Wednesday, December 4, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરી રહેલ એક વિદેશી આચાર્ય, જેમને G20 દરમિયાન મળ્યા...

    ભારતીય સંસ્કૃતિનો પ્રસાર કરી રહેલ એક વિદેશી આચાર્ય, જેમને G20 દરમિયાન મળ્યા PM મોદી: જાણો કોણ છે બ્રાઝિલના જોનાસ મૈસેટ્ટી, કેવી રીતે રિયોમાં ભણાવી રહ્યા છે વેદ અને યોગ

    જોનાસ મૈસેટ્ટી મૂળ બ્રાઝિલના રહેવાસી છે. તેમણે બ્રાઝિલમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. યોગ અને વેદ તરફ આવતા પહેલા તે શેરબજારમાં કામ કરતા હતા. જોનાસ મૈસેટ્ટી  ભારત આવતા પહેલા ખૂબ જ અમીર હતા.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) તાજેતરમાં બ્રાઝિલની (Brazil) રાજધાની રિયો ડી જાનેરોની (Rio De Janeiro) મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ નેતાઓ સિવાય PM મોદી એક એવા વ્યક્તિને મળ્યા જેનો જન્મ બ્રાઝિલમાં થયો હતો પરંતુ હવે તે ભારતીય સંસ્કૃતિને (Indian Culture) દુનિયામાં ફેલાવી રહ્યો છે. PM મોદી રિયોમાં આચાર્ય જોનાસ મૈસેટ્ટી (Jonas Masetti) સાથે મુલાકાત કરી હતી. PM મોદીએ મન કી બાતમાં (Mann Ki Baat) એક વખત આચાર્ય મૈસેટ્ટીનો ઉલ્લેખ કર્યો હતો. આચાર્ય મૈસેટ્ટી વિશ્વને યોગ અને ગીતાનો પરિચય કરાવી રહ્યા છે.

    PM મોદી G20 દરમિયાન જોનાસ મૈસેટ્ટીને મળ્યા હતા. જેની કેટલીક તસ્વીરો તેમણે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, “જોનાસ મૈસેટ્ટી અને તેમની ટીમને મળ્યા. મેં મન કી બાત કાર્યક્રમ દરમિયાન વેદાંત અને ગીતા પ્રત્યેની તેમની ભક્તિનો ઉલ્લેખ કર્યો હતો. તેમની ટીમે સંસ્કૃતમાં રામાયણની ઝલક રજૂ કરી. આ પ્રસંશનીય બાબત છે કે ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં તેનો પ્રભાવ પાડી રહી છે.”

    કોણ છે જોનાસ મૈસેટ્ટી

    જોનાસ મૈસેટ્ટી મૂળ બ્રાઝિલના રહેવાસી છે. તેમણે બ્રાઝિલમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. યોગ અને વેદ તરફ આવતા પહેલા તે શેરબજારમાં કામ કરતા હતા. જોનાસ મૈસેટ્ટી  ભારત આવતા પહેલા ખૂબ જ અમીર હતા. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશોમાં દરેક વ્યક્તિને જે વસ્તુઓની આવશ્યકતા હોય છે, તે બધી જ તેમની પાસે હતી. છતાં જોનાસ મૈસેટ્ટી  તેમના જીવનથી ખુશ ન હતા. તે થોડા વર્ષો પહેલા ભારત આવ્યા હતા, ત્યારબાદ તે સનાતનથી પ્રભાવિત થયા હતા.

    - Advertisement -

    કેમ પકડ્યો સનાતનનો રસ્તો?

    જોનાસ મૈસેટ્ટીએ જાગરણને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પશ્ચિમી દેશોના જીવનથી તેઓ ખુશ નહોતા અને તેમનું મન તેમાં લાગતું નહોતું. આ પછી તેઓ વેદાંત તરફ વળ્યા. તેઓ ભારત આવ્યા અને તમિલનાડુના કોઈમ્બતુરમાં આચાર્ય દયાનંદ સરસ્વતીના આશ્રમમાં વેદાંતનો અભ્યાસ શરૂ કર્યો. અહીં માસેટ્ટીને આચાર્યનો દરજ્જો મળ્યો. સનાતનથી પ્રભાવિત થઈને તેમણે વિશ્વ વિદ્યા નામની સંસ્થા ખોલી અને સનાતનનો પ્રચાર શરૂ કર્યો. તેમણે તેની સ્થાપના બ્રાઝિલની રાજધાની રિયો નજીક એક જગ્યાએ કરી હતી.

    કરી રહ્યા છે સંસ્કૃતિનો પ્રચાર

    જોનાસ મૈસેટ્ટી ભારતીય સંસ્કૃતિ સાથે એડજસ્ટ થઈને આચાર્ય વિશ્વનાથ બન્યા છે. મૈસેટ્ટી હવે વિદેશમાં વેદાંત શીખવે છે. તે વિદેશી વિદ્યાર્થીઓને યોગ અને ગીતા શીખવે છે. તે લોકોને રામાયણ વગેરે ગ્રંથો અંગે પણ સંભળાવે છે. તે લોકો ને આયુર્વેદ અંગે પણ સમજાવે છે. મૈસેટ્ટી બ્રાઝિલમાં તેમના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓને સનાતન અંગે ધાર્મિક શિક્ષણ આપે છે. તે અને તેમના સાથીઓ રામાયણની મંચ પર પ્રસ્તુતિ પણ કરે છે અને ટેબ્લો દ્વારા લોકોને હિંદુ ધર્મ વિશે સમજાવે છે.

    PM મોદીએ પણ કર્યો હતો મૈસેટ્ટી નો ઉલ્લેખ

    PM મોદી દ્વારા 2020માં મન કી બાતમાં જોનાસ મૈસેટ્ટી અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. PM મોદીએ જોનાસ મૈસેટ્ટી જેવા લોકોને ‘ભારતના સાંસ્કૃતિક રાજદૂત’ ગણાવ્યા હતા. PM મોદીએ તેમના વિશે કહ્યું, “ભારતની સંસ્કૃતિ અને ધર્મગ્રંથો હંમેશાથી સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. ઘણા લોકો આની શોધમાં ભારત આવ્યા અને કાયમ માટે અહીં રહ્યા, જ્યારે ઘણા લોકો તેમના દેશમાં પાછા ગયા અને આ સંસ્કૃતિના વાહક બન્યા. મને ‘જોનાસ મેસેટ્ટી’ના કામ વિશે જાણવાની તક મળી, જેમને ‘વિશ્વનાથ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.”

    PM મોદીએ આગળ કહ્યું, “જોનાસ બ્રાઝિલમાં લોકોને વેદાંત અને ગીતા શીખવે છે. તે વિશ્વવિદ્યા નામની સંસ્થા ચલાવે છે, જે રિયો ડી જાનેરોથી એક કલાકના અંતરે પેટ્રોપોલિસના પર્વતોમાં સ્થિત છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી, જોનાસે શેરબજારમાં પોતાની કંપનીમાં કામ કર્યું, બાદમાં તેમને ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને વેદાંતમાં રસ પડ્યો. સ્ટોકથી લઈને ધાર્મિકતા સુધી વાસ્તવમાં તેમની એક લાંબી યાત્રા છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં