Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ'ક્ષત્રિયો ના આપે ભાજપને વોટ'- જે ફરી-ફરીને લેવડાવી રહ્યા છે શપથ, તેના...

    ‘ક્ષત્રિયો ના આપે ભાજપને વોટ’- જે ફરી-ફરીને લેવડાવી રહ્યા છે શપથ, તેના પર નોંધાયેલી છે હાજી અલી સાથે મળીને એક રાજપૂતને જ ગોળી મારવાની FIR: હવે તે જ ઠાકુર પૂરણ સિંઘ કરી રહ્યો છે જાતિ મહાપંચાયત

    ઠાકુર પૂરણ સિંઘ પર જ એક રાજપૂતને (ક્ષત્રિય) ગોળી મારવાનો કેસ નોંધાયેલો છે. 6 વર્ષ પહેલાં એક ક્ષત્રિય પર થયેલા હુમલામાં એક મુસ્લિમ વ્યક્તિએ પૂરણ સિંઘનો સાથ આપ્યો હતો. આજે હવે તેઓ ક્ષત્રિય મહાપંચાયત કરીને રાજપૂત સમાજના નેતા બની રહ્યા છે.

    - Advertisement -

    જેમ જેમ લોકસભા ચૂંટણી 2024ની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીની ઉત્તેજના પણ ચરમસીમાએ પહોંચી રહી છે. કેટલાક પક્ષો દેશ અને વિકાસને પોતાનો મુદ્દો બનાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોની રાજનીતિ તેમની જાતિની આસપાસ જ ફરે છે. જાતિગત વસ્તી ગણતરી જેવી માંગ વચ્ચે ઠાકુર પૂરણ સિંઘનું નામ હાલમાં જ જાતિના રાજકારણમાં ઉભરી આવ્યું છે. પૂરણ સિંઘ પશ્ચિમ ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં રાજપૂતો (ક્ષત્રિયો)ના સંમેલનનોનું આયોજન કરી રહ્યા છે. આ તમામ પરિષદોમાં એક બાબત સામાન્ય છે, તે છે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ. ઠાકુર પૂરણ સિંઘ પર એક FIR પણ નોંધાયેલી છે.

    ઑપઇન્ડિયાએ જ્યારે પૂરણ સિંઘના પાછલા જીવનની તપાસ કરી, ત્યારે તે પ્રકાશમાં આવ્યું કે, તેમના પોતાના પર જ એક રાજપૂતને (ક્ષત્રિય) ગોળી મારવાનો કેસ નોંધાયેલો છે. 6 વર્ષ પહેલાં એક ક્ષત્રિય પર થયેલા હુમલામાં એક મુસ્લિમ વ્યક્તિએ પૂરણ સિંઘનો સાથ આપ્યો હતો. ઠાકુર પુરણ સિંઘના નેતૃત્વમાં સહારનપુર, મેરઠ અને મુઝફ્ફરનગર જેવા જિલ્લાઓમાં ‘સ્વાભિમાન મહાપંચાયત’ નામથી અનેક સંમેલનોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશ ઉપરાંત રાજસ્થાન અને હરિયાણા જેવા રાજ્યોમાંથી ક્ષત્રિય સમુદાયના લોકોએ પણ આ પરિષદોમાં ભાગ લીધો હતો.

    તાજેતરની પંચાયત મંગળવારે (16 એપ્રિલ, 2024) મેરઠના ખેડા ગામમાં યોજાઈ હતી. આ તમામ પંચાયતોમાં ઠાકુર પૂરણ સિંઘે તમામ લોકોની સામે પોતાને ક્ષત્રિય સમાજની સહાનુભૂતિ દર્શાવવાનો પ્રયાસ કરતાં ભારતીય જનતા પાર્ટીને મત ન આપવાની અપીલ કરી હતી. ખેડાની પંચાયતમાં તો સ્ટેજ પર બેઠેલા અન્ય કેટલાક લોકો સાથે પૂરણ સિંઘે લોટામાં મીઠું નાખીને શપથ લીધા હતા. આ ભાજપના વિરોધ સ્વરૂપી પંચાયતોના વિડીયો અને સમાચાર મોહમ્મદ ઝુબૈર જેવા લોકો દ્વારા સૌથી વધુ શેર કરવામાં આવી રહ્યા છે, જે ફેક્ટ ચેકના નામે મઝહબી એજન્ડા ચલાવી રહ્યા છે.

    - Advertisement -

    ક્ષત્રિય પર જ ગોળી ચલાવવાનો છે આરોપ

    આજે ભલે ઠાકુર પૂરણ સિંઘ ફરી-ફરીને ક્ષત્રિય સ્વાભિમાન પંચાયત કરી રહ્યા હોય, પરંતુ ભૂતકાળમાં તેમના પર સાગરીતો સાથે રાજપૂત સમાજના જ એક વ્યક્તિ પર ગોળી ચલાવવાની FIR નોંધાયેલી છે. આ ઘટના 13 જાન્યુઆરી 2018ના રોજ બની હતી. ત્યારબાદ ક્ષત્રિય સમાજના સતીશ કુમાર પુંડિરે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના થાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, 13 જાન્યુઆરી, 2018ના રોજ સાંજે લગભગ 5 વાગે ભારતીય કિસાન સંગઠનના પ્રમુખ હોવાનો દાવો કરનારા ઠાકુર પૂરણ સિંઘ અને રાજુ સિંઘ 4-5 વાહનોમાં લોકોને ભરીને તેમની પાસે આવ્યા હતા.

    સતીશ સિંઘ સામે નારાજગી વ્યક્ત કરતાં પૂરણે પૂછ્યું કે, તેમણે પોલીસ સ્ટેશનમાં રાજુ સિંઘ વિરુદ્ધ શા માટે ફરિયાદ નોંધાવી? સતીશ સિંઘે ઠાકુર પૂરણ સિંઘને બેસીને વાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો. શેરડી વિભાગના અધિકારીઓની હાજરીમાં થોડો સમય વાતચીત થઈ હતી પરંતુ પૂરણ સિંઘના રાજુ સિંઘ નામના સહયોગીએ વચ્ચે જ વિવાદ શરૂ કરી દીધો હતો. આરોપ છે કે જ્યારે રાજુ સિંઘે ગાળો ભાંડવાનું શરૂ કર્યું, ત્યારે સતીશ સિંઘ પુંડિર ત્યાંથી ઉભા થઈ ગયા અને જતાં રહ્યા.

    સતીશ સિંઘને જતાં જોઈને રાજુ સિંઘ પોતાના સાથીઓ સાથે મળીને તેમના તરફ મારવા માટે દોડ્યા હતા. આ દરમિયાન જ હુમલાખોરોએ સતીશ તરફ બંદૂક ટાંકીને તેમને જાનથી મારી નાખવાના ઇરાદે ગોળી ચલાવી હતી.

    સતીશ સિંઘ પર ગોળી ચલાવનારાઓમાં હાજી અલી પણ

    સતીશ સિંઘે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, પૂરણ સિંઘનો સાથી અને સહયોગી હાજી અફસર અલી પણ તેમના પર ગોળી ચલાવનારાઓમાં સામેલ હતો. હાજી અફસર અલી મૂળ શામિલના ભૈસાની ગામનો રહેવાસી છે. હુમલામાં પૂરણ સિંઘ, રાજુ અને હાજી અફસરની સાથે મુઝફ્ફરનગર જિલ્લાના અંકુર રાણા અને રોહિતનું નામ પણ હતું. આ સિવાય 20-25 અન્ય અજાણ્યા હુમલાખોરોનો પણ FIRમાં ઉલ્લેખ છે. એવું માનવામાં આવે છે કે, આ અજાણી ભીડમાં મોટાભાગના પૂરણ સિંઘના સાથી હાજી અફસર અલીના માણસો હતા. ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે.

    FIRની નકલ

    ત્યારબાદ શામલી પોલીસે ઠાકુર સતીશ સિંઘ પુંડિર પર ખૂની હુમલાના આરોપમાં પૂરણ સિંઘ, રાજુ સિંઘ, અંકુર રાણા, રોહિત અને હાજી અફસર નામના 20-25 અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ FIR નોંધી હતી. આ તમામ સામે IPCની કલમ 147, 148, 149, 307, 323, 504 અને 452 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. 16 મે, 2018ના રોજ, પોલીસે આ કેસમાં તેમની તપાસ પૂર્ણ કરી અને ચાર્જશીટ દાખલ કરી હતી. તપાસમાં, પોલીસને ઠાકુર પૂરણ સિંઘ અને તેના સાથી અફસર અલી અને અન્ય નામાંકિત વ્યક્તિઓ વિરુદ્ધ સતીશ સિંઘ પુંડિર દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા હોવાનું જણાયું હતું.

    રમખાણોના ડરથી ના થઈ ધરપકડ, સજાની માંગ

    16 મેના રોજ શામલી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતી વખતે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ ન કરવાનું કારણ પણ આપ્યું હતું. પોલીસે જણાવ્યું કે, હુમલાખોર પૂરણ સિંઘ અને અન્ય આરોપીઓ ખેડૂત સંગઠન સાથે સંકળાયેલા છે, તેથી તેમની ધરપકડથી સમાજમાં શાંતિ અને વ્યવસ્થા પર અસર થશે. આ સાથે પોલીસે તે સમયે લોકસભાની પેટાચૂંટણી પણ પાસે હોવાની દલીલ આપી હતી. પોલીસે કોર્ટને પૂરણ સિંઘ, હાજી અફસર અલી, અંકુર રાણા, રોહિત અને રાજુ સિંઘે સજા કરવાની પણ વિનંતી કરી છે.

    પીડિત ઠાકુર સતીશ સિંઘ પુંડિરે તેમની ફરિયાદમાં પૂરણ સિંઘ, હાજી અફસર અલી સહિતના અન્ય આરોપીઓ દ્વારા ફરીથી તેમના પર હુમલો કરવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુગર મિલના ગાર્ડ સિવાય ઉત્તર પ્રદેશ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમનો જીવ બચાવ્યો હતો. સતીશ સિંઘે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં