Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅંબાણી-અમિતાભ-ધર્મેન્દ્ર બાદ હવે TMKOCના જેઠાલાલ દિલીપ જોશીના ઘરે 25 હથિયારબંધ લોકો પહોંચ્યા!:...

    અંબાણી-અમિતાભ-ધર્મેન્દ્ર બાદ હવે TMKOCના જેઠાલાલ દિલીપ જોશીના ઘરે 25 હથિયારબંધ લોકો પહોંચ્યા!: નાગપુર પોલીસને મળી ધમકી, એલર્ટ જાહેર

    'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'જેઠાલાલ'નું પાત્ર ભજવનાર અભિનેતા દિલીપ જોશીના ઘરની બહાર બંદૂક અને બોમ્બ સાથે 25 લોકો પહોંચ્યા કે તરત જ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમે એલર્ટ જાહેર કર્યું.

    - Advertisement -

    મુકેશ અંબાણી, અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના ઘરને ઉડાવી દેવાની ધમકી મળવાના 2 દિવસ બાદ હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ દિલીપ જોશીના ઘરે 25 સશસ્ત્ર માણસો પહોંચ્યા હતા. આ માહિતી એક વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને આપી હતી. આ વ્યક્તિએ પોલીસને ફોન પર જણાવ્યું કે દિલીપ જોશીના ઘરની બહાર 25 લોકો બંદૂક અને બોમ્બ સાથે ઉભા છે. આ સમાચાર સામે આવ્યા બાદ નાગપુર પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.

    અહેવાલો અનુસાર, 1 ફેબ્રુઆરીએ એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. આ દરમિયાન વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે શિવાજી પાર્કમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરતા અભિનેતા દિલીપ દિલીપ જોશીના ઘરે બંદૂક અને બોમ્બ સાથે 25 લોકો ઉભા હતા. આ સાથે વ્યક્તિએ અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરી હતી.

    ફોન કરનારે જણાવ્યું કે તેણે કેટલાક લોકોને વાત કરતા સાંભળ્યા કે આ 25 લોકો આવી ગતિવિધિઓ કરવા માટે મુંબઈ પહોંચ્યા છે. આ વ્યક્તિના કોલને પગલે નાગપુર કંટ્રોલ રૂમે શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને એલર્ટ જારી કર્યું અને મામલાની તપાસ શરૂ કરી હતી.

    - Advertisement -

    તપાસમાં જાણવા મળ્યું કે વ્યક્તિએ ખાસ એપની મદદથી નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કર્યો હતો. પોલીસને જે નંબર પરથી કોલ આવ્યો હતો તે નંબર દિલ્હીની એક સિમ કાર્ડ કંપનીમાં કામ કરતા છોકરાનો હતો. કોલર દ્વારા એક ખાસ એપની મદદથી છોકરાનો નંબર સ્પુફ કરવામાં આવ્યો હતો. પોલીસે અજાણ્યા ફોન કરનાર સામે ગુનો નોંધી હાલ તે વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

    આ પહેલા પણ નાગપુર પોલીસને આવ્યો હતો ધમકીભર્યો ફોન

    નોંધનીય છે કે મંગળવારે સમાચાર આવ્યા હતા કે એક અજાણ્યા વ્યક્તિએ નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરોને ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટસ્ફોટ પછી, પોલીસ સંપૂર્ણ એક્શનમાં આવી ગઈ હતી અને મુકેશ અંબાણીના પરિવારના તમામ સભ્યોને Z+ સુરક્ષા આપી હતી.

    મંગળવારે, 28 ફેબ્રુઆરીના રોજ, નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને એક અનામી કોલરનો ફોન આવ્યો, જેણે દાવો કર્યો હતો કે તેણે બિઝનેસ ટાયકૂન મુકેશ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા, બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના નિવાસસ્થાન નજીક બોમ્બ પ્લાન્ટ કર્યા છે, મિડ-ડેના અહેવાલમાં જણાવાયું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં