Sunday, November 3, 2024
More
    હોમપેજદેશઉત્તરાખંડમાં UCCનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર: CM ધામીને સોંપવામાં આવશે રિપોર્ટ, 9 નવેમ્બરે...

    ઉત્તરાખંડમાં UCCનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર: CM ધામીને સોંપવામાં આવશે રિપોર્ટ, 9 નવેમ્બરે કાયદો લાગુ થાય તેવી સંભાવના

    શત્રુઘ્ન સિંઘે કહ્યું કે "અમે આ રિપોર્ટ તૈયાર કરવામાં તમામ કાયદાકીય અને સામાજિક પાસાઓનું ધ્યાન રાખ્યું છે. લગ્ન, છૂટાછેડા, દત્તક અને ઉત્તરાધિકાર જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સુપરત કરવામાં આવશે. જશે."

    - Advertisement -

    ઉત્તરાખંડ (Uttrakhand) સરકારે રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવા મામલે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા રચવામાં આવેલી UCC સમિતિએ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે તૈયાર કરાયેલી ભલામણોનો અંતિમ ડ્રાફ્ટતૈયાર કરી લીધો છે અને ટૂંક સમયમાં સરકારને સુપરત કરશે. જેમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને દત્તક લેવા જેવા વ્યક્તિગત કાયદાઓની સમાન અરજી માટેની જોગવાઈઓનો સમાવેશ થાય છે. સંભવત: ઉત્તરાખંડના સ્થાપના દિવસ 9 નવેમ્બરે UCC લાગુ કરવામાં આવે એવું માનવામાં આવી રહ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં પૂર્વ મુખ્ય સચિવ શત્રુઘ્ન સિંઘની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ હવે સીએમ પુષ્કર સિંહ ધામીને રિપોર્ટ સોંપશે. ત્યારપછી ઉત્તરાખંડમાં UCC લાગુ કરવાનો માર્ગ મોકળો થઇ જશે. UCC નો મુખ્ય ઉદ્દેશ્ય તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદો લાગુ કરવાનો છે, જે તેમના ધર્મ, જાતિ અથવા સમુદાયને ધ્યાનમાં લીધા વિના, બધાને સમાનરૂપે લાગુ થશે.

    વિવિધ સંસ્થાઓ સાથે થયો પરામર્શ

    નોંધનીય છે કે, આ સમિતિ છેલ્લા કેટલાક મહિનાઓથી UCCના ડ્રાફ્ટ પર કામ કરી રહી હતી, રાજ્યમાં વિવિધ સંસ્થાઓ, ધાર્મિક અને સામાજિક જૂથો સાથે પરામર્શ કરીને એક સમાવિષ્ટ અને સંતુલિત કાયદાનો મુસદ્દો તૈયાર કરી રહી હતી. UCC કમિટીની છેલ્લી બેઠક 7 સપ્ટેમ્બરે સ્ટેટ ગેસ્ટ હાઉસના મીટીંગ રૂમમાં યોજાઈ હતી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે જો ઉત્તરાખંડમાં UCC લાગુ થાય તો સ્વતંત્રતા પછી UCC ઘડનાર અને સુચારુ રૂપે લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનશે. આ વાતને સમર્થન આપતાં પેનલના વડા શત્રુઘ્ન સિંઘે કહ્યું હતું કે ઘણી બધી બેઠકો બાદ તેમણે નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં સફળતા મેળવી છે. એક વાર અહેવાલની પ્રિન્ટેડ એડીશન મળ્યા બાદ તેઓ CM પુષ્કર સિંઘ ધામીને ડ્રાફ્ટ સોંપશે.

    કાયદાકીય એ સામાજિક પાસાઓને ધ્યાનમાં રાખી તૈયાર કરાયો ડ્રાફ્ટ

    આગળ શત્રુઘ્ન સિંઘે કહ્યું કે “અમે આ રિપોર્ટ તૈયાર કરવામાં તમામ કાયદાકીય અને સામાજિક પાસાઓનું ધ્યાન રાખ્યું છે. લગ્ન, છૂટાછેડા, દત્તક અને ઉત્તરાધિકાર જેવી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સુપરત કરવામાં આવશે. જશે.” સુપરત કરેલ અહેવાલને રાજ્ય સરકાર વિધાનસભામાં રજૂ કરશે. ડ્રાફ્ટપર ચર્ચા-વિચારણા કર્યા બાદ તેને કાયદા તરીકે લાગુ કરવામાં આવશે.

    મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામીએ 9 નવેમ્બરે UCC લાગુ કરવાની જાહેરાત કર્યા બાદ સમિતિએ ડ્રાફ્ટ સમયસર પૂર્ણ કર્યો છે જેના પગલે તેને જાહેરાત અનુસાર લાગુ કરી શકાય.રાજ્યમાં UCC લાગુ કરવાનો અંતિમ નિર્ણય રાજ્ય સરકાર લેશે. આ અંગે CM ધામીએ ધામીએ કહ્યું હતું કે “સમાન નાગરિક સંહિતા રાજ્યમાં કાનૂની અને સામાજિક સમાનતા સ્થાપિત કરશે. સમાજમાં પ્રવર્તતા ભેદભાવ અને અસમાનતાને સમાપ્ત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.”

    રાજ્યના તમામ નાગરિકોને સમાન અધિકારો અને કાનૂની રક્ષણ આપવાના ઉદ્દેશ્ય સાથે સમિતિએ કાયદામાં સુધારો કરીને આ ડ્રાફ્ટમાં નવી જોગવાઈઓ ઉમેરી છે. જે અનુસાર ડ્રાફ્ટતૈયાર કરતી વખતે ધ્યાન રાખવામાં આવ્યું છે કે  કોઈપણ સમુદાય અથવા વર્ગના અધિકારોનું ઉલ્લંઘન ન થવું જોઈએ અને દરેકને સમાન ન્યાય મળવો જોઈએ.ઉત્તરાખંડમાં UCC ના અમલીકરણ સાથે, રાજ્યના તમામ નાગરિકો માટે એક સમાન કાયદાકીય વ્યવસ્થા લાગુ થશે, જે ન્યાય વ્યવસ્થાને વધુ પારદર્શક અને સુલભ બનાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં