Anggi Angguni) નામની મહિલા સાથે હજ પર યૌન શોષણ થયું હતું. તેની બહેન સાથે ‘પાક-મસ્જિદ’ની અંદર એક ગાર્ડે જ યૌન શોષણ કર્યું હતું. એંગી એગુંન્ની જણાવે છે કે હજ પર જવું મહિલાઓ માટે સુરક્ષિત નથી અને BBC આ સમાચારને પ્રસારિત કરે છે.

    - Advertisement -

    BBCના રિપોર્ટ અનુસાર એંગી એગુંન્ની એક માત્ર એવી મહિલા નથી, જેની સાથે હજ પર યૌન શોષણ થયું હોય. #MosqueMeToo નામના ટ્રેન્ડ સાથે BBCએ અન્ય પીડિત મહિલાઓની આપવીતી પણ પ્રકાશિત કરી. અનેક મહિલાઓએ પોતાના નામ સાથે તો કેટલીય મહિલાઓએ નામ છુપાવીને. (કારણ: કટ્ટર ઇસ્લામીઓ સર તન સે જુદા કરી દે છે, એક કાર્ટુન બનાવવા પર પણ એક સાથે અનેક પત્રકારોને ગોળીઓ ધરબી દે છે.)

    The Washington Post – આ નામથી પણ લગભગ બધા વાકેફ હશે. મીડિયા લાઈનમાં આ પણ બહુ મોટું નામ છે. કટ્ટર ઇસ્લામીઓ પણ દિવસમાં 5 વાર તેનું નામ લેતા હશે. આ જ The Washington Post પર મોના અલ્તાહવી (Mona Eltahawy)એ હજ દરમિયાન તેની સાથે થયેલા યૌન શોષણની આપવીતી લખી છે.

    મોના અલ્તાહવી સાથે હજ પર 2 વાર યૌન શોષણ થયું હતું. એ પણ ત્યારે થયું, જ્યારે તે માત્ર 15 વર્ષની હતી. પ્રથમવાર ટોળામાંથી કોઈએ પાછળ હાથ નાંખ્યો. તેણે પોતાને છોડાવવાના અનેક પ્રયત્નો કર્યા, પણ અસફળ રહી. બીજી વાર તેની સાથે કાળો પથ્થર ચુમતી વખતે યૌન શોષણ થયું. ત્યાં ફરજ પર ઉભેલા પોલીસ અધિકારીએ જ તેના સ્તન પકડી લીધા.

    ‘ઇસ્લામ સહુથી પાક’ માનવાવાળી કટ્ટર ઇસ્લામી માનસિકતાનો નમૂનો પણ મોનાએ The Washington Postમાં જણાવ્યો છે. તેમણે પોતાની સાથે થયેલા યૌન શોષણ વિશે જ્યારે સામાન્ય જનતાને જણાવ્યું, ત્યારે એક મુસ્લિમ મહિલા જ તેને ચૂપ કરાવવા મંદી. તર્ક આપવામાં આવ્યો કે વિદેશીઓ સામે હજ પર મુસ્લિમ મહિલાઓના યૌન શોષણ જેવી વાતો કરશે તો ઇસ્લામની બદનામી થશે.

    શું હજ પર યૌન શોષણ થવાની ખબર એકલ-દોકલ છે? તેનો જવાબ પણ મોના અલ્તાહવીએ આપ્યો છે. તેમના જણાવ્યા અનુસાર હજારો મુસ્લિમ મહિલાઓએ સોશિયલ મીડિયા પર પોતાના યૌન શોષણ વિશે #MosqueMeToo ટ્રેન્ડ સાથે જણાવ્યું છે. ઇન્ડોનેશિયા, અરબ, તુર્કી, જર્મની, સ્પેન, ફ્રાંસ, ઇરાન… એટલે કે જુદા જુદા દેશોની પીડિતાઓએ પોતાની ભાષામાં હજ પર પોતાના ખરાબ અનુભવોથી દુનિયાને વાકેફ કરી છે.

    વામપંથી મીડિયા આઉટલેટ્સ કરતા એક પગલું આગળ વધીએ. ઇસ્લામી દેશ કતારના એક ન્યુઝમાં છાપવામાં આવેલા સમાચાર પર નજર કરીએ. સાઉદી અરેબિયામાં નરજીસ અલ-અવામી (Narjis al-Awami) નામની ટીવી એન્કર છે. જ્યારે તે હજ પર ગઈ હતી ત્યારે તેનું પણ યૌન શોષણ પણ થયું હતું. આ સમાચાર newarab.com નામની વેબસાઇટ પર વાંચી શકાશે.

    નર્જિસના કહેવા પ્રમાણે મુસ્લિમ પુરુષો ખોટા ઇરાદા સાથે મહિલાઓની લાઇનમાં ઘૂસી જાય છે અને ભીડનો ફાયદો ઉઠાવે છે. આવા જ એક ટોળામાં નરજીસની જાંઘ દબાવીને જાતીય સતામણી કરવામાં આવી હતી.

    કટ્ટર ઇસ્લામી સમાજમાં મહિલાઓની ‘હેસિયત’

    સોશિયલ મીડિયા પર હજારો મહિલાઓ છે જેમણે હજ દરમિયાન તેમની સાથે યૌન શોષણની ઘટનાઓનો સિલસિલો વર્ણવ્યો છે. અહીં જાણીજોઈને તેમનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો નથી. કારણ કે કટ્ટરપંથી ઇસ્લામિક માનસિકતા ધરાવતા પુરુષો તેમની વાતને ખોટી જાહેર કરશે. કેટલાક લોકો તો મહિલાઓ અને બાળકીઓને હજ પર જવા માટે બિન-ઇસ્લામિક પણ કહેવા લાગે છે. વિચાર આવે કે પોતાની બહેન-દીકરીઓ વિશે આ પ્રકારની માનસિકતા આવતી ક્યાંથી હશે? પોતાન ભાઈજાનના પાયજામાની ગંદકીથી તેમને કોઈ તકલીફ નથી, પણ જો ઑપઇન્ડિયા એ ગંદકી વિશેના સમાચાર પ્રકાશિત કરે તો તેઓ લાઉડસ્પીકર પર 5 વાર બેન-બેન પોકારવા લાગે છે! ખરેખર આ ઝુંડવાળી માનસિકતાનો આધાર શું છે?

    શરિયા કાનુન નામનું કંઈક હોય છે. કટ્ટરપંથી ઇસ્લામવાદીઓ તેનાં સપનાં રાચતા રહેતા હોય છે. શરિયા કાનૂનના સપનામાં જ લોકો કાં ક્યાંક ફાટે છે તો યુવતીઓને ફસાવીને કે ઉઠાવીને સીરિયા લઈ જવામાં આવે છે… તેમને સેક્સ સ્લેવ બનાવવામાં આવે છે. ઉપર જણાવેલી માનસિકતા શરિયા કાયદાના સ્વપ્નમાંથી ઉદ્ભવે છે. પુરુષોનું, પુરુષો માટે, પુરુષો દ્વારા- બસ શરિયા કાનૂન વિશે આટલું સમજી શકો છો. અહીં, સ્ત્રીઓ પુરુષોના પગની જૂતી બરાબર છે. જે લોકોને ભરોસો નથી આવી રહ્યો તેમના માટે BBCની લિંક મૂકી રહ્યો છું. વિકિપીડિયા પર પણ બધું જ છે પરંતુ તેની લિંક જાણીજોઈને એટલા માટે નથી મૂકવામાં આવી રહી કારણ કે તે પોતે ડાબેરી-ઈસ્લામિક ગઠબંધનના ગઢમાં છે.

    ફરી શરિયા કાનૂન પર આવીએ તો તે મુજબ મહિલાઓનો દરજ્જો પુરુષોના જૂતાની બરાબર છે. ચાલો આને એક ઉદાહરણ દ્વારા સમજીએ. સાઉદી અરેબિયામાં જો કોઈ મહિલા કોર્ટમાં જુબાની આપે અને કોઈ પુરુષ જુબાની આપે તો શરિયા કાયદા હેઠળ મહિલાની જુબાની પુરુષ કરતાં અડધી ગણાશે. કોર્ટે પોતે જ મહિલાઓની સ્થિતિ અડધી કરી દીધી છે… કટ્ટરપંથી ઇસ્લામિક સમાજ પાસેથી બીજી અપેક્ષા રાખી પણ શું શકાય?

    શરિયા કાનૂનનું વધુ એક ઉદાહરણ. એક શબ્દ છે – હુદુદ. એક જ શબ્દ છે, પરંતુ ઇસ્લામિક મહિલાઓ માટે તે નરકનો દરવાજો છે. પાકિસ્તાનમાં આ શબ્દથી કાયદો બનાવવામાં આવ્યો હતો. ઇસ્લામના નામ પર બનેલા આ દેશના હુદૂદ કાયદા સાથે જોડાયેલું આખું નરક જો તમે વાંચવા માંગતા હો તો તમે એશિયન હ્યુમન રાઇટ્સ કમિશનનો આ રિપોર્ટ વાંચી શકો છો. પાકિસ્તાનમાં જો કોઈ મહિલા સાથે બળાત્કાર થયો હોય તો તે મહિલાએ કોર્ટમાં સાબિત કરવું પડશે કે તેણે પોતાની મરજીથી સેક્સ નથી માણ્યું. એટલું જ નહીં પોતાના રેપની સાક્ષી આપવા માટે તેને 4 લોકોને કોર્ટમાં લાવવા પડશે. કટ્ટર ઇસ્લામી માનસિકતાવાળા લોકો, સમાજ કે પછી દેશમાં મહિલાઓની બસ આટલી જ હેસિયત છે.

    વામપંથી હોય કે ઇસ્લામિક…વાસ્તવિકતાનો સ્વીકાર નથી

    ધર્મ કે મજહબથી ઉપર ઉઠીને, મહિલાઓ અને બાળકીઓ સાથે કશું પણ બીભત્સ થાય, તો તેનું રિપોર્ટિંગ થવું જોઈએ. તે રિપોર્ટને વધુમાં વધુ પ્રચાર પણ કરવો જોઇએ. એમાં સમસ્યા કેમ છે? મુસ્લિમ પુરુષો હજ પર જતી મહિલાઓની છેડતી કરે છે- આ સમાચાર મુસ્લિમ સમાજે વધુને વધુ ફેલાવવા જોઈએ, જેથી આવી ગુનાહિત વૃત્તિના લોકો ડરે. પણ ના, સમાચારોને દબાવવામાં આવી રહ્યા છે, ઑપઇન્ડિયા પર પ્રતિબંધ લગાવવાની વાત ટ્રેન્ડ થઇ રહી છે.

    મુસ્લિમ પુરુષો હજ પર જતી મહિલાઓની છેડતી કરે છે – આ સમાચારમાં ઈસ્લામના ઈસ્લામ કે ‘પાક’ સ્થળોનો સવાલ ક્યાં છે? તો પછી બબાલ શાની છે? હંગામો એટલા માટે છે કારણ કે મહિલાઓને કટ્ટરપંથી ઇસ્લામિક મનુષ્ય માનવામાં આવતી નથી.

    તેઓ ઑપઇન્ડિયા પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે કારણ કે તેનાથી તેમનો અસલી ચહેરો ઉજાગર થયો છે. ચાલો એક ક્ષણ માટે પણ માની લઈએ કે ઑપઇન્ડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ … તો તમારી દલીલ શું હશે? કારણ કે ઑપઇન્ડિયાએ એક એવા સમાચાર પ્રકાશિત કર્યા છે જે 100% સાચા છે? કે પછી બીજું કોઈ જુઠ્ઠું બોલશો? અથવા તો તેઓ જરા પણ દલીલ નહીં કરે… જેમ પોતાની કોમની મહિલાઓને બોલવા સુદ્ધાં નથી દેતા, અરે તેમની જુબાની પણ માન્ય નથી રાખવામાં આવતી.

    ઑપઇન્ડિયાએ હેડલાઈન કેમ બદલી?

    ઓપઇન્ડિયા તેના વાચકોના બળ પર ચાલે છે. વાચકોએ અમને જણાવ્યું હતું કે ગુનાની વિવિધતાને કારણે, મથાળામાં ઉલ્લેખિત ભિન્નતાને કારણે, તેઓ શેર કરવામાં અચકાતા હતા. આ કારણથી હેડલાઇન બદલવામાં આવી હતી જેથી આ સમાચાર વધુને વધુ લોકો સુધી પહોંચે. કોઈએ પણ એવા ભ્રમમાં ન રહેવું કે 4 શિયાળિયા ઑપઇન્ડિયા પર પ્રતિબંધ વિશે બૂમો પાડવા લાગ્યા, આ કારણોસર મથાળું બદલવામાં આવ્યું છે. હકીકતમાં CNNની સ્ટોરીના આધારે અગાઉની સ્ટોરી બની હતી. પ્રતિબંધના હોબાળા બાદ હવે BCC, વોશિંગ્ટન પોસ્ટ તેમજ કતારની ન્યૂઝ ચેનલના આધારે આ સમાચાર લોકો સુધી પહોંચી રહ્યા છે. હકીકત એ છે કે જૂનું ટાઇટલ હમણાં જ બદલવામાં આવ્યું છે, ભૂલાયું નથી. અમારા જે વાચકોને જૂનું શીર્ષક ગમે છે, તેઓ તે સમાચાર તેની સાથે શેર કરી શકે છે.

    હજ પર મહિલાઓ-બાળકીઓના યૌન શોષણથી સંબંધિત પાછલા અહેવાલની જૂની અને નવી બંને હેડલાઈન આપવામાં આવી છે:

    જૂની હેડલાઈન: हज पर मुस्लिम मर्द दबाते हैं मुस्लिम बच्चियों-औरतों के स्तन, पीछे से सटाते हैं लिंग, घुसाते हैं ऊँगली: जिन-जिन ने झेला, पढ़िए उनकी कहानी

    નવી હેડલાઈન: हज पर मुस्लिम मर्द अपने ही मजहब की बच्चियों-औरतों के साथ करते हैं यौन शोषण: जिन-जिन ने झेला, पढ़िए उनकी कहानी

    હિંદુ-ઘૃણાથી લિપ્ત વામપંથી-ઇસ્લામીઓ સામે નહીં ઝુકે ઑપઇન્ડિયા

    • શિવલિંગ પર કોન્ડોમ પહેરાવવાનું કામ કોણે કર્યું હતું? મીડિયામાં આ અશ્લીલતાને કોણે ફેલાવી હતી? શું તે સમયે વામપંથી-ઇસ્લામી ગઠબંધનોએ પ્રેસ ક્લબ જઈને વિરોધ કર્યો હતો?
    • ભારત માતાની યોનીમાંથી લોહી વહેતું ગ્રાફિક કોણે બનાવ્યું હતું? મિડીયાથી માંડીને સોશિયલ મીડિયા સુધી તેનો પ્રચાર પ્રસાર કોણ કરી રહ્યું હતું?
    • બળાત્કાર પીડિત બાળકી સામે ભગવાન રામને અસહાય દર્શાવતા પોસ્ટર-બેનર-ગ્રાફિક્સ ક્યાં-ક્યાં પોસ્ટ કરવામાં આવ્યા હતા? ત્યારે કોને-કોને પ્રતિબંધિત કરવાની વાત કરવામાં આવી હતી?

    જો હેડલાઇન પર માત્ર અશ્લીલ હોવાનો આરોપ હોય તો ઉપરોક્ત 3 મુદ્દા પણ સમાચાર સાથે સંબંધિત છે. ભારતના સમાચાર સાથે સંબંધિત. પરંતુ તેમાં હિંદુ દેવી-દેવતાઓને વચ્ચે લાવવામાં આવ્યા હતા. તેમનું અશ્લિલ ચિત્રણ કરવામાં આવ્યું હતું. શું અગાઉના સમાચાર અથવા ઇસ્લામના કોઈ પ્રતીક હજ પર મહિલાઓ અને છોકરીઓના જાતીય શોષણ અંગેના અગાઉના સમાચારો તરફ ધ્યાન દોર્યું હતું? જો નહીં, તો તે અશ્લીલ કેવી રીતે છે? મુસ્લિમ પુરુષોના ગુનાને ટાઇટલમાં લાવવો અશ્લીલ છે, તો હા મેં ગુનો કર્યો છે… અને આગળ પણ કરતો રહીશ. અને જો તમારે મારા ગુના પર કોઈ કાર્યવાહી કરવી હોય, તો પછી જાઓ અને પહેલા ઉપરના 3 પોઇન્ટવાળા બધા ગુનેગારોને પકડીને લઈ આવો!

    હવે વાત તે લોકોની, જેઓ હજ પર મહિલાઓ અને બાળકીઓના યૌન શોષણના સમાચારોને ખોટા કહી રહ્યા છે. કટ્ટરપંથી ઈસ્લામવાદીઓ સામાન્ય રીતે અજ્ઞાની હોય છે. તે વિચારવું જ વ્યર્થ છે કે તેમની પાસે લેખમાં મૂકવામાં આવેલી લિંક ખોલવાની અને તેને વાંચવાની સમજ હશે. એટલા માટે જ CNNના સમાચારને ટુકડે ટુકડે કરીને અને બધાના સ્ક્રીનશૉટ નીચે મૂકવામાં આવ્યા છે. હવે સપાના કોઈ પૂર્વ ધારાસભ્ય હોય કે પછી કહેવાતા પત્રકાર… તેને ફેક ન્યૂઝ કહેતા રહો… OpIndia ban-banની બૂમો પાડતા રહો.

    નોંધ: હજ પર મુસ્લિમ મહિલાઓ અને બાળકીઓના યૌન શોષણ વિશે પ્રકાશિત કરવામાં આવેલા દરેક ન્યૂઝ રિપોર્ટને જોડવામાં આવ્યા છે. તેમજ સ્ક્રીનશોટ પણ. સ્ક્રીનશોટ જેથી કઠમુલ્લાઓ જોયા-જાણ્યા વગર ફરી સમાચારને ખોટા સાબિત કરવા પર ન ઉતરી આવે… ઈસ્લામ-પાક-મજહબ વગેરેની દુહાઈ આપીને ફરી રોદણાં ન રડવા માંડે. સ્ક્રીનશૉટ પણ એટલા માટે કે જે મીડિયા સંસ્થાઓના આધારે અમે અમારા સમાચાર બનાવ્યા છે, જો તેઓ આવતીકાલે તેમના સમાચારને ડિલીટ કરી દે તો પણ અમારી પાસે પુરાવા પડ્યા રહે.

    (લેખ મૂળ રીતે ઑપઇન્ડિયા હિન્દીના સંપાદક ચંદન કુમારે લખ્યો છે, જેનો ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રકાશિત કરવામાં આવ્યો છે. મૂળ હિન્દી લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.)

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં