Friday, May 24, 2024
More
  હોમપેજગુજરાત‘તમારા ઘરમાંથી તેમને ત્યાં કોણ ગયું હતું’: રાહુલ ગાંધી વિશે ભૂપત ભાયાણીની...

  ‘તમારા ઘરમાંથી તેમને ત્યાં કોણ ગયું હતું’: રાહુલ ગાંધી વિશે ભૂપત ભાયાણીની ટિપ્પણીનો જવાબ આપતાં કોંગ્રેસ નેતાએ વિવાદિત નિવેદન આપ્યું, ભાજપે કહ્યું- આ કોંગ્રેસનું DNA બોલે છે 

  આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ નિશાન સાધ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા ઉપપ્રમુખ જુબીન આશરાએ આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “બીજાની બહેન દીકરીઓ બાબતે કોંગ્રેસના વિચારો સાંભળો."

  - Advertisement -

  કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ ભાજપ નેતા ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે કરેલા નિવેદનનો જવાબ આપતા જોવા મળે છે, પરંતુ તેમાં તેઓ પોતે પણ વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કરતા જોવા મળે છે. તેઓ કહે છે કે, તમારા ઘરમાંથી ત્યાં કોણ ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં આ ખામી છે. નોંધનીય છે કે ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધી માટે ‘નપુંસક’ જેવા શબ્દો વાપર્યા હતા. 

  આ મામલે ભૂપત ભાયાણીને જવાબ આપતાં કોંગ્રેસ નેતાએ વિવાદિત શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમણે કહ્યું, “વિસાવદરમાં 2 દિવસ પહેલાં એક બનાવ બની ગયો. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના (પૂર્વ) ધારાસભ્યે રાહુલ ગાંધી વિશે ન કરવાનું નિવેદન કર્યું. હું ભાજપના વ્યક્તિને કહેવા માંગું છું કે, તમે જે રાહુલજી વિશે નિવેદન કર્યુ, રાહુલજી વિશે જે ભાષાનો ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગું છું કે તમારા ઘરમાંથી ત્યાં કોણ ગયું હતું કે તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં આ ખામી છે.”

  આ નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ નિશાન સાધ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના સહ કન્વીનર જુબીન આશરાએ આ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “બીજાની બહેન દીકરીઓ બાબતે કોંગ્રેસના વિચારો સાંભળો. કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતનું સ્પષ્ટ કહેવું છે કે રાહુલ ગાંધીની મરદાનગી માપવા તમારી બેન-દીકરીને તેની પાસે મોકલો. આ નિવેદન કેટલું અધમ કક્ષાનું છે. આ પ્રતાપ દુધાત નહીં પરંતુ કોંગ્રેસનું DNA બોલે છે.”

  - Advertisement -

  પ્રતાપ દુધાત પૂર્વ ધારાસભ્ય છે, જેઓ 2017માં સાવરકુંડલા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ પર ચૂંટાયા હતા. તેઓ 2022માં પણ આ જ બેઠક પરથી લડ્યા, પરંતુ ભાજપ ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેઓ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. 

  ભૂપત ભાયાણીએ શું કહ્યું હતું?

  બીજી તરફ, ભાજપ નેતા ભૂપત ભાયાણીના નિવેદનની વાત કરવામાં આવે તો તેમણે વિસાવદરમાં પાર્ટીના એક ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે રાહુલ ગાંધી વિશે ટિપ્પણી કરી હતી. કાર્યકર્તાઓને સંબોધતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય. સમજી શકે ને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી.”

  તેમણે પછી આ મામલે સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે કહ્યું,“મારો કહેવાનો આશય એ હતો કે, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સરખામણી થઈ શકે નહીં. નરેન્દ્રભાઈ જેવા સક્ષમ નેતૃત્વના હાથમાં દેશનું સુકાન સોંપી શકાય. ચૂંટણીલક્ષી વાત હતી અને મને વાણીની સ્વતંત્રતા છે. હું મારી વાત જનતા સમક્ષ મૂકી શકું છું. બાકી કોઈ આશય નહોતો. સોનિયાજીએ પણ મોતના સોદાગર જેવા શબ્દોનો પ્રયોગ કરેલો છે.” સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, આ તેમનું વ્યતિગત નિવેદન હતું. તેની સાથે પાર્ટીને કઈ લાગતું-વળગતું નથી. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં