મધ્યપ્રદેશના રાયસેન (Raisen, Madhya Pradesh) જિલ્લામાં વક્ફ બોર્ડની (Waqf Board) મનમાનીએ ફરી એકવાર લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ વખતે મધ્યપ્રદેશ વક્ફ બોર્ડે હિંદુ બહુલ ગામ માખની પર પોતાનો દાવો ઠોકી બેસાડ્યો છે. એટલું જ નહીં, બોર્ડે ગામમાં સ્થિત શિવલિંગ પણ પોતાની મિલકત જાહેર કરી દીધું હતું. વક્ફ બોર્ડે ગ્રામજનોને નોટિસ મોકલીને કહ્યું છે કે જે જમીન પર તેઓ રહે છે તે બોર્ડની છે અને તેમણે તે ખાલી કરવી પડશે.
અહેવાલો અનુસાર, મધ્યપ્રદેશ વક્ફ બોર્ડનું કહેવું છે કે માખની ગામની આ જમીન કબ્રસ્તાનની છે. એ અલગ વાત છે કે જમીનની માલિકીનો કોઈ પુરાવો નથી રજૂ કરવામાં આવ્યો. વક્ફે 3 એકર જમીનનો પણ દાવો કર્યો છે, જેમાં ગામલોકોના ઘરો, ખેતરો, ચબૂતરા અને શિવલિંગ પણ પોતાની મિલકત જાહેર કરી દીધું છે.
વક્ફ બોર્ડે લોકોને આ જમીન ખાલી કરવા અને શક્ય તેટલી વહેલી તકે તેમાંથી દૂર જવા જણાવ્યું છે. આવી સૂચનાઓ મળ્યા પછી લોકો ચિંતિત છે. આશ્ચર્યજનક વાત એ છે કે આ જમીન સરકારી રેકોર્ડમાં સરકારી જમીન તરીકે નોંધાયેલી છે, છતાં વક્ફ તેને પોતાની જમીન હોવાનો દાવો કરી રહ્યું છે.
વક્ફ બોર્ડનો દાવો છે કે આ ગામ કાદર ખાન નામના વ્યક્તિનું હતું, જેમણે તેમને જમીન દાનમાં આપી હતી. પરંતુ ગામલોકો કહે છે કે અહીં ક્યારેય કોઈ કાદર ખાન રહ્યો નથી. ઘણી પેઢીઓથી અહીં રહેતા હિંદુ પરિવારોએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ તેમની જમીન છોડશે નહીં અને વક્ફના આ પગલા સામે લડશે. લોકોમાં ગુસ્સો છે કારણ કે તેમના ઘરો અને તેમની શ્રદ્ધાના પ્રતીક શિવલિંગ પર પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
આ પહેલા પણ સરકારી જમીનો પણ દાવા કરી ચૂક્યું છે વકફ
ઉલ્લેખનીય છે કે વક્ફ બોર્ડે આ પહેલાં પણ સરકારી મિલકતો પર દાવા ઠોકી બેસાડ્યા હોવાના મામલા સામે આવી ચૂક્યા છે. ગત મહિને જ આવો મામલો સામે આવ્યો હતો જે અંતર્ગત કર્ણાટકના વક્ફ બોર્ડે સરકારી જમીન, ટીપુ સુલતાન શસ્ત્રાગાર તેમજ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને રાજ્ય પુરાતત્વ, સંગ્રહાલયો અને હેરિટેજ વિભાગની કેટલીક ઇમારતો તથા 1200 એકરથી વધુની ખેડૂતોની જમીનો પર દાવો ઠોકી બેસાડ્યો હતો. નોંધનીય છે કે ભારત સરકાર વક્ફ બોર્ડમાં સુધારા માટે વક્ફ સુધારા બિલ લાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ બોર્ડની મનમાની અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી.