Sunday, July 13, 2025
More
    હોમપેજદુનિયાટ્રમ્પે મોટા ઉપાડે કર્યો 'યુદ્ધવિરામ'નો દાવો, ઈરાને નકારી કાઢ્યો: ઇઝરાયેલ તરફથી હુમલા...

    ટ્રમ્પે મોટા ઉપાડે કર્યો ‘યુદ્ધવિરામ’નો દાવો, ઈરાને નકારી કાઢ્યો: ઇઝરાયેલ તરફથી હુમલા બંધ થયા તો ઇસ્લામી દેશ કરવા લાગ્યો શાંતિની વાતો- મધ્યપૂર્વમાં આવી શકે છે સંઘર્ષનો અંત

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામનો દાવો કર્યાં બાદ ઇસ્લામી દેશ ઈરાન તરફથી પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી હતી. ઈરાને ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો હતો અને યુદ્ધવિરામ પર સમજૂતી ન થઈ હોવાનું કહ્યું હતું.

    - Advertisement -

    ઇઝરાયેલ (Israel) અને ઈરાન (Iran) વચ્ચે યુદ્ધવિરામની (Ceasefire) જાહેરાત થઈ ચૂકી છે. હંમેશાની જેમ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) આગળ આવીને આ એલાન કરી દીધું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું છે કે, બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થઈ ચૂક્યા છે. તેમણે પોસ્ટ કરીને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, ઈરાન અને ઇઝરાયેલે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો છે અને તેની શરૂઆત ઈરાન તરફથી થવા જઈ રહી છે. 

    ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને તેમણે વધુમાં દાવો કર્યો કે, 12 દિવસના યુદ્ધનો હવે અંત આવવા તરફ છે. તેમણે ઇઝરાયેલ અને ઈરાનને અભિનંદન પણ આપ્યા છે. તેમણે ઉમેર્યું કે, આ એવું યુદ્ધ હતું જે વર્ષો સુધી ચાલી શકે એમ હતું અને સંપૂર્ણ મધ્યપૂર્વને તબાહ કરી શકે તેમ હતું. પણ એવું નથી થયુ અને ક્યારેય થશે પણ નહીં. વધુમાં તેમણે એવો દાવો પણ કર્યો હતી કે, ઈરાન અને ઇઝરાયેલ બંને તેમની પાસે આવ્યા હતા. 

    તેમણે અન્ય એક પોસ્ટમાં કહ્યું કે, “ઇઝરાયેલ અને ઈરાન બંને લગભગ એકસાથે મારી પાસે આવ્યા અને કહ્યું, ‘શાંતિ.’ મને ખબર હતી કે, હવે સમય આવી ચૂક્યો છે. બંને દેશો પોતાના ભવિષ્યમાં પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિના દર્શન કરશે. તેમણે હજુ ઘણું બધુ મેળવવાનું છે, છતાં તેઓ સત્યના માર્ગેથી ભટકી ગયા તો તેમણે ઘણું ગુમાવવું પણ પડશે.” વધુમાં તેમણે ઈરાન અને ઇઝરાયેલને અભિનંદન આપ્યા હતા. 

    - Advertisement -

    ઈરાને પહેલાં નકારી કાઢ્યા ટ્રમ્પના દાવા, બાદમાં કરી શાંતિની વાત

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામનો દાવો કર્યાં બાદ ઇસ્લામી દેશ ઈરાન તરફથી પ્રથમ પ્રતિક્રિયા પણ સામે આવી હતી. ઈરાને ટ્રમ્પના આ દાવાને ફગાવી દીધો હતો અને યુદ્ધવિરામ પર સમજૂતી ન થઈ હોવાનું કહ્યું હતું. ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે ટિપ્પણી કરી હતી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને નકારી કાઢ્યું હતું. 

    તેમણે લખ્યું હતું કે, “જેવું કે ઈરાને વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, ઇઝરાયેલે ઈરાન પર યુદ્ધ શરૂ કર્યું છે, ન કે ઈરાને ઇઝરાયેલ પર. હમણાં સુધી કોઈપણ યુદ્ધવિરામ કે સૈન્ય અભિયાનોની સમાપ્તિ પર કોઈ સમજૂતી થઈ નથી. પણ ઇઝરાયેલી શાસન ઈરાની લોકો વિરુદ્ધના પોતાના હુમલા તેહરાનના સમય મુજબ સવારે 4 કલાકે બંધ કરી દે તો અમારો પ્રતિક્રિયા આપવાનો કોઈ ઇરાદો નથી. અમારા સૈન્ય અભિયાનો પૂર્ણ કરવા પર બાદમાં નિર્ણય લેવામાં આવશે.” 

    જોકે, ત્યારબાદ ઇઝરાયેલી હુમલા બંધ થતાં ઈરાને પણ શાંતિની વાત કરવા લાગ્યું હતું. ઇસ્લામી દેશના વિદેશ મંત્રીએ ફરી પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “ઇઝરાયેલને તેના હુમલાની સજા આપવા માટેના આપણાં શક્તિશાળી સશસ્ત્રદળોનું સૈન્ય અભિયાન સવારે 4 વાગ્યા સુધી ચાલ્યું હતું. હું તમામ ઈરાનીઓ સાથે મળીને આપણાં બહાદુર સશસ્ત્રદળોનો આભાર માનું છું.” 

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, યુદ્ધવિરામની જાહેરાત બાદ પણ ઈરાને ઇઝરાયેલ પર બેલેસ્ટિક મિસાઈલો છોડી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. માહિતી અનુસાર, હુમલામાં ત્રણ ઇઝરાયેલી નાગરિકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈરાને આ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. જોકે, હાલ બંને પક્ષે શાંતિ જોવા મળી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં