Thursday, October 10, 2024
More
    હોમપેજક્રાઈમહિંદુ સગીરાને અવાવરું જગ્યાએ લઇ ગયો, શારીરિક અડપલાં કર્યાં: વાંકાનેરમાં એક સંતાનના...

    હિંદુ સગીરાને અવાવરું જગ્યાએ લઇ ગયો, શારીરિક અડપલાં કર્યાં: વાંકાનેરમાં એક સંતાનના પિતા સિરાજ બુખારી સામે ગુનો, પીડિતાને રમજાનમાં રોજા પણ રખાવ્યા હોવાનો આરોપ

    પીડિત પિતાની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે સિરાજ મુન્ના બુખારી સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

    - Advertisement -

    મોરબીના વાંકાનેરમાં એક હિંદુ સગીરાને લલચાવીને તેનું અપહરણ કરી લઇ જઈને અડપલાં કરવા મામલે એક સિરાજ બુખારી નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપી સિરાજ પરિણીત હોવાનું અને એક સંતાનનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ મામલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે. 

    આ મામલો વાંકાનેરનો છે. અહીં રહેતી એક હિંદુ પરિવારની સગીરાને વાંકાનેરમાં જ રહેતો સિરાજ બુખારી ગોળો ખવડાવવાના બહાને લઇ ગયો હતો અને માર્કેટ યાર્ડ તરફ લઇ જઈને અડપલાં કર્યાં હતાં, પરંતુ ત્યાં સુધીમાં સગીરાના પરિવારને જાણ થઇ જતાં આરોપી તેને મૂકીને ભાગી ગયો હતો. 

    સગીરાના પિતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ નોકરીએથી ઘરે આવ્યા બાદ જોતાં પુત્રી દેખાઈ ન હતી. તપાસ કરતાં આસપાસના લોકોએ જણાવ્યું હતું કે, તેને એક મુસ્લિમ યુવક લઇ ગયો છે. જેને ફોન કરીને સંપર્ક કરતાં જ તેને જાણ થઇ જતાં સગીરાને ઘર નજીક ઉતારી ગયો હતો. ત્યારબાદ પરિજનો અને આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. 

    - Advertisement -

    રિપોર્ટ અનુસાર, સગીરાના પિતાએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે આરોપીએ તેમની પુત્રીને ફસાવીને રમજાનમાં તેની પાસે રોજા પણ રખાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ તેને ઘરમાં સમયસર જમવાનું કહેતા તો ‘મને ભૂખ નથી’ તેવો જવાબ આપીને રોજા રાખતી હતી. 

    પીડિત પિતાની ફરિયાદના આધારે વાંકાનેર પોલીસે સિરાજ મુન્ના બુખારી સામે પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

    અગાઉ પણ આવો કિસ્સો સામે આવ્યો હતો

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં મોરબીમાંથી જ એવો કિસ્સો સામે આવ્યો હતો જેમાં આરોપી મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને રમજાન માસમાં રોજા રાખવા માટે દબાણ કર્યું હતું. ગત એપ્રિલ અંતમાં આ મામલે એક કેસ દાખલ થયો હતો, જેમાં પીડિતાની માતાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મુસ્તફા દલવાણી નામના યુવકે ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેમની પુત્રીને પીંખી હતી. ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે આરોપી મુસ્તફાએ પીડિતાનું ધર્માંતરણ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ગત રમઝાન મહિનામાં તે પીડિતાને રોજા રાખવા માટે દબાણ કરતો હતો અને સ્નેપચેટમાં મઝહબી સામગ્રી મોકલી તેને વાંચવા અને અનુકરણ કરવા પણ કહેતો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં