Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતવાંકાનેરમાં ગોળો ખવડાવવાનું કહીને હિંદુ સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનાર આધેડ સિરાજ...

    વાંકાનેરમાં ગોળો ખવડાવવાનું કહીને હિંદુ સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનાર આધેડ સિરાજ બુખારી સામે હિંદુ સંગઠનોમાં આક્રોશ: સખતમાં સખત સજા માટે મામલતદારને આવેદન સપાયું

    મંગળવારે મોરબી હિન્દૂ યુવા વાહિની, ગૌરક્ષક વાંકાનેર અને અન્ય ઘણા હિંદુ સંગઠનોએ સાથે મળીને આ વિષયમાં આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ વાંકાનેરના મામલતદારને આવેદન આપીને હિંદુ સગીરાનું અપહરણ કરીને તેની શારીરિક છેડતી કરનાર સિરાજ બુખારીને કડકમાં કડક સજા આપીને તેને કાયદાનું ભાન કરાવવામાં આવે.

    - Advertisement -

    તાજેતરમાં મોરબીના વાંકાનેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક હિંદુ સગીરાને લલચાવીને તેનું અપહરણ કરી લઇ જઈને અડપલાં કરવા મામલે એક સિરાજ બુખારી નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આરોપી સિરાજ પરણિત છે અને એક દીકરાનો બાપ છે. હવે વાંકાનેરના મંગળવારે જુદા જુદા હિંદુ સંગઠનોએ આ બાબતે મામલતદારને આવેદન આપ્યું છે.

    મોરબી અપડેટના અહેવાલ અનુસાર મંગળવારે મોરબી હિન્દૂ યુવા વાહિની, ગૌરક્ષક વાંકાનેર અને અન્ય ઘણા હિંદુ સંગઠનોએ સાથે મળીને આ વિષયમાં આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ વાંકાનેરના મામલતદારને આવેદન આપીને હિંદુ સગીરાનું અપહરણ કરીને તેની શારીરિક છેડતી કરનાર સિરાજ બુખારીને કડકમાં કડક સજા આપીને તેને કાયદાનું ભાન કરાવવામાં આવે. જેથી ભવિષ્યમાં કોઈની હિંમત ન થાય આમ કરવાની.

    વાંકાનેરના હિંદુ સંગઠનોએ આવેદન
    આવેદન આપવા મોટી સંખ્યામાં હિંદુઓ ભેગા થયા હતા. (ફોટો: મોરબી અપડેટ્સ)

    મોરબી હિન્દૂ યુવા વાહિનીના અધ્યક્ષ કે.બી. બોરીચાએ જણાવ્યું હતું કે, “મુસ્લિમ વ્યક્તિ હિંદુ સગીરાનું અપહરણ કરીને માર્કેટિંગ યાર્ડની બાજુમાં અવાવરું જગ્યાએ લઈ ગયો હતો જ્યાં હાથ પકડવા, નમાજ પઢાવવા સહિતની ચેષ્ટાઓ કરી હતી અને સગીરાના અડપલા કર્યા હતા. આથી આ શખ્સને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.”

    - Advertisement -

    ગોળો ખવડાવવાની લાલચ આપીને સગીરાને અવાવરું જગ્યાએ લઇ ગયો હતો સિરાજ

    નોંધનીય છે કે આ મામલો વાંકાનેરમાં બન્યો હતો. અહીં રહેતી એક હિંદુ પરિવારની સગીરાને વાંકાનેરમાં જ રહેતો સિરાજ બુખારી ગોળો ખવડાવવાના બહાને લઇ ગયો હતો અને માર્કેટ યાર્ડ તરફ લઇ જઈને અડપલાં કર્યાં હતાં, પરંતુ ત્યાં સુધીમાં સગીરાના પરિવારને જાણ થઇ જતાં આરોપી તેને મૂકીને ભાગી ગયો હતો. 

    સગીરાના પિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નોકરીએથી ઘરે આવ્યા બાદ જોતાં પુત્રી દેખાઈ ન હતી. તપાસ કરતાં આસપાસના લોકોએ જણાવ્યું હતું કે, તેને એક મુસ્લિમ યુવક લઇ ગયો છે. જેને ફોન કરીને સંપર્ક કરતાં જ તેને જાણ થઇ જતાં સગીરાને ઘર નજીક ઉતારી ગયો હતો. ત્યારબાદ પરિજનો અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા.

    રિપોર્ટ અનુસાર, સગીરાના પિતાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે આરોપીએ તેમની પુત્રીને ફસાવીને રમજાનમાં તેની પાસે રોજા પણ રખાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ તેને ઘરમાં સમયસર જમવાનું કહેતા તો ‘મને ભૂખ નથી’ તેવો જવાબ આપીને રોજા રાખતી હતી. 

    પીડિત પિતાની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે સિરાજ મુન્ના બુખારી સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં