Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોદી સરકારની લાલ આંખ: ગૃહ મંત્રાલયે બબ્બર ખાલસાના લખબીર સિંઘ...

    ખાલિસ્તાનીઓ વિરુદ્ધ મોદી સરકારની લાલ આંખ: ગૃહ મંત્રાલયે બબ્બર ખાલસાના લખબીર સિંઘ લાંડાને આતંકવાદી ઘોષિત કર્યો, UAPA હેઠળ કાર્યવાહી

    ગૃહ મંત્રાલયે જારી કરેલી અધિસૂચના અનુસાર, લાંડા પાકિસ્તાનથી ભારતમાં તસ્કરી કરીને લાવવામાં આવતાં હથિયારો અને LED ઉપકરણોનો મુખ્ય સૂત્રધાર હતો અને તેની દેખરેખ રાખતો હતો. NIA તેની સામે ઘણા ગુનાઓ નોંધી ચૂકી છે.

    - Advertisement -

    કેનેડામાં રહીને આતંકી ગતિવિધિઓ કરતા બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના નેતા અને ગેંગસ્ટર લખબીર સિંઘ લાંડાને હવે આતંકવાદી ઘોષિત કરી દેવામાં આવ્યો છે. ભારત સરકારે તેને ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ (UAPA) હેઠળ આતંકી ઘોષિત કર્યો છે. મૂળ પંજાબના તરનતારન જિલ્લાનો રહેવાસી આતંકી લાંડા હાલમાં કેનેડાના આલ્બર્ટાના એડમોન્ડમાં રહે છે. તે ખાલિસ્તાન સમર્થક ગતિવિધિઓમાં સંડોવાયેલો છે. જે બાદ NIAએ તેની વિરુદ્ધ તપાસ આદરી હતી.

    શુક્રવારે (29 ડિસેમ્બર) ભારત સરકારના ગૃહ મંત્રાલયે લખબીર સિંઘ લાંડાને આતંકવાદી ઘોષિત કર્યો છે. ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને આ વિશેની માહિતી આપી છે. નોટિફિકેશન અનુસાર, લાંડા ખાલિસ્તાન સમર્થિત આતંકી ગતિવિધિઓમાં જોડાયેલો હતો અને ભારત વિરુદ્ધ કાર્ય કરતો હતો. સરકારે તેને ગેરકાનૂની ગતિવિધિ કાયદા હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

    પાકિસ્તાનથી ભારતમાં હથિયાર તસ્કરીની રાખે છે દેખરેખ, રોકેટ હુમલાનો છે માસ્ટર માઈન્ડ

    ગૃહ મંત્રાલયે જારી કરેલી અધિસૂચના અનુસાર, લાંડા પાકિસ્તાનથી ભારતમાં તસ્કરી કરીને લાવવામાં આવતાં હથિયારો અને LED ઉપકરણોનો મુખ્ય સૂત્રધાર હતો અને તેની દેખરેખ રાખતો હતો. NIA તેની સામે ઘણા ગુનાઓ નોંધી ચૂકી છે. આ ઉપરાંત લાંડા 9 મે, 2022ના રોજ પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર થયેલા રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) હુમલાનો માસ્ટર માઈન્ડ પણ છે. પંજાબ પોલીસ અને NIAએ તેની વિરુદ્ધ કેસ પણ નોંધ્યો છે. જોકે, તે કેનેડામાં છુપાયેલો હોવાથી તેની ધરપકડ થઈ શકી નથી.

    - Advertisement -

    એ સિવાય તે કેનેડાના ખાલિસ્તાન સમર્થક તત્વો સાથે પણ જોડાયેલો છે. પંજાબના પોલીસના જણાવ્યા અનુસાર, લાંડા પંજાબમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપવા માટે સરહદ પારથી વિવિધ મોડ્યુલને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED), હથિયારો, અત્યાધુનિક હથિયારો, વિસ્ફોટકો સપ્લાય કરે છે. પંજાબની સાથે તે દેશના વિવિધ ભાગોમાં પણ આતંકવાદી મોડ્યુલ તૈયાર કરે છે. તેમાં ખંડણી, હત્યા, બ્લાસ્ટ, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીનો પણ સમાવેશ થાય છે. 2021માં લાંડા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો હતો. NIAએ તેના પર ઈનામ પણ જાહેર કર્યું છે.

    10 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું

    સપ્ટેમ્બર, 2023માં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના પાંચ આતંકીઓ વિશે માહિતી આપવા માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી, જેમાં કેનેડા સ્થિત આતંકી લખબીર સિંઘ લાંડા અને પાકિસ્તાન સ્થિત હરવિંદર સિંઘ રિંડાની માહિતી આપવા માટે 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે સિવાય પરમિંદર સિંઘ કૈરા ઉર્ફે પટ્ટુ, સતનામ સિંઘ ઉર્ફે સતબીર સિંઘ અને યાદવિંદર સિંઘ પર 5-5 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ તમામ આતંકી લાંડાના સહયોગીઓ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં