Sunday, December 29, 2024
More
    હોમપેજદેશ'હવે અમે સુરક્ષિત અનુભવી રહ્યા છીએ':સંભલની વિવાદિત જામા મસ્જિદ સામે 'સત્યવ્રત ચોકી'...

    ‘હવે અમે સુરક્ષિત અનુભવી રહ્યા છીએ’:સંભલની વિવાદિત જામા મસ્જિદ સામે ‘સત્યવ્રત ચોકી’ બનતા હિંદુ મહિલાઓને હાશકારો, ધાર્મિક વિધિ-વિધાનથી થયું હતું સ્થાપન

    સંભલની શાહી જામા મસ્જિદ પાસેનો આખો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવે છે. નજીકમાં જ હિંદુઓની પણ વસ્તી છે. તાજેતરમાં થયેલી હિંસા બાદ અહીં વાતાવરણ તંગ રહે છે. તેવામાં અહીં પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય હિંદુઓ માટે રાહત આપનારો છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) ખાતે વિવાદિત જામા મસ્જિદની (Shahi Jama Masjid) સામેની તરફ નવી પોલીસ ચોકી (Police Post) બનાવવામાં આવી રહી છે. તે માટે ચણતરકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક હિંદુ સમુદાય અને ખાસ કરીને હિંદુ મહિલાઓ (Hindu Women) ખૂબ ખુશ છે. હિંદુ મહિલાઓએ નિર્માણાધીન ચોકીની ભૂમિપૂજનવાળી જગ્યા પર નવગ્રહ બનાવીને દીવડા પ્રગટાવ્યા હતા. મહિલાઓએ હિંદુ વિધિ-વિધાન અનુસાર અહીં પૂજા અર્ચના પણ કરી. મહિલાઓનું કહેવું છે કે અહીં પોલીસ ચોકી બનવાથી તેઓ સુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે.

    સંભલની શાહી જામા મસ્જિદ પાસેનો આખો વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવે છે. નજીકમાં જ હિંદુઓની પણ વસ્તી છે. તાજેતરમાં થયેલી હિંસા બાદ અહીં વાતાવરણ તંગ રહે છે. તેવામાં અહીં પોલીસ ચોકી બનાવવાનો નિર્ણય હિંદુઓ માટે રાહત આપનારો છે. ચોકીના નિર્માણ કાર્ય પહેલા અહીં હિંદુ વિધિ-વિધાન અનુસાર ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ભૂમિ પૂજન થયા બાદ સ્થાનિક હિંદુ મહિલાઓ અહીં નવગ્રહ પૂજા કરવા આવી હતી.

    નોંધનીય છે કે આ ચોકીનું નામ ‘સત્યવ્રત ચોકી’ રાખવામાં આવનાર છે. કહેવાય છે કે સત્યયુગમાં સંભલનું નામ ‘સત્યવ્રત નગર’ (Satyavrat Nagar) હતું. આ માટે આ ચોકીનું એ મુજબ નામ રખાયું છે.

    - Advertisement -

    મહિલાઓ અહીં પૂજા કરવા શનિવારે (28 ડિસેમ્બર 2024) રાત્રે પહોંચી હતી. તેમણે ભૂમિ પૂજનવાળા સ્થાન પર પહેલા નવ ગ્રહના પ્રતિક બનાવ્યા, ત્યાર બાદ પૂજાની થાળીઓમાં દીવડા પ્રગટાવીને અહીં પૂજા-અર્ચના કરી. પૂજાપાઠ દરમિયાન મહિલાઓનું કહેવું હતું કે ચોકી બનવાથી તેઓ પોતાને સુરક્ષિત અનુભવી રહી છે. આ મહિલાઓ સ્થાનિક મંદિરમાં પૂજા કરવા જઈ રહી હતી, પરંતુ મંદિર જતા પહેલા તેઓ અહીં પૂજા કરવા આવ્યા હતા.

    મહિલાઓએ કરી નવ ગ્રહની પૂજા

    આ દરમિયાન એક સોનિયા નામની મહિલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અહીં પોલીસ ચોકી બનવી અમારા માટે ખૂબ જ સારી અને મહત્વપૂર્ણ બાબત છે. આજે શનિવાર છે એટલે અમે ભગવાનને રાજી કરવા માટે અહીં પૂજા કરવા આવ્યા હતા. આ પોલીસ ચોકી બનવામાં કોઈ આપદા કે વિઘ્ન ન આવે તે માટે અમે અહીં નવ ગ્રહ પૂજા કરી છે. બધા જાણે છે કે આ વિસ્તાર કેવો છે, ગમે ત્યારે હુમલો થઈ જાય, હવે અમે સુરક્ષિત છીએ અમે ખુશ છીએ.”

    ઉલ્લેખનીય છે કે હિંદુ શાસ્ત્રો અનુસાર નવ ગ્રહ યેન-કેન પ્રકારે માનવ જીવન પર અસર કરતા હોય છે. હિંદુ ધર્મમાં નવ ગ્રહનું અનેક ગણું મહત્વ હોય છે. નવ ગ્રહના પૂજનથી જે-તે સ્થાને સુખ-શાંતિની સ્થાપના થતી હોવાનું કહેવાય છે. નવ ગ્રહ મનુષ્યને નકારાત્મક ઊર્જા સામે રક્ષણ આપે છે. મહિલાઓના જણાવ્યા અનુસાર અહીં પોલીસ ચોકી પર કોઈ વિઘ્ન ન આવે તે માટે તેમણે અહીં નવ ગ્રહના પ્રતિક બનાવી પૂજા-અર્ચના કરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં