Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘હિંદુઓને નુકસાન પહોંચાડવાનો હતો મકસદ’: પૂર્વ ‘આપ’ કોર્પોરેટર તાહિર હુસૈન સામે કોર્ટે...

    ‘હિંદુઓને નુકસાન પહોંચાડવાનો હતો મકસદ’: પૂર્વ ‘આપ’ કોર્પોરેટર તાહિર હુસૈન સામે કોર્ટે નક્કી કર્યા આરોપ, કહ્યું- તોફાનીઓને હિંદુઓ વિરુદ્ધ ઉશ્કેરી રહ્યા હતા આરોપીઓ

    કોર્ટે તાહિર હુસૈન સહિત અન્ય આરોપીઓ સામે કેસ ચલાવવા માટે આરોપો નક્કી કર્યા, કહ્યું- તેમણે હિંદુઓને પાઠ ભણાવવાના ઉદ્દેશ્યથી રમખાણો કર્યાં.

    - Advertisement -

    વર્ષ 2020માં રાજધાની દિલ્હીમાં સીએએના વિરોધમાં થયેલાં રમખાણોને લઈને દિલ્હીની કોર્ટે આમ આદમી પાર્ટીના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન સહિત 8 લોકો સામે આરોપો નક્કી કર્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે તાહિર હુસૈનનો મુખ્ય ઉદ્દેશ્ય જ હિંદુઓને નુકસાન પહોંચાડવાનો હતો. 

    કોર્ટ ફરિયાદી અજય ગોસ્વામીના એક નિવેદનના આધારે આ મામલાની સુનાવણી કરી રહી હતી. તેમને 25 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીના કરાવેલ નગર રોડ પર રમખાણો દરમિયાન ગોળી વાગી હતી. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે, તમામ આરોપીઓ ઇન્ડિયન પીનલ કોડની કલમ 307 (હત્યાનો પ્રયાસ), 120 બી (ગુનાહિત ષડ્યંત્ર), 149 (સમાન ઉદ્દેશ્યથી કરવામાં આવેલ ગુનો) હેઠળ સજાપાત્ર ગુના માટે કેસ ચલાવવા માટે જવાબદાર છે. 

    કોર્ટે કહ્યું કે, તમામ આરોપીઓ- તાહિર હુસૈન, શાહ આલમ, નાઝિમ, કાસમ, રિયાસત અને લિયાકત હિંદુઓને પાઠ ભણાવવા માટે લોકોને ઉશ્કેરી રહ્યા હતા અને જે બદલ તેમની સામે આઇપીસી 505 હેઠળ કેસ ચલાવવામાં આવવો જોઈએ. જોકે, કોર્ટે બે આરોપીઓ ગુલ્ફામ અને તનવીર સામે આરોપો સાબિત કરવા પૂરતા પુરાવા ન હોવાનું કહીને છોડી મૂક્યા હતા. 

    - Advertisement -

    કોર્ટે કહ્યું કે, સાક્ષીઓના નિવેદનોથી એ સ્પષ્ટ છે કે આરોપીઓ ઉપદ્રવીઓમાં સામેલ હતા અને તેઓ હિંદુઓને નિશાન બનાવવા માંગતા હતા. તેમના આ પ્રકારના કૃત્ય હિંદુ-મુસ્લિમ સમુદાય વચ્ચેના સદ્ભાવ માટે પ્રતિકૂળ હતા અને તેમણે સાર્વજનિક શાંતિ ભંગ કરવાનું પણ કામ કર્યું છે. 

    ઉલ્લેખનીય છે કે 24 ફેબ્રુઆરી 2020ના રોજ પૂર્વોત્તર દિલ્હીમાં રમખાણો થયાં હતાં. તોફાનોમાં મુસ્લિમોએ મુખ્યત્વે હિંદુઓને નિશાન બનાવીને ગોળીબાર, પેટ્રોલ બૉમ્બ, ચાકુ, તલવારો અને પથ્થરો વડે હુમલાઓ કર્યા હતા. જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને 700ને નાની-મોટી ઇજા પહોંચી હતી. 

    આ મામલે 25 ફેબ્રુઆરીના રોજ રમખાણોમાં ઇજા પામેલા અજય ગોસ્વામીના એક સબંધીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસ અધિકારીએ હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તોના નિવેદનો નોંધ્યા બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. 

    તાહિર હુસૈનની વાત કરવામાં આવે તો વર્ષ 2017માં તેણે આમ આદમી પાર્ટીની ટિકિટ પર દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જોકે, વર્ષ 2020માં થયેલા આ રમખાણોમાં મુખ્ય ષડ્યંત્ર રચનાર તરીકે તાહિરનું નામ આવતાં આમ આદમી પાર્ટીએ તને કાઢી મૂક્યો હતો. 2020માં દિલ્હી નગરનિગમે તેનું સભ્યપદ પણ રદ કરી દીધું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં