ઉત્તરાખંડમાં (Uttarakhand) 20 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીના (Pushkar Singh Dhami) નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં UCC નિયમાવલીને (UCC Manual) મંજૂરી આપી દેવામાં આવી હતી. રાજ્ય સચિવાલયના કાયદા વિભાગ નિયમોની ચકાસણી અને સમીક્ષા કર્યા બાદ આ નિયમોને મંજૂરી આપવામાં આવી હતી. આગામી સમયમાં અન્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.
નોંધનીય છે કે 20 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ધામીની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની એક બેઠક યોજાઈ હતી. આ સમય દરમિયાન મંત્રીમંડળે નિયમોના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સીએમ ધામીએ કહ્યું કે 2022માં, અમારી સરકારે UCC બિલ લાવીને લોકોને આપેલા વચનને પૂર્ણ કર્યું. ત્યારથી અમે તેની બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને તેને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવા તરફ આગળ વધી રહ્યા છીએ.
Watch: Uttarakhand Cabinet Approves Uniform Civil Code Manual, CM Dhami Says 'Promise Fulfilled' #TNshorts #Uttarakhand #UCC pic.twitter.com/dcMX08B85R
— TIMES NOW (@TimesNow) January 20, 2025
તેમણે આગળ કહ્યું હતું કે ઉત્તરાખંડ માટે ગર્વની વાત છે કે આપણું રાજ્ય UCC લાગુ કરનારું પ્રથમ રાજ્ય બનશે. બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. અમે ટૂંક સમયમાં તેનો અમલ કરીશું. આ પહેલાં ઉત્તરાખંડના નિર્માણ દિવસે એટલે કે 9 નવેમ્બરે કાયદો લાગુ થાય એવી સંભાવનાઓ હતી.
21 જાન્યુઆરીએ થશે મોક ડ્રીલ
ઉલ્લેખનીય છે કે 21 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસાથે પ્રથમ વખત UCC વેબ પોર્ટલનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં આ કવાયત સરકારની પ્રેક્ટિસનો (મોક ડ્રીલ) એક ભાગ હશે. આ પછી, UCC લાગુ થઇ શકે છે. મોક ડ્રીલમાં UCC પર તાલીમ લઈ રહેલા રજિસ્ટ્રાર, સબ રજિસ્ટ્રાર અને અન્ય અધિકારીઓ પોતપોતાની ઓફિસમાં UCC પોર્ટલમાં લોગિન કરશે.
Uttarakhand State Cabinet has given its nod to the 𝐔𝐧𝐢𝐟𝐨𝐫𝐦 𝐂𝐢𝐯𝐢𝐥 𝐂𝐨𝐝𝐞 (#UCC) manual, paving the way for its implementation in the state.
— All India Radio News (@airnewsalerts) January 20, 2025
CM @pushkardhami expressed his optimism about the UCC’s impact. He stated that #Uttarakhand’s adoption of the UCC will serve… pic.twitter.com/3kupOgUPuu
ત્યારપછી લગ્ન, છૂટાછેડા, લિવ-ઇન રિલેશનશિપ, વસિયતનામા વગેરે જેવી સેવાઓની નોંધણીનો અભ્યાસ કરશે. તેઓ ખાતરી કરશે કે યુસીસીના અમલીકરણ પછી, સામાન્ય લોકોને તેની સંબંધિત સેવાઓ મેળવવામાં કોઈ તકનીકી અવરોધો ન આવે. આ મોક ડ્રીલનો ઉદ્દેશ્ય સરકાર, ખાસ સમિતિ અને તાલીમ ટીમે પોતપોતાની તૈયારીઓનું પરીક્ષણ કરવાનો છે.
નોંધનીય છે કે આ પહેલાં 18 ઓક્ટોબર 2024ના રોજ નિયમાવલી અને અમલીકરણ સમિતિએ રાજ્ય સરકારને હિન્દી અને અંગ્રેજી બંને સંસ્કરણોમાં નિયમાવલી સુપરત કરી હતી. UCC બધા ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસા માટે સમાન કાયદો બની ગયો છે. જે અંતર્ગત સંપત્તિ, ગર્ભધારણ, વસીયત, લીવઇન રીલેશન સંપત્તિમાં દીકરી-દીકરાનો અધિકાર સહિતની વિવિધ બાબતોનો સમાવેશ છે.