6 દાયકાથી મુંબઈની સડકો પર દોડી રહેલી લાલ-પીળી ટેક્સી હવે રસ્તા પર જોઈ શકાશે નહીં. આ પદ્મિની ટેક્સી સાથે મુંબાઈવાસીઓની ઘણી યાદો જોડાયેલી છે. હવે એ જાણવા મળી રહ્યું છે કે આ લાલ-પીળી પદ્મિની (Premier Padmini) ટેક્સી સોમવારથી (30 ઓક્ટોબરથી) શહેરમાં નહિ ચલાવી શકાય. તેની પાછળનું કારણ એ છે કે મુંબઈ શહેરમાં ટેક્સી ચલાવવાની સમય મર્યાદા 20 વર્ષ છે, જ્યારે કાળી-પીળી ટેક્સીઓ છેલ્લા 6 દાયકાથી ચાલી રહી છે.
દેશમાં સમય સાથે ઘણું-બધુ પરિવર્તન થઈ રહ્યું છે. ટેકનોલોજીમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. વાહનવ્યવહાર પણ ખૂબ અદ્યતન થઈ રહ્યો છે. હવે મોટા શહેરોમાં કેબ વધુ પ્રચલિત થઈ ગઈ છે. લોકોને ક્યાંય પણ જવું હોય તો ઓનલાઈન કેબ બુક કરીને મુસાફરી કરે છે. આ વચ્ચે છેલ્લા 60 વર્ષોથી દેશની આર્થિક રાજધાની મુંબઈની સડકો પર દોડી રહેલી કાળી-પીળી ટેક્સી બંધ થવાના સમાચાર આવી રહ્યા છે.
इस टैक्सी में बैठने का 'सपना' भी अब 'सपना' ही रह गया।
— Aviral Pandit (@aviral_dwivedi_) October 29, 2023
Mumbai's Iconic Premier Padmini Taxis Retire, Ending an Era of Transportation Heritage.#Mumbai #PremierPadmini #KaaliPeeli #MumbaiTaxi pic.twitter.com/WVLVYfvSon
આ ટેક્સી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી હતી. મુંબઈની શાન ગણાતી કાળી-પીળી ટેક્સી લોકોના હ્રદયમાં સ્થાન પામી છે. ખાસ કરીને મુંબઈવાસીઓની ઘણી યાદો અને લાગણીઓ તેની સાથે જોડાયેલી છે. ત્યારે હવે તેવા લોકો માટે આ એક ખૂબ જ દુખદ સમાચાર છે. 60 વર્ષથી દોડી રહેલી પ્રીમિયર પદ્મિનીની યાત્રા હવે સમાપ્ત થઈ રહી છે.
તેનું કારણ એ છે કે હવે શહેરમાં નવા મોડેલ અને એપ આધારિત કેબ સેવાઓ ઉપલબ્ધ છે અને તેના કારણે હવે આ કાળી-પીળી ટેક્સીને મુંબઈના રસ્તાઓ પરથી હટાવી દેવાશે. બીજું એક કારણ એ પણ છે કે મુંબઈમાં ટેક્સી ચલાવવાની સમય મર્યાદા 20 વર્ષ છે, જ્યારે કાળી-પીળી ટેક્સીઓ છેલ્લા 60 વર્ષથી ચાલી રહી છે.
કાળી-પીળી ટેક્સીને મ્યુઝિયમમાં રાખવા માંગ
પરિવહન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘પ્રીમિયર પદ્મિની’ની છેલ્લી ટેક્સી 29 ઓક્ટોબર, 2003ના રોજ તારદેવ RTOમાં રજીસ્ટર કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શહેરમાં ટેક્સી ચલાવવાની સમય મર્યાદા 20 વર્ષ છે, તેથી સોમવારથી (30 ઓક્ટોબરથી) ‘પ્રીમિયર પદ્મિની’ એટલે કે કાળી-પીળી ટેક્સીઓ સત્તાવાર રીતે મુંબઈના રસ્તાઓ પર દોડી શકશે નહી.
મુંબઈની છેલ્લી રજિસ્ટર્ડ પ્રીમિયર પદ્મિની ટેક્સી (MH-01-JA-2556)ના માલિક પ્રભાદેવીએ કહ્યું હતું કે, “આ મુંબઈ અને અમારા જીવનનું ગૌરવ છે.” સાથે ઘણા લોકો દ્વારા ટેક્સીને મ્યુઝિયમમાં રાખવા પણ માંગ કરવામાં આવી રહી છે. મુંબઈના કેટલાક લોકોની માંગ એવી છે કે, ઓછામાં ઓછી એક કાળી-પીળી ટેક્સી મ્યુઝિયમમાં સાચવીને રાખવી જોઈએ.