Thursday, May 23, 2024
More
  હોમપેજરાજકારણ'રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય, નરેન્દ્ર મોદી...

  ‘રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય, નરેન્દ્ર મોદી સિંહ છે’: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન

  ભૂપત ભાયાણીએ કહ્યું કે, "રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય. સમજી શકે ને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી."

  - Advertisement -

  લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. તમામ લોકો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે અને રેલીઓને સંબોધી રહ્યા છે. તેવામાં વિસાવદરના ભાજપ નેતા ભૂપત ભાયાણીએ પણ વિસાવદરમાં એક સભાને સંબોધિત કરતાં નિવેદન આપ્યું છે. તેમણે સભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી પર નિવેદન આપ્યું છે. આ સાથે તેમણે વડાપ્રધાન મોદીને સિંહ ગણાવ્યા છે. ભાયાણીનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે.

  સોમવારે (23 એપ્રિલે) જૂનાગઢના વિસાવદરમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે વિસાવદરથી AAPના પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા ભૂપત ભાયાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધી જેવા નપુંસકના હાથમાં દેશની કમાન ન સોંપી શકાય. સમજી શકે ને બધા. આલિયા, માલિયા, જમાલિયા બધા એક કુંડીએ પાણી પીવે છે. કારણ કે બીજી કુંડીએ આપણો સિંહ છે નરેન્દ્ર મોદી.”

  ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પરનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ સાથે તેમની આ મામલે પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું છે કે, “મારો કહેવાનો આશય એ હતો કે, નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની સરખામણી થઈ શકે નહીં. નરેન્દ્રભાઈ જેવા સક્ષમ નેતૃત્વના હાથમાં દેશનું સુકાન સોંપી શકાય. ચૂંટણીલક્ષી વાત હતી અને મને વાણીની સ્વતંત્રતા છે. હું મારી વાત જનતા સમક્ષ મૂકી શકું છું. બાકી કોઈ આશય નહોતો. સોનિયાજીએ પણ મોતના સોદાગર જેવા શબ્દોનો પ્રયોગ કરેલો છે.”

  - Advertisement -

  સાથે તેમણે કહ્યું કે, “ચૂંટણીલક્ષી વાતો ચાલતી હોય છે. એકબીજી પાર્ટીની વાત જનતા સમક્ષ મૂકતાં હોય છે. અમે માત્ર અમારી વાત જનતા સમક્ષ મૂકી છે.” સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, આ તેમનું વ્યતિગત નિવેદન હતું. તેની સાથે પાર્ટીને કઈ લાગતું-વળગતું નથી. સાથે એ પણ નોંધવું જોઈએ કે, 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ ગોધરા કાંડ પછીનાં રમખાણો મુદ્દે ટાર્ગેટ કરવા માટે વડાપ્રધાન મોદી માટે ‘મોત કા સોદાગર’ શબ્દનો ઉપયોગ કર્યો હતો.

  ઉલ્લેખનીય છે કે, ભૂપત ભાયાણી અગાઉ ભાજપમાં જોડાયેલા હતા. તે પછી ત્રણ વર્ષ પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા. ત્યારબાદ 2022ની વિધાનસભા ચૂંટણીમાં AAPની ટિકિટ મેળવી વિસાવદર સીટ પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. જોકે, થોડા સમય પહેલાં જ તેમણે ધારાસભ્ય પદેથી અને AAPમાંથી રાજીનામું આપી દીધું હતું અને ઘરવાપસી કરી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં