Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગ્રાઉન્ડ પર વિરાટ કોહલી કરી રહ્યા હતા ડાન્સ, કૉમેન્ટ્રી કરતા સેહવાગે મર્યાદા...

    ગ્રાઉન્ડ પર વિરાટ કોહલી કરી રહ્યા હતા ડાન્સ, કૉમેન્ટ્રી કરતા સેહવાગે મર્યાદા ઓળંગી અને ફેન્સ એમના પર ભડક્યા

    રવિવારે (3 જૂન 2022) ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એઝબેસ્ટનમાં રમાતી ટેસ્ટ મેચ દરમિયાન વીરેન્દ્ર સેહવાગ કૉમેન્ટ્રી કરી રહ્યા હતા. દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે ‘છમિયા’ શબ્દનો ઉપયોગ કરી નાંખ્યો હતો. 

    - Advertisement -

    પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ આમ તો સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે પરંતુ હવે તેઓ વિવાદમાં આવ્યા છે. પોતાના અલગ અંદાજમાં કૉમેન્ટ્રી કરવા માટે જાણીતા વીરેન્દ્ર સેહવાગે એક મેચ દરમિયાન કૉમેન્ટ્રીમાં એવું કંઈક કહી દીધું કે જેનાથી સોશિયલ મીડિયા ઉપર યુઝરો તેમને ભાંડી રહ્યા છે અને તેમને કૉમેન્ટ્રીમાંથી હટાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે. 

    રવિવારે (3 જૂન 2022) ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એઝબેસ્ટનમાં રમાતી ટેસ્ટ મેચ દરમિયાન વીરેન્દ્ર સેહવાગ કૉમેન્ટ્રી કરી રહ્યા હતા. દરમિયાન તેમણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી માટે ‘છમિયા’ શબ્દનો ઉપયોગ કરી નાંખ્યો હતો. 

    મેચના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન સેમ બિલિંગ્સની વિકેટ પડી ત્યારે વિરાટ કોહલી ખુશીથી નાચવા માંડ્યા હતા. વિરાટ કોહલીએ બંને હાથ ઉપર ઉઠાવીને પોતાની અલગ જ શૈલીમાં વિકેટનો ઉત્સવ માનવતા દેખાયા હતા. દરમ્યાન, સેહવાગે કહ્યું, “જુઓ છમિયા નાચી રહી છે.” જે બાદ વીરેન્દ્ર સેહવાગ વિવાદમાં આવી ગયા હતા.

    - Advertisement -

    આ સાંભળ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝરોએ સેહવાગની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું અને કહ્યું કે આ કયા પ્રકારની કૉમેન્ટ્રી છે? લોકોએ કહ્યું કે સેહવાગે પોતાની ભાષા પર ધ્યાન આપવું જોઈએ.

    એક યુઝરે લખ્યું, સેહવાગ દ્વારા બહુ ખરાબ કૉમેન્ટ્રી. કૉમેન્ટ્રીમાં આવા ખરાબ જોક્સ સાંભળીને કંટાળી ગયા છીએ. આ કોઈ લાફ્ટર ચેલેન્જ નથી. તેમણે સાથે ‘માફી માંગો સેહવાગ’ હેશટેગ પણ લખ્યું હતું.

    એક યુઝરે કહ્યું કે, ટીવી પર કૉમેન્ટ્રી કરતા હોવા છતાં સેહવાગનું વર્તન જાણે કોઈ ટ્રોલ હોય તેવું હતું.

    એક યુઝરે સેહવાગની ટિપ્પણીઓને વખોડી કાઢીને કહ્યું કે, ક્રિકેટના જ પૂર્વ ખેલાડી આવું વર્તન કરે તે માનવામાં આવતું નથી. તેમણે સેહવાગને ટેગ કરીને વિરાટ કોહલીની માફી માંગવા માટે કહ્યું અને એમ પણ કહ્યું કે તેમની આવી વાહિયાત રમૂજ બિલકુલ પણ મનોરંજક નથી.

    અન્ય એક યુઝરે બીસીસીઆઈ અને સેહવાગ બંનેને ટેગ કરીને બળાપો કાઢ્યો હતો અને કહ્યું હતું કે, બીસીસીઆઈએ પ્રોફેશનલ કોમેન્ટેટર નિયુક્ત કરવા જોઈએ.

    રાજ ચૌધરી નામના એક યુઝરે કહ્યું કે, સેહવાગ કંઈ પણ બોલે છે અને તમે આ રીતે કોઈ વ્યક્તિનું અપમાન કરી ન શકો. 

    ઇંગ્લેન્ડ વિરુદ્ધ એઝબેસ્ટન ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમે પહેલી ઇનિંગમાં 416 રન બનાવ્યા હતા જે બાદ ઇંગ્લેન્ડની ટિમને 284 રન પર ઓલઆઉટ કરી નાંખી હતી. તેથી ભારતીય ટિમને પહેલી ઇનિંગમાં 132 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયાએ દિવસ પૂરો થવા સુધીમાં 125 રન બનાવ્યા હતા. જેથી કુલ લીડ 257 રનની થઇ ચૂકી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં