Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમઆલમ, અશરફ, ઈરફાન, ફુરકાન... NIAએ રામ નવમી હિંસામાં 16ની કરી ધરપકડ, વિડીયો...

    આલમ, અશરફ, ઈરફાન, ફુરકાન… NIAએ રામ નવમી હિંસામાં 16ની કરી ધરપકડ, વિડીયો ફૂટેજથી થઇ ઓળખ: બંગાળમાં ધાબા પરથી શોભાયાત્રા પર કર્યો હતો પથ્થરમારો

    હાઈકોર્ટના આદેશ પર આ કેસ 27 એપ્રિલ 2023ના રોજ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કર્યા બાદ NIAએ કહ્યું કે તેમણે હવે 16 લોકોની ધરપકડ કરી લીધી છે.

    - Advertisement -

    પશ્ચિમ બંગાળમાં થયેલી રામ નવમી હિંસા મામલે તપાસ દરમિયાન રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 16 લોકોની ધરપકડ કરી છે. આ જાણકારી NIA ઈન્ડિયાએ તેમની ઓફિશિયલ વેબસાઈટ પર એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આપી છે. પ્રેસ રિલીઝમાં NIAએ જણાવ્યું છે કે, રામ નવમીના દિવસે કાવતરાના ભાગરૂપે રામ નવમીની શોભાયાત્રા પર થયેલા સાંપ્રદાયિક હુમલાના સંબંધમાં 16 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    તપાસ દરમિયાન મળેલા પુરાવાના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની ઓળખ માટે ઘટનાના વિડીયોમાંથી ફૂટેજ લેવામાં આવ્યા હતા. હિંસાનો સમગ્ર મામલો 30 માર્ચ 2023નો છે. જયારે ઉત્તર દિનાજપુરના દલખોલામાં રામનવમીના દિવસે હિંદુ સમુદાય દ્વારા શોભાયાત્રા કાઢવાની તૈયારી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક એક સમુદાયના લોકો ત્યાં ધસી આવે છે અને શોભાયાત્રામાં ભાગ લઈ રહેલા લોકો પર હુમલો કરી દે છે.

    પોલીસે આ મામલે શરૂઆતમાં 162 લોકો સામે કેસ નોંધ્યો હતો. બાદમાં હાઈકોર્ટના આદેશ પર આ કેસ 27 એપ્રિલ 2023ના રોજ NIAને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ કેસની તપાસ કર્યા બાદ NIAએ કહ્યું કે તેમણે હવે 16 લોકોની ધરપકડ કરી લીધી છે.

    - Advertisement -

    NIA દ્વારા થયેલી ધરપકડમાં અફરોઝ આલમ, મોહમ્મદ અશરફ, મોહમ્મદ ઈમ્તિયાઝ આલમ, મોહમ્મદ ઈરફાન આલમ, કૈસર, મોહમ્મદ ફરીદ આલમ, મોહમ્મદ ફુરકાન આલમ, મોહમ્મદ પપ્પુ, મોહમ્મદ સુલેમાન, મોહમ્મદ સર્જન, મોહમ્મદ નુરુલ હુડા, વસીમ આર્ય, મોહમ્મદ સલાઉદ્દીન, મોહમ્મદ જન્નાથ, વસીમ અકરમ, મોહમ્મદ તનવીર આલમનો સમાવેશ થાય છે. આ તમામ દારખોલાના રહેવાસી છે.

    HCએ પણ સ્વીકાર્યું કે હિંસાનું પહેલેથી પ્લાનિંગ કરવામાં આવ્યું હતું

    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે બંગાળમાં રામ નવમીના તહેવારના દિવસે થયેલી હિંસા બાદ કોર્ટે પણ રિપોર્ટ જોયો હતો અને કહ્યું હતું કે, હિંસા માટે અગાઉથી તૈયારી કરવામાં આવી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે, “આરોપ એ છે કે મકાનના ધાબા પરથી પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. દેખીતી રીતે 10-15 મિનિટમાં પથ્થરોને છત પર લઈ જઈ શકાતા નથી. આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા છે. અહીં બે સમસ્યાઓ છે. પહેલું એ કે હિંસા બે જૂથો વચ્ચે થઈ છે. બીજી સમસ્યા એ છે કે એક ત્રીજું જૂથ આ હિંસાનો લાભ લઈ શકે છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા તેની તપાસ થવી જોઈએ. જો રાજ્ય પોલીસ આ મામલે તપાસ કરશે તો તેમના માટે આ હિંસાથી કોને ફાયદો થઈ રહ્યો છે તે શોધવું મુશ્કેલ બનશે.”

    મમતા બેનર્જીએ હિંદુઓને મુસ્લિમ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી હતી

    આ હિંસા પહેલા મમતા બેનર્જીએ રામ નવમીના અવસર પર હિંદુઓને મુસ્લિમ વિસ્તારોમાં ન જવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ રમઝાન મહિનો છે. આવી સ્થિતિમાં મુસ્લિમ વિસ્તારોમાં રામનવમીની યાત્રા ન કાઢો. તેમણે એમ પણ કહ્યું હતું કે જો આવું થશે તો કોર્ટ આરોપીઓને છોડશે નહીં.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં