Sunday, November 3, 2024
More
    હોમપેજદેશUCC લાગુ કરવા તૈયાર ઉત્તરાખંડ, CM ધામીને સોંપાયો નિયમાવલીનો અંતિમ ડ્રાફ્ટ: વિધાનસભા...

    UCC લાગુ કરવા તૈયાર ઉત્તરાખંડ, CM ધામીને સોંપાયો નિયમાવલીનો અંતિમ ડ્રાફ્ટ: વિધાનસભા પાસ કરી ચૂકી છે બિલ, 9 નવેમ્બરે સ્થાપના દિવસે લાગુ થવાની શક્યતા

    UCCના સકારાત્મક પાસા દર્શાવતા ધામીએ કહ્યું કે, “રાજ્યમાં દરેક માટે કાયદા અને ન્યાયમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે UCC લાવવામાં આવ્યું છે. UCC કાયદો રાજ્યના તમામ લોકોને લાભ કરશે, ખાસ કરીને તે મહિલાઓને સશક્ત કરશે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે."

    - Advertisement -

    ઉત્તરાખંડમાં (Uttarakhand) યુનિફોર્મ સિવિલ કોડના (Uniform Civil Code) સુચારુ અમલને માટે રચાયેલી સમિતિએ શુક્રવારે CM પુષ્કર સિંઘ ધામીને (Pushkar Singh Dhami) તેનો ડ્રાફ્ટ સુપરત કર્યો છે. હવે UCC અમલીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. 23 ઓક્ટોબરે કેબિનેટની બેઠકમાં UCC નિયમો રજૂ કરાય એવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. કેબિનેટની મંજૂરી મળ્યા બાદ 9મી નવેમ્બરે ઉત્તરાખંડ રાજ્ય સ્થાપના દિવસ પર સમગ્ર રાજ્યમાં UCC લાગુ થાય એવું માનવામાં આવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે જો ઉત્તરાખંડમાં UCC લાગુ થાય તો સ્વતંત્રતા બાદ આ પ્રકારનો કાયદો ઘડનાર ઉત્તરાખંડ દેશનું પ્રથમ રાજ્ય બનશે. ઉત્તરાખંડના CM પુષ્કર સિંઘ ધામીએ આ મામલે જાણકારી આપતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, “યુનિફોર્મ સિવિલ કોડ અંગે રચાયેલી સમિતિએ આજે સચિવાલયને નિયમોનો ડ્રાફ્ટ સોંપ્યો. ઉત્તરાખંડના દરેક રહેવાસી માટે આ ગર્વની ક્ષણ છે કે આપણું રાજ્ય સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે.”

    તેમણે આગળ લખ્યું હતું કે, “નિષ્ણાત સમિતિ દ્વારા તૈયાર કરાયેલ નિયમાવલીમાં લગ્ન અને છૂટાછેડાની નોંધણી, લિવ-ઇન રિલેશનશિપ, જન્મ-મૃત્યુની નોંધણી અને ઉત્તરાધિકાર સંબંધિત નિયમોને લગતી પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સામાન્ય જનતાની સુવિધા માટે આ હેતુ માટે એક પોર્ટલ અને મોબાઈલ એપ પણ તૈયાર કરવામાં આવી છે.” તેમણે કહ્યું હતું કે, “UCC તમામ નાગરિકોને સમાન કાનૂની અધિકાર પ્રદાન કરશે. તેના અમલીકરણથી આપણી માતૃશક્તિ સામાજિક અને આર્થિક રીતે વધુ શક્તિશાળી બનશે.”

    - Advertisement -

    આ સિવાય મીડિયા વાતચીતમાં ધામીએ કહ્યું હતું કે UCC કોઈને ટાર્ગેટ કરવા માટે લાવવામાં આવ્યું નથી. UCCના સકારાત્મક પાસા દર્શાવતા ધામીએ કહ્યું કે, “રાજ્યમાં દરેક માટે કાયદા અને ન્યાયમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે UCC લાવવામાં આવ્યું છે. UCC કાયદો રાજ્યના તમામ લોકોને લાભ કરશે, ખાસ કરીને તે મહિલાઓને સશક્ત કરશે અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરશે.”

    ઉલ્લેખનીય છે કે, UCC બિલ 06 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ખરડો 07 ફેબ્રુઆરીએ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. ત્યારપછી રાજભવનમાંથી બિલ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. 11 માર્ચે, રાષ્ટ્રપતિએ UCC બિલને મંજૂરી આપી દીધી હતી. ત્યારપછી UCC કાયદાના નિયમો ઘડવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ 8 ઓક્ટોબરના રોજ તેનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરી દીધો હતો, જે આજે ​​18 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકારને હિન્દી અને અંગ્રેજી બંને સંસ્કરણોમાં સુપરત કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં