Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનાગપુર પોલીસને અંબાણી, બચ્ચન અને ધર્મેન્દ્રના આવાસ પર બોમ્બ મૂકવાનો દાવો કરતો...

    નાગપુર પોલીસને અંબાણી, બચ્ચન અને ધર્મેન્દ્રના આવાસ પર બોમ્બ મૂકવાનો દાવો કરતો કોલ આવ્યો: મુંબઈ પોલીસને જાણ કરાઈ

    ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે 25 લોકો આતંકવાદી હુમલા કરવા માટે હથિયારોથી સજ્જ મુંબઈના દાદર પહોંચ્યા હતા.

    - Advertisement -

    મંગળવારે, 28 ફેબ્રુઆરીના રોજ, નાગપુર પોલીસ કંટ્રોલ રૂમને એક અનામી કોલરનો ફોન આવ્યો, જેણે દાવો કર્યો હતો કે તેણે બિઝનેસ ટાયકૂન મુકેશ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા, બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રના નિવાસસ્થાન નજીક બોમ્બ પ્લાન્ટ કર્યા છે, મિડ-ડેના અહેવાલમાં જણાવાયું હતું.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોન કરનારે એવો પણ દાવો કર્યો હતો કે 25 લોકો ભારતની વ્યાપારી રાજધાનીમાં આતંકવાદી હુમલા કરવા માટે હથિયારોથી સજ્જ મુંબઈના દાદર પહોંચ્યા હતા.

    કોલ મળતાની સાથે જ નાગપુર પોલીસે આ માહિતી મુંબઈ પોલીસને આપી, જેના પગલે બાદમાં તરત જ બોમ્બ સ્કવોડની ટીમોને તમામ સ્થળોએ તપાસ કરવા માટે રવાના કરાઈ હતી. હમણાં સુધીની તપાસમાં કોઈ ચિંતાજનક સામગ્રી મળી નથી, જોકે તપાસ હહજુ પણ ચાલુ જ છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, 2021માં, મુંબઈ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા 3 રેલવે સ્ટેશનો અને અમિતાભ બચ્ચનના નિવાસસ્થાને ખોટી બોમ્બની અફવાના સંબંધમાં બે લોકોની અટકાયત કરવામાં આવી હતી. આરોપીઓની થાણેથી ધરપકડ કરવામાં આવી હતી.

    એન્ટિલિયા બોમ્બ ધમકી કેસ

    ફેબ્રુઆરી 2021 માં, એન્ટિલિયામાં બોમ્બની ધમકી ત્યારે સામે આવી, જ્યારે મુંબઈમાં મુકેશ અંબાણીના મહેલ નજીક 20 જિલેટીન સ્ટિક ધરાવતી એક કાર મળી આવી હતી. ત્યારપછીની ઘટનાઓની સાંકળ માટે બોમ્બની બીક નોંધપાત્ર હતી, જેના કારણે ઘણા ઉચ્ચ-પ્રોફાઇલ અધિકારીઓને રાજીનામું આપવાની ફરજ પડી હતી.

    આ વાહન દ્વારા થાણે સ્થિત કાર-સજાવટની દુકાનના માલિક મનસુખ હિરેનને શોધી કાઢવામાં આવ્યા હતા, જેમણે તેની એક સપ્તાહ પહેલા ચોરીની જાણ કરી હતી. હિરેન એક અઠવાડિયા પછી મુંબઈની ખાડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.

    વિવાદાસ્પદ પોલીસ અને ભૂતપૂર્વ શિવસેના નેતા સચિન વાઝે પર કેસના મહત્વના સાક્ષી મનસુખ હિરેનની હત્યા કરવાનો આરોપ છે. NIA દ્વારા તેમની ધરપકડ બાદ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહની પણ તેમના પદ પરથી બદલી કરવામાં આવી હતી.

    મુકેશ અંબાણીના પરિવારના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકોથી ભરેલા વાહનની રિકવરીથી લઈને મુંબઈ પોલીસ કમિશનરની બદલી સુધીનો આ કેસ તાજેતરના ઈતિહાસમાં સૌથી વધુ વિવાદાસ્પદ કેસોમાંનો એક બન્યો છે. OpIndia એ એન્ટિલિયા બોમ્બ ધમકી કેસમાં જે ઘટનાઓ સામે આવી હતી તેની સંપૂર્ણ સમયરેખા પોતાની સાઈટ પર કંડારી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં