Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપશ્ચિમ બંગાળમાં પણ રામનવમીની શોભાયાત્રા પર હુમલો: કટ્ટરપંથી ટોળાએ પથ્થર ફેંક્યા, વાહનો...

    પશ્ચિમ બંગાળમાં પણ રામનવમીની શોભાયાત્રા પર હુમલો: કટ્ટરપંથી ટોળાએ પથ્થર ફેંક્યા, વાહનો સળગાવ્યાં, CM મમતાએ કહ્યું- રમઝાનમાં મુસ્લિમો ખોટું ન કરી શકે

    વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પહોંચ્યા બાદ અચાનક જ વિસ્તારના લોકોએ એકઠા થઈને નારાબાજી કરવા માંડી હતી તેમજ યાત્રામાં સામેલ ભક્તો પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો.

    - Advertisement -

    આજે રામનવમીના પર્વ દરમિયાન દેશમાં અનેક જગ્યાએથી શોભાયાત્રાઓ પર હુમલા થવાની ઘટનાઓ સામે આવી. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ઘટના હાવડાની છે, જ્યાં હિંદુ સમુદાય દ્વરા કાઢવામાં આવેલી રામનવમીની શોભાયાત્રા પર કટ્ટરપંથી ટોળાએ હુમલો કર્યો હતો. આ હુલ્લડ દરમિયાન હુમલાખોરોએ અનેક વાહનોને આગ લગાવતા અફરાતફરી મચી જવા પામી હતી. હાલ પોલીસ પરિસ્થિતિ કાબૂમાં રાખવા પ્રયત્નો કરી રહી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે.

    સામે આવેલા અહેવાલો અનુસાર પશ્ચિમ બંગાળમાં રામનવમી શોભાયાત્રા પર હુમલો થવાની આ ઘટના હાવડાના શિવપુરની છે. ઑપઇન્ડિયાએ સ્થાનિક સૂત્રો પાસેથી વધુ વિગતો મેળવવાના પ્રયાસ કર્યા હતા. જેમના જણાવ્યા અનુસાર, શોભાયાત્રા શિવપુર પહોંચતાની સાથે જ કટ્ટરવાદી મુસ્લિમ ટોળા દ્વારા પથ્થરમારો શરૂ કરવામાં આવ્યો હતો. જોતજોતામાં મામલો એટલો વણસી ગયો કે હુમલાખોર ટોળાએ વાહનોને આગ ચાંપી દીધી હતી. આગ ચાંપવાની આ ઘટનામાં હુમલાખોરોએ એક પોલીસ વાનને પણ ફૂંકી મારી હોવાનું જાણવા મળ્યું છે.

    રિપોર્ટ્સ અનુસાર, વિસ્તારમાં રામનવમીની શોભાયાત્રા પહોંચ્યા બાદ અચાનક જ વિસ્તારના લોકોએ એકઠા થઈને નારાબાજી કરવા માંડી હતી તેમજ યાત્રામાં સામેલ ભક્તો પર પથ્થરમારો પણ શરૂ કરી દીધો હતો. ત્યારબાદ શોભાયાત્રામાં સામેલ લોકો તરફથી વળતો જવાબ આપવામાં આવતાં બંને જૂથો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઈ હતી અને ટોળાએ દુકાનો અને વાહનોમાં આગ લગાવી દીધી હતી.

    - Advertisement -

    ઘટના બાદ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવી હતી. તોફાનીઓને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલ પણ છોડવા પડ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    ઘટના બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રશ્ન કર્યો કે યાત્રાનો રૂટ કેમ બદલી નાંખવામાં આવ્યો હતો અને એમ પણ કહ્યું કે મેં પહેલાં જ ચેતવણી આપી હતી કે મુસ્લિમ બહુમતી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાથી બચવું જોઈએ. તેમણે ઉમેર્યું કે, શા માટે તેમણે રૂટ બદલી કાઢ્યો અને એક ચોક્કસ સમુદાયને નિશાન બનાવવા માટે અન્ય ગેરકાયદેસર રૂટ લેવામાં આવ્યો. તેમણે કહ્યું કે જેમણે કશું નથી કર્યું તેમની ધરપકડ કરવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે ગુરુવારે સવારે મમતા બેનર્જીએ એક નિવેદન આપતાં કહ્યું હતું કે, મુસ્લિમ બહુમતી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાથી બચવું જોઈએ.

    અમર ઉજાલાના રીપોર્ટ મુજબ મમતા બેનર્જીએ આ ઘટના બાબતે કહ્યું કે, “હાવડામાં થયેલી હિંસા બાબતે મારી આંખો અને કાન ખુલ્લા છે. હું બધું જ જોઉં છું. મેં પહેલેથી જ ચેતવણી આપી હતી કે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાંથી યાત્રા ન કાઢવી. મેં પહેલા જ કહ્યું હતું કે જો રામનવમી પર રેલી કાઢવામાં આવશે તો હિંસા થઈ શકે છે.” તેમણે એમ પણ કહ્યું કે, “રમઝાનનો સમય છે. આ સમયે તેઓ (મુસ્લિમ સમુદાય) કશું ખોટું કરી જ ન શકે”

    તો બીજી તરફ ગુજરાતના વડોદરામાં પણ એક જ દિવસમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હોવાની એક સાથે 2 ઘટના સામે આવી છે. આજે સવારે સવારે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ભગવાન રામની શોભાયાત્રા મુસ્લિમ બહુમતી વિસ્તારમાંથી પસાર થતાંની સાથે જ મસ્જિદ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ એક ઘટનામાં શહેરના કુંભારવાડામાં શોભાયાત્રા દરમિયાન અથડામણ થઇ હતી. સાંજે 5:40ની આસપાસ વડોદરામાં આવેલ કુંભારવાડામાં નીકળેલી રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, આ ઘટનામાં પણ હાવડાની જેમ જ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં