Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબિહારમાં ફરી હિંસા: સીએમ નીતીશ કુમારની મુલાકાત પહેલાં અરરિયામાં બે મુસ્લિમ જૂથો...

    બિહારમાં ફરી હિંસા: સીએમ નીતીશ કુમારની મુલાકાત પહેલાં અરરિયામાં બે મુસ્લિમ જૂથો બાખડ્યાં, ગોળીબાર અને પથ્થરમારો

    મુસ્લિમોનાં બે જૂથ સામસામે હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યાં હતાં લડાઈમાં ગોળીઓ ચાલી હતી અને બૉમ્બ પણ ફેંકાયા હતા.

    - Advertisement -

    બિહારના અરરિયામાં એક ગામમાં મુખ્યમંત્રી નીતીશ કુમારના આગમનના એક દિવસ પહેલાં હિંસા થઇ હોવાના સમાચાર મળ્યા છે. અહીં બે મુસ્લિમ જૂથો બાખડ્યાં હતાં, જે મામલે પોલીસે અમુકની ધરપકડ પણ કરી લીધી છે. 

    નીતીશ કુમાર રાનીગંજ જિલ્લામાં તેમની ‘સમાધાન યાત્રા’ લઈને પહોંચે તેની આગલી રાત્રે ગુરુવારે (2 ફેબ્રુઆરી, 2023) એક ગામમાં ગોળીબાર, બૉમ્બમારો અને આગચંપી થઇ હતી. જેમાં મુસ્લિમોનાં બે જૂથ સામસામે હથિયારો લઈને એકબીજા પર તૂટી પડ્યાં હતાં લડાઈમાં ગોળીઓ ચાલી હતી અને બૉમ્બ પણ ફેંકાયા હતા. 

    આ ઘટનાના કેટલાક વિડીયો વાયરલ થઇ ગયા છે તો બીજી તરફ જાણ થતાં જ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. અરરિયાના SDPO પુષ્કર કુમારે મીડિયાને જણાવ્યા અનુસાર, ઘટનમાં 62 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે, જ્યારે 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. લડાઈમાં 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

    - Advertisement -

    જાણવા મળ્યા અનુસાર, આ હિંસા ચૂંટણીની અદાવતમાં થઇ હતી. ઈમ્તિયાઝ નામના એક શખ્સે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં કહ્યું હતું કે, ગુરુવારે સવારે એક ચોક પર ચા પીવા દરમિયાન તેના કાકાની એક વ્યક્તિ સાથે મારપીટ થઇ હતી. ત્યારબાદ બપોરે મોહમ્મદ નઇમ, નસીમ, મોસિમ, અઝમત વગેરે સહિતના લોકોએ ટોળું બનાવીને આવીને લાકડી, લોખંડના સળિયા, ફરસી, બંદૂક અને બૉમ્બ વગેરે હથિયારો વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. 

    બિહારના અરરિયામાં ફાટી નીકળેલી હિંસા અને પથ્થરમારા-ગોળીબારમાં ઇજાગ્રસ્તોમાં નજામ, અયૂબ, ઈમ્તિયાઝ, સમીમ, ઝુબૈર વગેરે સામેલ છે. જ્યારે પકડાયેલા આરોપીઓની ઓળખ કમરૂલ, દિલશાદ, અબુકર, મુન્ની ખાતૂન, જોહરા ખાતૂન, શબનમ ખાતૂન તરીકે થઇ છે. 

    મીડિયા રિપોર્ટ અનુસાર, આ ગામમાં અગાઉ પણ ચૂંટણીને લઈને મારામારી થઇ ચૂકી છે. ગત એપ્રિલ મહિનામાં મોહમ્મદ મુશ્તાક અને મોહમ્મદ નઇમ નામના ઈસમો વચ્ચે વિવાદ થયા બાદ મામલો મારપીટ સુધી પહોંચી ગયો હતો અને બંનેના પરિજનોએ એકબીજાને ગાળો ભાંડીને પથ્થરમારો કર્યો હતો. દરમ્યાન, મામલાની જાણ થતાં પોલીસ પહોંચી તો ટોળાએ પોલીસ વાહનના ચાલક સાથે પણ મારપીટ કરી હતી. તે પહેલાં પણ ગોળીબારી અને બૉમ્બમારાની ઘટનાઓ બની ચૂકી હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. 

    બિહાર સીએમ નીતીશ કુમાર સમાધાન યાત્રા કરી રહ્યા છે, જે અનુસાર આજે તેઓ અરરિયા પહોંચ્યા હતા. તેમના આગમન પહેલાં જ જિલ્લામાં હિંસાના સમાચારે પોલીસ તંત્રને દોડતું કરી દીધું હતું તો બીજી તરફ બિહારની સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં