Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટતાપસી પન્નુની વધુ એક ફિલ્મ રિલીઝ થવા પહેલાં જ વિવાદમાં: ટ્રેલર જોઈને...

    તાપસી પન્નુની વધુ એક ફિલ્મ રિલીઝ થવા પહેલાં જ વિવાદમાં: ટ્રેલર જોઈને લોકોએ કહ્યું- આ પણ ફ્લૉપ જશે, ગણાવી સ્પેનિશ ફિલ્મની કૉપી

    કેટલાક લોકો ફિલ્મને વખાણી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બૉલીવુડમાં હવે ઓરિજનલ ફિલ્મો બનવાની બંધ થઇ ગઈ છે અને વિદેશી ફિલ્મો પર જ આધાર રાખવો પડે છે. 

    - Advertisement -

    હાલમાં જ પોતાની એક ફિલ્મ ‘ફ્લૉપ’ ગયા બાદ અભિનેત્રી તાપસી પન્નુએ નવી એક ફિલ્મની જાહેરાત કરી છે. તાપસી પન્નુની ‘દોબારા’ નામની આ ફિલ્મનું ટ્રેલર પણ હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે, આ ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં આવી ગઈ છે અને તેનું ટ્રેલર જોઈને લોકો કહી રહ્યા છે કે તે એક સ્પેનિશ ફિલ્મની કૉપી છે તો કેટલાકે એમ પણ પૂછ્યું હતું કે તાપસીની એક પછી એક ફિલ્મો ફ્લૉપ જાય છે, તેમ છતાં શા માટે તેને ફિલ્મો મળતી રહે છે?

    27 જુલાઈ 2022ના રોજ ફિલ્મ ‘દોબારા’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. 3 દિવસમાં ફિલ્મના ટ્રેલરને 45 લાખથી વધુ વ્યૂ મળ્યા છે, જયારે 62 હજારથી વધુ લોકોએ ટ્રેલર ‘લાઈક’ કર્યું છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો વખાણી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બૉલીવુડમાં હવે ઓરિજનલ ફિલ્મો બનવાની બંધ થઇ ગઈ છે અને વિદેશી ફિલ્મો પર જ આધાર રાખવો પડે છે. 

    તાપસીએ ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર પણ શૅર કર્યું હતું. જેની પર લોકોની વિવિધ પ્રતિક્રિયાઓ જોવા મળી હતી. 

    - Advertisement -

    વૈભવ સક્સેના નામના એક યુઝરે કહ્યું કે, તાપસીનો આત્મવિશ્વાસ એક અલગ સ્તરનો છે. એક ફ્લૉપ (ફિલ્મ)નો હિસાબ કરે ત્યાં સુધીમાં તો બીજી એક (ફિલ્મ) આવી ગઈ.

    વળી વસંત પટેલ નામના એક યુઝરે આ ફિલ્મને ‘વધુ એક માથાનો દુઃખાવો’ ગણાવ્યો હતો. 

    એક યુઝરે તાપસીની હાલમાં જ આવેલી ફિલ્મ ‘શાબાશ મિથુ’ ફ્લૉપ ગઈ હોવાના સમાચારનો સ્ક્રીનશોટ શૅર કરીને લખ્યું હતું કે, અમે ફરીથી તૈયાર જ છીએ. 

    અભય નામના યુઝરે કહ્યું કે, તાપસી માટે વધુ એક ફ્લૉપ ફિલ્મ સાબિત થવા જઈ રહી છે. તેમણે #BoycottBollywood હેશટેગ પણ વાપર્યું હતું. 

    એક યુઝરે કહ્યું કે, સીધી મિરાજની જ નકલ કરી દીધી. આવી રીતે તો અમારો લાલુ કંદોઈ પણ ડાયરેક્ટર અને શાલુ ભાભી પણ હિરોઈન બની શકે છે. 

    અન્ય એક યુઝરે પણ સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ની તસવીર શૅર કરીને પ્રશ્ન કર્યો હતો કે, ‘કૉપીવુડ કેટલી નકલ કરે છે.’ 

    અમિત નામના એક યુઝરે પ્રશ્ન કર્યો કે, જો આટલા કુશળ લોકો હોય તો ખરાબ અભિનય કૌશલ્ય અને ફ્લૉપ ફિલ્મો છતાં તેમને એક પછી એક ફિલ્મો કઈ રીતે મળી રહી છે? 

    તાપસી પન્નુની આ ફિલ્મ ‘દોબારા’ આગામી 19 ઓગસ્ટના રોજ થીએટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જેને અનુરાગ કશ્યપે નિર્દેશિત કરી છે. જોકે, ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં જ ટ્રેલર જોઈને લોકોએ તેની સરખામણી સ્પેનિશ ફિલ્મ ‘મિરાજ’ સાથે કરવા માંડી હતી. આ એક મિસ્ટ્રી ડ્રામા ફિલ્મ હતી, જે 2018માં આવી હતી. 

    તાપસી પન્નુની એક ફિલ્મ ‘શાબાશ મિથુ’ હાલમાં જ રિલીઝ થઇ હતી. જોકે, ફિલ્મ કંઈ ઉકાળી શકી ન હતી અને બહુ ઓછી કમાણી કરી શકી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં