Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાતહિંદુવાદી નેતાઓને ધમકી આપનાર સુરતના મૌલવીનો સાગરિત ઝડપાયો: સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારથી...

    હિંદુવાદી નેતાઓને ધમકી આપનાર સુરતના મૌલવીનો સાગરિત ઝડપાયો: સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારથી શહેનાઝની કરી ધરપકડ, પાકિસ્તાન કનેક્શનની આશંકા

    સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પકડવા માટે છેલ્લા 5 દિવસથી નેપાળ અને મુઝફ્ફરપુરમાં ધામા નાખ્યા હતા. પહેલાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી તેના ઘરનું એડ્રેસ મેળવી લીધું હતું. પછી તેને પકડવા બે દિવસ ગામમાં વોચ રાખી વેશપલટો કરીને વહેલી સવારમાં શહેનાઝને ઊંઘતો જ ઝડપી લેવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સુરતમાં હિંદુવાદી નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને હત્યાનું કાવતરું ઘડનારા મૌલવી સોહેલ અબુબકર ટીમોલની ધરપકડ બાદ સમગ્ર કેસમાં ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. આ મામલે પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી રહ્યું છે. મૌલવીની પૂછપરછમાં સામે આવેલી માહિતીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા પણ મળી છે. ક્રાઈમ બ્રાન્ચે મૌલવીના સાગરિત એવા નેપાળના શાહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને મુઝફ્ફરપુર કોર્ટમાં રજૂ કરી તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

    સુરતમાં હિંદુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીના સાગરિત શહેનાઝ સાબીરની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ બાદ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતાં તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી સોશિયલ મીડિયાના માધ્યમથી મૌલવીના સંપર્કમાં આવ્યો હતો. જેનું પાકિસ્તાન કનેશન હોવાનું પણ સામે આવ્યું છે. તેના મોબાઈલની તપાસ કરતાં તેમાં પાકિસ્તાનના નંબરો પણ મળી આવ્યા હતા. આ ઉપરાંત તે પાકિસ્તાન જઈને આવ્યો હોય તેવી પણ આશંકા છે.

    શહેનાઝ પાસેથી એક મોબાઈલ મળી આવ્યો છે. જેમાં બે વોટ્સએપ પણ મળ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પકડવા માટે છેલ્લા 5 દિવસથી નેપાળ અને મુઝફ્ફરપુરમાં ધામા નાખ્યા હતા. પહેલાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે સ્થાનિક પોલીસના સહયોગથી તેના ઘરનું એડ્રેસ મેળવી લીધું હતું. પછી તેને પકડવા બે દિવસ ગામમાં વૉચ રાખી વેશપલટો કરીને વહેલી સવારમાં શહેનાઝને ઊંઘતો જ ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી નેપાળના છૂટક મજૂરી કરે છે અને બિહારના મુઝફ્ફરપુરમાં રહે છે. જે નેપાળ બોર્ડર્ નજીક આવેલું છે.

    - Advertisement -

    આરોપી શહેનાઝે નેપાળના સીમકાર્ડથી સોશિયલ મીડિયામાં સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણા, સુદર્શન ન્યૂઝ ચેનલના એડિટર ઈન ચીફ સુરેશ ચવ્હાણકે, હૈદરાબાદના હિંદુવાદી નેતા ટી રાજા સિંઘ અને નૂપુર શર્મા સહિત 4ને ધમકી આપી હતી. તે પહેલાં પોલીસે મૌલવીના ભાઈની પણ પૂછપરછ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી મૌલાના સોહેલ અબુબકર ટીમોલની સુરત પોલીસ દ્વારા શનિવારે (4 મે) ધરપકડ કરવામાં આવી હતી. તેણે હિંદુવાદી નેતા ઉપદેશ રાણાને મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે નૂપુર શર્મા, ટી રાજા સિંઘ, સુરેશ ચવ્હાણકે વગેરેને ટાર્ગેટ કરવાની ફિરાકમાં હતો. પોલીસ તપાસમાં વોટ્સએપ ચેટ અને ઓડિયો ક્લિપ્સ પણ મળી આવી હતી. હાલ મૌલવી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં