Wednesday, January 29, 2025
More
    હોમપેજગુજરાતસગા ચાચાએ 11 વર્ષની ભતીજીને પીંખી, અમ્મીએ ફરિયાદ કરતા સામે આવ્યો મામલો:...

    સગા ચાચાએ 11 વર્ષની ભતીજીને પીંખી, અમ્મીએ ફરિયાદ કરતા સામે આવ્યો મામલો: સરખેજ પોલીસે કરી અબ્દુલ મહોમ્મદની ધરપકડ

    સરખેજ PIએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “9 ડિસેમ્બરે સગીરાની અમ્મીએ તેના ચાચા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી તથા ફરાર આરોપીની 2 ડિસેમ્બરે ધરપકડ કરી હતી.

    - Advertisement -

    અમદાવાદમાં (Ahmedabad) એક હૃદય દ્રાવક ઘટના સામે આવી હતી. ઘટના લગભગ 1 મહિના પહેલાંની છે, 9 ડિસેમ્બરે આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં એક ચાચાએ તેની સગી ભતીજી સાથે બળાત્કાર (Rape) કર્યો હોવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ (Arrested) કરવામાં આવી હતી.

    નોંધનીય છે કે સામે આવ્યું હતું કે આરોપી મોહમ્મદ અબ્દુલ (નામ બદલેલું છે) અમદાવાદમાં આવેલ સરખેજ વિસ્તારમાં રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. અહેવાલ અનુસાર, ​​​​​​​ 11 વર્ષની બાળકી સરખેજમાં તેના ચાચા અબ્દુલના ઘરે રોકાવા ગઈ હતી. આ દરમિયાન તેના ચાચાએ રાત્રિના સમયે બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા તથા બળાત્કાર ગુજાર્યો હોવાનો મામલો પણ સામે આવ્યો હતો જેની પોલીસે ધરપકડ કરી હતી.

    આરોપી મૂળ કઠલાલનો

    બાળકીએ ઘરે જઈને જ્યારે તેની અમ્મીને આ અંગે જાણ કરી ત્યારે તેની અમ્મીએ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના 9 ડિસેમ્બરનું હોવાનું સામે આવ્યું હતું. નોંધનીય છે કે પોલીસ ફરિયાદ થતા જ આરોપી ફરાર થઇ ગયો હતો. આરોપી મકાન નં-૮, ઉજમાપાર્ક સોસાયટી, , મકરબા, ખાતે રહે છે. તેનું મૂળ વતન ખેડા જિલ્લામાં આવેલ કઠલાલ ગામ છે.

    - Advertisement -

    આ અંગે ઑપઇન્ડિયાએ સરખેજ પોલીસ સ્ટેશનના PI આર. કે ધુળીયા સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “9 ડિસેમ્બરે સગીરાની અમ્મીએ તેના ચાચા વિરુદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી તથા ફરાર આરોપીની 2 ડિસેમ્બરે ધરપકડ કરી હતી.

    POCSO અંતર્ગત ધરપકડ

    તેમણે જણાવ્યું હતું કે, “આરોપી વિરુદ્ધ POCSO તથા બળાત્કારની કલમો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. ધરપકડ બાદ 2 ડિસેમ્બરે જ આરોપી ને POCSO કોર્ટમાં રજૂ કરાયો હતો. હાલમાં આરોપી પોલીસ કસ્ટડીમાં છે. તથા પોલીસ આગામી તપાસ કરી રહી છે.”

    આ ગુનાની ગંભીરતાને જોતા અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા હતા. પોલીસે અમદાવાદ શહેર અને આજુબાજુના વિસ્તાર તેમજ મહેસાણા અને ગાંધીનગરના આશરે 400 જેટલા સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કર્યું અને આરોપીના મોબાઈલ નંબરની કોલ ડિટેઇલ પણ મંગાવી હતી. હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં